________________
મળે; નહિ તો અનંતા આત્માઓને રહેવા કોમન એક જ શરીર મળે. તેને નિગોદ કહેવાય. સોયના અગ્રભાગમાં રહેલી કણીયા જેટલી નિગોદમાં અનંતા આત્માઓ એકી સાથે જન્મે, શ્વાસ લે, જીવે અને મરે.
નિગોદના એક શરીરમાં અનંતા આત્મા રહે. આવા અસંખ્યાતા શરીરો ભેગા થવા છતાં ય જે જોઇ કે અનુભવી ન શકાય તે સૂક્ષ્મનિગોદ કહેવાય, પણ જેના અસંખ્યાતા શરીરો ભેગા થયા પછી જોઇ કે અનુભવી શકાય તે બાદર નિગોદ કહેવાય. બટાટા, કાંદા, શક્કરીયા, ગાજર, આદુ, બીટ, સુરણ, લસણ, મૂળા, લીલ, ફુગ, સેવાળ વગેરે બાદર નિગોદ છે. દૂર રહેલો એક વાળા ન દેખાય, પણ દૂર વાળનો જથ્થો હોય તો દેખાય. તેમ બાદર નિગોદનું એક શરીર ન દેખાય. ઘણા શરીરો ભેગા થાય ત્યારે બટાટા વગેરેનો નાનકડો અંશ બને, જે આપણને દેખાય, તેમાં અસંખ્યાતા શરીરો છે. દરેક શરીરમાં અનંતઅનંત આત્મા હોય.
સૂક્ષ્મ નિગોદમાં પણ જેનો કદી ચ કોઇ નામ | સંજ્ઞાથી વ્યવહાર થયો ન હોય, તે સૂક્ષ્મનિગોદને અવ્યવહારરાશીની નિગોદ કહેવાય. બટાટા, કાંદા, કૂતરા, માણસ તરીકેના ભવો કરીને જે આત્માઓ કયારેક પણ વ્યાવહારિક દુનિયાના સભ્ય બન્યા હોય, લોકોના ઉપયોગમાં આવ્યા હોય, લોકવ્યવહારમાં આવ્યા હોય, પછી તે આત્માઓ કોઇ કર્મોના ઉદયે પાછા સૂક્ષ્મનિગોદના ભવમાં પહોંચે, તો તેઓ વ્યવહારરાશીની સૂક્ષ્મ નિગોદ કહેવાય.
આવા અવ્યવહારરાશીની સૂક્ષ્મ નિગોદના જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીના ભરેલા છે. આ વિશ્વમાં કોઇ એવી જગ્યા નથી કે જયાં આ અવ્યવહારરાશીના જીવો ન હોય. આપણે બધા પણ સૌથી પહેલાં આ જીવો તરીકે હતા.
[ આ જીવો એટલા બધા સૂક્ષ્મ છે કે આપણે આમ તેમ હાથ હલાવીએ તો તેનાથી તેમની હિંસા ન થાય, પણ જો આપણે તેમને મારવાની બુદ્ધિ કરીએ તો તેમને મારવાનું પાપ લાગે. ભલે આપણે નિગોદના જીવોને મારવાની બુદ્ધિ નથી કરતાં, પણ આ સંસારમાં જેઓ રહ્યા છે, તેઓ ડગલેને પગલે કેટલા બધા જીવોની હિંસા કરે છે. કેટલાય ને મારવાના વિચારો પણ કરે છે. જલ્દીથી આ હિંસાના પાપોથી અટકી જવું જરૂરી છે. | મોક્ષ ધર્મ કરવાથી નથી મળતો, પણ પાપોનો સંપૂર્ણ ત્યાગ કરવાથી મળે છે. ધર્મથી તો પુણ્ય બંધાય. પુષ્ય સદ્ગતિ કે સુખ આપે પણ મોક્ષ ન આપે. મોક્ષમાં જવા માટે તો પુણ્ય પણ સોનાની બેડી જેવું છે, અટકાવે છે. પુણ્ય અને પાપ બંને ખલાસ થાય ત્યારે મોક્ષ મળે.
go - તત્વઝરણું
૨૫.