________________
૧૨
પાઠ કરવા ઇચ્છનારને શંકા ન રહે તે માટે તે બધું નેંધ્યું છે.
પૂર્તિ વિભાગનાં જે સ્થળોએ વાચકનું ખસૂસ ધ્યાન ખેંચવા જેવું લાગ્યું, તે સ્થળો પણ શુદ્ધિપત્રમાં ઉમેરી લીધાં છે.
અંતે શ્રી રામાનન્દ પ્રિ. પ્રેસવાળા સ્વામી શ્રી. ત્રિભુવનદાસજી શાસ્ત્રી અને તેમના કાર્યકરોને હાર્દિક આભાર માનું છું. તેમણે આ કામમાં પિતાના પ્રેસની સર્વ તાકાત અને સામગ્રી ઉત્સાહ પૂર્વક તથા ભાવનાપૂર્વક રેડી છે. તે જ પ્રમાણે શ્રી. બાલગોવિંદ કુબેરદાસની કંપનીવાળા શ્રી. જિતેન્દ્ર પરીખનો પણ આભાર માનવો ઘટે. તેમના તેમ જ કંપનીને બીજા કાર્યકરોના સેવાભાવી સહકાર વિના આ પુસ્તક આ સમયે છપાવીને બહાર પાડવું મુશ્કેલ બન્યું હોત.
નેપાળદાસ જીવાભાઈ પટેલ
નેધ : મૂળ ગુરૂમુખી લિપિમાં જોડિયા “ ની જોડણી જેડિયા રિ જેવી કરી હોય છે. કેટલીક નાગરી આવૃત્તિઓમાં તેને જોડિયા “ઋ' તરીકે જ ઉતારી હોવાથી, આ પુસ્તકમાં પણ તેમ કર્યું છે. જેમકે, “અંખ્રિતને બદલે અંમૃત; “દ્વિસટી'ને બદલે દસટી ઇ.