Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અરૂપી કહ્યા છે. અહીં અરૂપી નો સામાન્ય અર્થ રૂપ [વણી નો અભાવ થાય છે. પણ ઉપલક્ષણથી રૂપ-રસ ગંધ અને સ્પર્શ એટલે કે વર્ણાદિ ચતુષ્ક નોઅભાવ જાણવો
અહીંઅરૂપી પણું કહ્યું હોવાથી આ ચારે દ્રવ્યોનું જ્ઞાન ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી થતું નથી. કેવળજ્ઞાની ભગવંતો ને જ આ ચારે દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે છે.
* ૨- સૂત્રમાં મુકેલ છે સમુચ્ચય અર્થ નેજણાવે છે. જ વિશેષ:$ નિત્યત્વ અને અવસ્થિત ના અર્થમાં શો તફાવત છે? નિયત્વ એટલે પોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી શ્રુત ન થવું તે અને
અવસ્થિતત્વ એટલે પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે.
જેમ જીવતત્વ પોતાનાદ્દવ્યાત્મક સામાન્ય સ્વરૂપને અને ચેતનાત્મક વિશેષ રૂપને કયારે પણ છોડતું નથી, એ તેનુ નિત્યત્વછે અને ઉકત સ્વરૂપને છોડ્યા વિના પણ તે અજીવતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી, એ તેનું અવસ્થિતત્વ છે.
સારાંશ એ કે પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરવો તે નિત્યત્વ અને પારકા સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે અવસ્થિતત્વ એ બંને અંશો કે ધર્મો બધાં દ્રવ્યોમાં સમાન છે તેમાં નિયત્વ કથનથી જગતની શાશ્ર્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વ કથનથી પરસ્પર મિશ્રણનો અભાવ સૂચિત થાય છે.
આ રીતે પાંચે દ્રવ્યોમાં પર્યાયાશ્રિત પરિવર્તનશીલતા હોવા છતાં પણ તે પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે અને એકબીજા સાથે રહેવા છતાં પણ એકબીજાના સ્વભાવ-લક્ષણ થી અસ્પષ્ટ જ રહે છે તેથી કરીનેજ આ જગત અનાદિ નિધન છે અને એનાં મૂળતત્વોની સંખ્યા પણ એક સરખી જ રહે છે.
# ધર્માસ્તિકાય આદિ અજીવને તત્વ અને દ્રવ્ય કહ્યા છે તો તેનું સ્વરૂપ પણ હોવું જ જોઈએ છતાં તેને અરૂપી કેમ કહ્યા?
અહીં અરૂપિવનો અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તો ધર્માસ્તિકાય આદિ તત્વોને પણ હોય જ છે કેમકે જો એમને કોઈ સ્વરૂપજન હોય તો તે ઘોડાના શીંગડામાફક વસ્તુ રૂપે સિધ્ધજનથાય.
અહીંયા અરૂપિવના કથનથી રૂપ એટલે કે મૂર્તિનો નિષેધ કર્યો છે. રૂપનો અર્થ અહીંયા મૂર્તિજ છે રૂપ આદિ સંસ્થાન પરિણામને અથવા રૂપ, રસ, ગંધઅને સ્પર્શના સમુદાયને મૂર્તિ કહે છે. આવી મૂર્તિ [આકાર નો ધર્માસ્તિકાયાદિચાર તત્વોમાં અભાવ હોય છે. આટલી જ વાત અરૂપી પદ થી સમજવી.
# પુલમાં અરૂપીપણાનો અપવાદ-પુદ્ગલ દ્રવ્યને હવે પછીના સૂત્રમાં રૂપી કહ્યું છે રૂપી એટલે મૂર્ત. એટલે કે જગતમાં જે જે કંઈ દેખાય છે તે સર્વે પગલોનો વિકાર જ સમજવો બાકીના તત્વો તો અરૂપી છે તેથી દેખાવાના છે જ નહી.
શંકા- તો એક માણસ બીજા માણસને જોઈ શકે છે તેનું શું? શું માણસ એ જીવ નથી. -માણસ જીવ છે જે તે વિષયે કોઈ શંકા નથી. પણ અહીં સમજવાનું છે કે જીવ પોતે દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org