________________
સંવત ૨૦પ૮ અષાઢ વદ : ૧૪
બુધવાર, તા. ૯-૦૮-૦૨
પરમાત્માએ ભલે આ દુનિયા બનાવી નથી, પણ આ દુનિયા જેવી છે તેવી બતાડીને આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનાથી આપણે દુઃખી મટીને સુખી બની શકીએ છીએ. દોષિત મટીને ગુણી બની, છેલ્લે મોક્ષ પામીને સિદ્ધ બની શકીએ છીએ. મોક્ષમાર્ગ બતાડીને ઉપકારની હેલી વરસાવનારા પરમાત્મા આપણા માટે ઉપાસ્ય તત્ત્વ છે, આરાધ્ય તત્વ છે.
આવા મહાન પરમાત્માને પામીને આપણી જીવનપદ્ધતિ અવશ્ય બદલાવી જોઇએ. સાથે-સાથે મનની વૃત્તિઓ પણ પલટાવી જોઇએ. મનની કાતિલ વૃત્તિઓ પાપપ્રવૃત્તિ ન કરવા છતાંય નરકમાં મોકલવા સમર્થ છે. પાપપ્રવૃત્તિને અટકાવવા નિયમો લઇને વિરતિમાં આવવું જોઇએ.
આપણો આત્મા સૌથી પહેલા અવ્યવહારરાશીની નિગોદમાં હતો. એક આત્મા સંસારમાંથી મોક્ષે ગયો, ત્યારે અવ્યવહારરાશીની નિગોદમાંથી એક આત્મા બહાર નીકળ્યો. એકવાર બહાર નીકળેલો આત્મા ફરી પાછો કદી ય અવ્યવહાર રાશીની નિગોદમાં ન જાય, કેમકે તે બહાર નીકળ્યો એટલે જે જે નવા ભવ પામ્યો, તે તે ભવના જીવ તરીકે તેનો વ્યવહાર શરુ થયો. હવે પછી, તે પાછો સૂક્ષ્મનિગોદમાં જન્મ તો લઇ શકે, પણ ત્યારે તે વ્યવહારરાશીની નિગોદનો જીવ કહેવાય, પણ અવ્યવહારરાશીની નિગોદનો નહિ. જે આત્મા એક પણ વાર દુનિયાના વ્યવહારને યોગ્ય બન્યો નથી, તે જ અવ્યવહારરાશીમાં ગણાય.
પ્રશ્ન : ત્યાં તેણે કયો ધર્મ કર્યો કે જેથી તે બહાર નીકળ્યો ?
સહન કરવું તે ધર્મ. જેમાં કાંઇ સહન કરવાનું નથી તે ધર્મ શી રીતે? દાનમાં ધનની મૂચ્છમાં ઘસારો પહોંચે છે, માટે દાન ધર્મ. શીલમાં કામવાસનાને ઘસરકો પહોંચાડવા મનથી સહેવું પડે છે, માટે શીલ ધર્મ. તપમાં શરીરને સહેવું પડે માટે તપ ધર્મ. શુભ ભાવો માટે દુર્ભાવોને દૂર કરવા મનને કેળવવા સહેવું પડે, માટે ભાવ ધર્મ.
પાણી, પવન, કીડી, મંકોડા,ઝાડ-પાન વગેરે જીવો પણ ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે સહન કરે છે. તેનાથી પાપ ખપતા-પુણ્ય બંધાતા તેઓ એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય,માનવ, દેવ સુધીનો વિકાસ સાધી શકે છે. પુણ્ય વિના તો આ વિકાસ ન થાય. પુષ્ય ધર્મ વિના ના બંધાય. તે તે ભવોમાં સહન કરવું, તે જ તેમનો ધર્મ.
ઇચ્છાપૂર્વક સહન કરીએ તો ઘણા કર્મો નાશ પામે. તેને સકામ નિર્જરા તત્વઝરણું
૩૨