Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૯
બહુવ્રીહિ સમાસ પામે છે. જો અન્યપદનો અર્થ સંધ્યેયવાચી હોય અને જે વિગ્રહવાક્યમાં દ્વિતીયાદિ વિભક્ત્યન્ત પદથી જણાવેલો હોય.
વિવેચનઃ- પ્રશ્નઃ- આ સૂત્રને ઉપરનાં આસન્નાપૂરા... ૩-૧-૨૦માં ભેગું કર્યું હોત તો પણ સમાસ સિદ્ધ જ હતો તો સૂત્ર જુદુ શા માટે કર્યું ? જવાબઃ-નીચેના સૂત્રમાં અવ્યયની અનુવૃત્તિ લઈ જવા માટે. જો ઉપરનાં સૂત્રમાં ભેગું કરે તો સમાસ તો થઈ જાત. પણ અવ્યયની સાથે આસત્ર વગેરે નામોની પણ અનુવૃત્તિ સાથે આવે. કારણ કે “યોગ પ્રવિણનામ્ સદૈવ પ્રવૃત્તિ: સદૈવ નિવૃત્તિ:" એક સૂત્રમાં જેનો જેનો યોગ હોય તેની સાથે જ અનુવૃત્તિ ચાલે અને સાથે જ નિવૃત્તિ થાય. માટે અવ્યયમ્ સૂત્ર જુદુ બનાવ્યું. ૩-૧-૧૯, ૨૦, ૨૧ સૂત્રથી થતાં સમાસો સંખ્યાબહુવ્રીહિ કહેવાય છે.
પ્રાર્થ ચાને ચ । રૂ-૧-૨૨.
અર્થ:- પાથૅ - સમાનાર્થક. એક અથવા અનેક નામ તેમજ અવ્યય નામ, નામનીં સાથે ઐકાર્થ ગમ્યમાન હોય તો બહુવ્રીહિ સમાસ પામે છે. જો અન્યપદ દ્વિતીયદિ વિભક્ત્યન્ત પદથી જણાવેલું હોય તો. સૂત્ર સમાસ:- : અર્થ: યસ્ય તદ્ - પાર્થમ્ (બહુ.)
ન મ્ - અનેર્ (નગ્. તત્પુ.)
વિવેચનઃ- આ સૂત્રમાં ઉપરનાં બે સૂત્રોનો સમાવેશ કરી લીધો હોત તો ચાલત. કારણ કે આ અને ઉપરનાં બંને સૂત્રો ઐકાર્થમાં જ થાય છે તેથી સૂત્રો જુદા કરવાની જરૂર નહોતી. છતાં સૂત્રો જુદા કર્યા છે તે લક્ષળ પ્રતિપોયો... એ ન્યાયથી ઉપરના સૂત્રોથી થતાં સમાસોને પ્રમાળો... ૭-૩-૧૨૮ થી ૩ સમાસાન્ત પ્રત્યય થશે. અને આ સૂત્રથી જે સમાસો થાય તેને શેષાદ્ વા ૭-૩-૧૭૫ થી વ્ સમાસાન્ત પ્રત્યય થશે.
બહુવ્રીહિ સમાસ માટેનું આ મુખ્ય સૂત્ર છે આ સૂત્રથી થતાં સમાસોને “સમાનાધિકરણ બહુવ્રીહિ” કહેવાય છે.
હ્રા - એક અધિકરણ, સરખી વિભક્તિ છે જેની તે.