________________
'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૮ ગુરુવાર, તા. ૧-૦૮-૦૨
તરણતારણહાર દેવાધિદેવ પરમાત્માની કરુણા વિશ્વના સર્વ જીવો ઉપર સતત વરસી રહી છે. પરમાત્મા કહે છે કે, “માત્ર તું મારી સન્મુખ થા. પછી બાકીનું બધું હું સંભાળી લઇશ.'' પણ આપણે જ પરમાત્માની સન્મુખ ન થતાં હોઇએ તો ગુનો કોનો ?
આવા કરુણાસાગર પરમાત્મા, અકાળે છોકરાને મારે ? યુવાનવયે કોઇને વિધવા બનાવે? ધંધામાં મોટું નુકશાન કરાવે ? છોકરીની સગાઇ ન થવા દે ? દીકરાને સેટ ન થવા દે? ના, પરમાત્મા આવું કદી ન કરે. જો પરમાત્મા આ બધું કરે છે, એમ માનશો તો એવા ભગવાન ઉપર શ્રદ્ધા ઊઠી જશે. તેને માનવાની જરૂર જ નહિ રહે. આવા ક્રૂર ભગવાન બનવાનું મન જ નહિ થાય. માટે આવું ન મનાય. ભગવાન આ બધું કરતાં નથી; ભગવાન તો મહાશક્તિશાળી કરુણાસાગર છે; તેવા આપણે બનવું જોઇએ. તે માટે ધર્મારાધના કરવી જોઇએ. શું આપણે ભગવાન ન બની શકીએ ?
મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ બનડશોને પૂછાવેલ કે, “શું તમે પુનર્જન્મમાં માનો છો ? જો ખરેખર પુનર્જન્મ હોય તો તમે આવતા ભવે. કયાં જન્મ લેવા ઇચ્છો છો ?' જવાબમાં બર્નાડશોએ જણાવ્યું, “હું પુનર્જન્મમાં માનું છું; જે ખરેખર પુનર્જન્મ હોય તો હું આવતા ભવે ભારતમાં જૈન કુળમાં જન્મ લેવા ઇચ્છું છું, કારણકે વિશ્વના જુદા જુદા ધર્મો એમ માને છે કે ભગવાન તો એક જ હોય; બીજું કોઇ ભગવાન ન બની શકે. એક માત્ર જૈન ધર્મ જ એમ માને છે કે સૌ કોઇ ભગવાન બની શકે. ભગવાન બનવાની મોનોપોલી કોઇ એક વ્યક્તિને આપવામાં નથી આવી. જે આત્મા રાગ-દ્વેષને ખતમ કરવાની સાધના કરે તે તમામ ભગવાન બની શકે. અત્યાર સુધીમાં અનંતા આત્માઓ ભગવાન બન્યા છે અને ભવિષ્યમાં હજુ અનંતા આત્માઓ ભગવાન બનશે. મારે પણ ભગવાન બનવું છે, માટે હું જૈનધર્મમાં જન્મ લેવા ઇચ્છું છું.' આપણને મળેલો જૈનધર્મ કેટલો બધો મહાન છે તે આ વાતથી સમજાય છે. -
જૈન ધર્મ કહે છે કે દુનિયા ભલે ભગવાને બનાવી નથી, પણ આ દુનિયાનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ બતાડીને ભગવાને આપણી ઉપર જોરદાર ઉપકાર કર્યો છે. દુર્ગતિના રસ્તા અને સદ્ગતિના ઉપાયો બતાડવાપૂર્વક ઠેઠ મોક્ષનો માર્ગ બતાડીને તેમણે અકલ્પનીય ઉપકારની હેલી વરસાવી છે. માર્ગોપદેશકતા ભગવાનનો મહત્ત્વનો ગુણ છે.
ધોધમાર વરસતા વરસાદમાં કોઇ સાધન ન મળતું હોય ત્યારે, તમારા તત્વઝરણું
૧૯