________________
વાચકને અપાય તે સારું. એમ, આ કામ ગયાં દશ વર્ષમાં ટુકડે ટુકડે તયાર થયું છે. છેવટે આજ વાચક આગળ મૂકી શકું છું તેથી આનંદ છે.”
ત્યાર પછી તા. ૧૫-૧૧-'૪૯ ના રોજ તેની બીજી આવૃત્તિ વખતે તે જણાવે છે –
શીખ ગુરુઓની વાણી જે પ્રદેશમાં મુખ્ય રેલાઈ તે આજે છિન્નભિન્ન પડ્યો છે. તેની વસ્તી નાસભાગ કરીને, એક હતી તેની બે થઈ છે. એકતાની સંદેશ-ભૂમિમાં આ બીના બની એમ ઇતિહાસ-પુરુષની બલિહારી જ છે.
સિંધના હિંદુઓમાં પણ ગુરુઓને સંદેશો પહોંચ્યો હતે. રામ કૃણુ પેઠે જ તેઓ બાબા નાનકને પણ શ્રદ્ધાભકિતથી માને છે. સિંધી સ્ત્રી-પુરુષો આજ સુધી “જપજી” તથા “સુખમનીને પાઠ ભક્તિભાવથી કરે છે. હિજરત કરીને આવેલા એક સિંધી ભાઈ કહે છે, ગીના અમે ઓછી જાણીએ છીએ, આ બે શીખ ભક્તિ-કાવ્યોને અમારે ત્યાં વધારે પાઠ થાય છે. આમાં કદાચને તેની સાદી સમજાય એવી ભાષાનું પણ એક કારણ હશે.
“આ (સિંધ) પ્રદેશનાં ભાઈબહેને હિજરત કરી આપણે ત્યાં પણ આવ્યાં છે. એમની સાથે અનુસંધાન કરવાની દૃષ્ટિએ આ કાવ્ય આપણે માટે નવું મહત્ત્વ પામે છે. બીજી બાજુથી જોતાં સિંધી ભાઈઓને ગુજરાતી શીખવામાં પણ આ અનુવાદ સારી મદદ કરી શકે.”
અને આ જ વિચારસરણીથી આગળ વધતાં જ્યારે તેમના સંપાદન કરેલા જપજી” ગ્રંથની બીજી આવૃત્તિ તૈયાર કરવાની થઈ, ત્યારે તેઓશ્રીએ એક હિંમતભર્યું પગલું આગળ ભર્યું અને અનુવાદની ઉપર મૂળ પાઠ દેવનાગરી લિપિમાં આપ એમ નક્કી કર્યું, જેથી સૌ કોઈને મૂળ વાણીને પ્રસાદ ચાખવાને લાભ પણ