________________
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૯(૧) શુક્રવાર. તા. ૨-૦૮-૦૨
આત્મા અનાદિ છે,તેનો સંસાર (દુનિયા) અનાદિ છે. અને આત્મા-કર્મનો સંયોગ અનાદિ છે. આ ત્રણ અનાદિ છે, એ વાત ઘરના દરેક સભ્યોને ગળથૂથી થી આપો. બધાને ગોખાવી દો. આ ત્રણને અનાદિ નહિ માનો તો હજારો પ્રશ્નો પેદા થશે, જેના ઉકેલ નહિ મળે. અરે ! આ ત્રણ વાત ભૂલી જશો તો જૈનધર્મના કે વિશ્વના અનેક પદાર્થો નહિ સમજાય. મન મૂંઝવણમાં પડી જશે.
ગણિત,વિજ્ઞાન,ભાષા વગેરેના કેટલાક બેઝ(પાયા)હોય છે. તેને સ્વીકારી ને જ ચલાય. તેમાં પ્રશ્નો ન કરાય. જેમ કે ૫ X ૧=૫ જ કેમ? અને ૬ કેમ નહિ? ૫૦ + ૧=૫૧ ૫ણ ૫૦ + ૦ = ૫૦ જ, આમ કેમ? ક ને ક જ કેમ કહેવાય? ઘ અને ટ ભેગા લખીએ કે બોલીએ તો તેનો અર્થ ઘડો જ કેમ થાય? અને કપડું કેમ ન થાય? જેમ આ બધું સ્વીકારીને આગળ વધીએ છીએ તેમ જૈન શાસનની પાયાની આ ત્રણે વાત પણ સ્વીકારીને આગળ વધવું.
આત્માને કોઇએ ઉત્પન્ન કર્યો નથી. દુનિયા પણ કોઇએ ઉત્પન્ન કરી નથી. ભગવાને તો માત્ર તેને બતાવી છે. તેમ આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિથી છે. આત્મા અને કર્મનો સૌ પ્રથમ સંયોગ થયો નથી. જો થયો હોય તો તે પહેલાં તે આત્મા શુદ્ધ હોય. મોક્ષે જ પહોંચી જાય. કર્મ કદી કોઇને ચોટે જ નહિ. પણ હકીકતમાં પહેલેથી જ આત્મા અને કર્મનો સંયોગ છે જ.
ખાણ કે કૂવા વગેરેમાં સોનું વગેરે ધાતુઓ, ખનિજ તેલ વગેરે પહેલેથી અશુદ્ધિયુક્ત જ હોય. પછી તેને બહાર કાઢીને રીફાઇન્ડ કરવા પડે. તે જ રીતે આત્મા પહેલેથી અશુદ્ધ હતો, કર્મથી યુક્ત હતો. આરાધના, સાધના વડે તેને કર્મથી મુક્ત કરવો પડે. ત્યારે તેનો મોક્ષ થયો ગણાય. ભલે મેલા આત્માઓ ચોક્ખા થાય, સંસારી આત્માઓ મુક્ત બને, પણ આત્માની કુલ સંખ્યા તો તેટલી જ રહે. તેમાં વધ-ઘટ કદી ન થાય, કારણકે આત્માને ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી, માત્ર તેનું સ્વરુપ બદલી શકાય છે. અપવિત્રને પવિત્ર, કર્મયુક્તને કર્મમુક્ત, સંસારીને સિદ્ધ બનાવી શકાય છે. આમ આત્મા જેમ અનાદિ છે, તેમ અંત વિનાનો એટલે કે અનંત પણ છે. આ દુનિયા પણ અનાદિ અનંત છે; પણ દરેક આત્માનો પોતાના કર્મ સાથેનો સંયોગ વ્યક્તિગત છે, માટે તેનો અંત આવી શકે છે.
આ દુનિયામાં તમામ સંસારી આત્માઓ કાયમ માટે કર્મના સંયોગવાળા હોવા છતાં, વ્યક્તિગત રીતે કોઇ આત્મા સાધના કરીને પોતાના કર્મોને છૂટા પાડી,કર્મસંયોગ વિનાનો બનીને મોક્ષે પહોંચી શકે છે. જો તેમ ન હોય તો
તત્વઝરણું
19 ૨૨