Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩
૧૫
પણ ચ્યુત થતાં નથી માટે આ પાંચે દ્રવ્યો ને નિત્ય કહ્યાં છે. [અહીં સામાન્ય સ્વરૂપ તે દ્રવ્યોનું અસ્તિત્વ અને વિશેષ સ્વરૂપ તે ગતિશ્વેતૃત્વ-સ્થિતિ હેતુત્વ વગેરે]
- न एते धर्मादयः कदाचिद् धर्मादिभावं परित्यकतवन्तः परित्यजन्ति परित्यक्ष्यन्ति च ईति અહીંનિત્યતાની વાત દ્રવ્યને આશ્રીને જ સમજવી પર્યાય થી ઉત્પાદ અને વિનાશબંને થતા હોય તેનું ધ્રુવપણું રહેતુ નથી પણ દ્રવ્યથી તે નિત્ય જ છે આ રીતે ધર્માદિ પાંચે દ્રવ્યોની સકલ કાળ અવિકારિણી સત્તાનું પ્રતિપાદન સૂત્રકાર મહર્ષિ કરે છે. યત્ સો ભાવાત્ નવ્યતિ न व्येष्यति तन्नित्यम् इति भवति भावः
અવસ્થિત :-અવસ્થિત એટલે સ્થિર
– પાંચે દ્રવ્યો સ્થિર પણ છે કેમ કે તેની સંખ્યામાં કયારેય વત્તા ઓછાપણું થતું નથી કેમ કેબધાંદ્રવ્યોઅનાદિનિધન છેઅનેતેમનું પરિણમન પરસ્પર એકબીજામાં કયારેય થતું નથી. બધા દ્રવ્યો લોકમાં એક બીજા સાથે સંબંધ રાખે છે પણ કોઇ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પરિણત થતું નથી કે બીજા દ્રવ્યને પોતામાં પરિણામાવતુ નથી. તેથી પાંચે દ્રવ્યો ને અવસ્થિત-એટલે કે સ્થિર કહ્યા છે.
જેના ધર્મોનુપરાવર્તન કેસંક્રમણ ન થાય તે અવસ્થિત. જીવમાંઅજીવના ગુણનુંકેઅજીવમાં જીવના ગુણનું સંક્રમણ થતું નથી તે તે દ્રવ્યો પોત-પોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાનનો બીજો અર્થ છે સંખ્યા ની હાનિ વૃધ્ધિ નો અભાવ અહીં ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો સદા રહે છે તેમજ પાંચની સંખ્યામાં પણ સદા રહેજ છે માટે તેને અસ્થિત કહ્યા છે.
આ પાંચે દ્રવ્યો અનાદિ કાળથી સ્થિત છે અને અનંતકાળ પર્યન્ત સ્થિત રહેવાના છે. તેનોકોઈ કર્તા નથી એટલે તે કયાંથી ઉત્પન્ન થયા, શામાંથી ઉત્પન્ન થયા વગેરે પ્રશ્નો નિરર્થક છે.
–અવસ્થિત શબ્દ સૂચવે છે કે ધર્માદિક દ્રવ્યો માં ગતિકાર્ય-સ્થિતિકાર્ય,ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય,મૂર્તત્વ-અમૂર્તત્વ આદિ અનેક પરિણમન થવા છતા પણ કયારેય ધર્માદિક માં મૂર્તત્વ કે ચેતનત્વ આવી શકતુનથી, જીવોમાં અચેતનત્વ આવતું નથી કે પુદ્ગલોમાં અમૂર્તત્વ આવતું નથી. તેથી જ નિત્ય પછી અવસ્થિત શબ્દ કહેલ છે.
–સર્વદા પંચાસ્તિકાયાત્મક જગત હોવાથી અહીં સંખ્યાનિયમ કહ્યો કે પવૈમન તાનિ । ચૂનીધિનિ વા, જિસ્ય ચ તત્ પર્યાયત્વાત્ તિ । [આ રીતે સિધ્ધસેનીયટીકામાં છ દ્રવ્યની વાતનો પરોક્ષ ઉત્તર પણ કહી દીધો કે કાળ એ તેનો પર્યાય હોવાથી દ્રવ્ય સંખ્યા પાંચ જ છે. ચાર કે છ નહીં
* અરૂપીઃ-પુદ્ગલો રૂપી છે તેવું કથન હવે પછીના સૂત્ર ૬:૪ માં રૂપિળ: પુર્વાજા: સૂત્ર માં કરેલ છે. તેથી બાકીના ચાર એટલેકે ધર્મ-અધર્મ-આકાશ અને જીવ એ ચાર ને અરૂપી જાણવા.
–રૂપ એટલે મૂર્તિ(આકાર)
–રૂપના મર્તિ અર્થ થકી સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ એ ચારે પણ સમજી લેવા
આ રૂપી પણું ન હોય તે અરૂપી કે અમૂર્ત સમજવા.
—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યોને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org