________________
10
પધ અનુવાદની મદદ લીધા. ઉપરાન્ત, ‘ગુરુ નાનક પંચ-શતાબ્દી’ વખતે નવાં પ્રકાશિત થયેલાં પ્રમાણભૂત સાધનાના ઉપયાગ પણ કર્યાં છે. મૂળના કેટલાક શબ્દોના ભાવાર્થ સમજાતા હેાવા છતાં, કાશના નિશ્ચિત અર્થ આપી શકાય તેમ ન હેાવાથી, મેં ઇડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’ વાળા શ્રી. મેાહીન્દર સિંઘની મદદ માગી. તેમણે તેમના ભાવુક અને જાણકાર પિતાશ્રીની મદદ એ બાબતમાં મેળવી આપીને મને તેમ જ ગુજરાતી વાચક-વર્ગને આભારી કર્યા છે.
મૂળ પદ્ય અનુવાદમાં આવતી નાંધા ઉપરાંત જે નવી નોંધા મેં ઉમેરી છે, તેમને જુદી પાડવા તેમને અંતે ‘—સંપા॰' એવી સત્તા મૂકેલી છે. દરેક અષ્ટપદીનાં પદોને વિષયની સમજૂતીવાર રજૂ કરતી તેમની સળંગ નોંધ પદ્ય અનુવાદમાં બુદા ખંડ તરીકે મૂકેલી હતી, તેને બદલે તે તે પદને અંતે કે શરૂઆતમાં તેમાં પ્રસ્તુત ભાગ આ વખતે ગેાઠવી લીધેા છે. તેથી ‘સુખમની' ગ્રંથ પણ, ‘જપ’ના તેમના પદ્મ સ`પાદનની પેઠે, સળંગ, દરેક પદમાં આવતા વિષયના સૂચન અને ટિપ્પણવાળા બની રહે છે. એ વિવ રણમાં વધુ વિગત પૂરવા જે ભાગ મેં નવા ઉમેર્યાં છે, તે આવા [ ] કૌંસમાં મૂકયો છે.
તે ઉપરાંતના ગ્રંથ પરિચય' અને ગુરુ અર્જુનદેવ’ એ એ પ્રાસ્તાવિક ખડાને કંઈક સંક્ષેપમાં શરૂઆતમાં જ રહેવા દીધા છે.
‘પુરવણી' વિભાગને બદલે મે પરિશિષ્ટો રાખ્યાં છે. પહેલુ પરિશિષ્ટ ‘શીખ ઉોધનની વિશિષ્ટતા' છે, જે મૂળના ‘શીખક્તિ’ ખંડમાંથી જુદું તારવેલું છે; અને બીજી પરિશિષ્ટ અધ્યાપક ટી. એલ. વાસવાણીના પુસ્તકમાંથી અનુવાદિત કરેલું ‘સુખમનીની શ્રેષ્ઠતા' એ મથાળે જેમનુ તેમ ઉતાર્યું છે.
આમ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની સંપાદિત આ અગત્યની કૃતિને તેમની મરજી અનુસાર નવા સરકરણ રૂપે પ્રકાશિત