________________
વળી, પરમાત્મા આપણા માટે આલંબન રુપ છે; તેમના આલંબને આપણે ભક્તિ કરી શકીએ છીએ. દર્શન થતાં જ માથું ઝુકી જાય છે; અહંકારનો નાશ થાય છે; નમ્રતા પેદા થાય છે; જેટલા ઉચા દ્રવ્યોથી પૂજા કરીએ તેટલી ધનાદિની મૂચ્છ દૂર થાય છે; પ્રભુભક્તિના આ તાત્કાલિક લાભો છે. વળી પુષ્કળ પાપ નાશ પામે, તેથી વિઘ્નો નાશ પામે, ઉપસર્ગો દૂર થાય; માનસિક પ્રસન્નતા પેદા થાય; પુણ્ય બંધાય, પરિણામે સુખ, સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધિગતિ = મોક્ષ મળે.
જૈન શાસન નિશ્ચય અને વ્યવહાર સાપેક્ષ છે. એકલો નિશ્ચય ન ચાલે. એકલો વ્યવહાર પણ ન ચાલે. બંનેનો સમન્વય કરવો જોઇએ. પરમાત્મા વીતરાગ છે, રાગ-દ્વેષ વિનાના છે, મોક્ષે ગયા છે, ફરી આ દુનિયામાં આવવાના નથી, તેઓ સ્વરુપમાં રમણ કરે છે, વગેરે નિશ્ચયનયની વાતો છે.
લોગસ્સસૂત્રમાં “તિર્થીયરા મે પસીયંતુ'' તીર્થંકર પરમાત્મા મારી ઉપર પ્રસન્ન થાઓ' વિનંતી કરીએ છીએ, તે ખબર છે ને ? પરમાત્મા કરુણાના મહાસાગર છે, ભક્તોના દુઃખો દૂર કરે છે, આપણી ઉપર પ્રસન્ન થાય છે, પરમાત્માની અમીદષ્ટિથી સઘળા કાર્યો સિદ્ધ થાય છે વગેરે વાતો વ્યવહાર નયની છે. આ નિશ્ચય અને વ્યવહાર, બંનેની વાતોનો યોગ્ય સમન્વય કરીએ, ત્યારે જૈન શાસનને બરોબર સમજયા કહેવાઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
posla afis ule folkl
o
ત્રણ અનાદેિને બરોબર ઓળખી લો. | _
| ૧) આત્મા અાઠે છે. 1) નાના બUs :
| ૨) આ સંસાર અનાદિ છે. 2 | જી ૩) આત્મા અન્ને કર્મનો સંયોગ અનાદિ છે.
D
E
SODIO taste isopos
so
tolor
તત્વઝરણું
.
૧૮