Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૭૧
વિશેષત કરાય અર્થાત્ જૂદી કરાય છે તે વ્યવચ્છેદ્ય છે અર્થાત્ વિશેષ્ય
છે.
પ્રવૃત્તિનિમિત્ત = શબ્દનાં પ્રયોગમાં જે ગુણો વગેરે નિમિત્ત બને તેને તે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે.
વ્યુત્પત્તિનિમિત્ત = વિગ્રહનાં પ્રયોગમાં જે ગુણો વગેરે નિમિત્ત બને તેને તે શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય છે.
સૂત્રમાં વનું ગ્રહણ અનુકર્ષણ માટે નથી. સમુચ્ચય માટે છે. તેથી તત્પુરૂષ અને કર્મધારય એમ અર્થ ન કરતાં તત્પુરૂષ કર્મધારય એવો અર્થ થયો.
સૂત્ર સમાસઃ- : અર્થ: યસ્ય તદ્ પાર્થ (બહુ.)
વિવેચનઃ- નીજોત્પન્નમ્ - વિશેષણ નીલ છે અને વિશેષ્ય ઉત્પન્ન છે. તેનો આ સૂત્રથી તત્પુરૂષ કર્મધારય સમાસ થયો છે. નૌત્ત વિશેષણ છે તેને વ્યવચ્છેદક કહેવાય છે. અને ઉત્પત્ત વિશેષ્ય છે તેને વ્યવચ્છેદ્ય કહેવાય છે. શ્વેતરક્તાદિ એવા અન્ય ઉત્પલોથી નીલ વિશેષણ આ ઉત્પલને વ્યાવૃત કરે છે. જૂદું કરે છે.
खञ्जकुण्टः, कुण्टखञ्जः આ સૂત્રથી જ્ઞ અને હ્રષ્ટ નામનો તત્પુરૂષ કર્મધારય સમાસ થયેલો છે. અહીં બન્ને શબ્દો ગુણવાચિ છે. તેથી બન્ને શબ્દો અપ્રધાન હોવાથી સ્વૈચ્છિક પૂર્વનિપાત થઈ શકે છે. જ્યારે જે શબ્દની વિશેષણ રૂપે વિવક્ષા કરાય ત્યારે તે શબ્દ અપ્રધાન બને અને તે વિશેષણનો પૂર્વપ્રયોગ થાય છે.
-
વજ્ર = પાંગળો, રુટ = લૂલો.
અનેક લૂલા માણસોમાંથી જે પાંગળો છે તે આવે એમ કહીએ ત્યારે ઘરૢ વિશેષણ બને તેથી તેનો પૂર્વપ્રયોગ થાય અને અનેક પાંગળાઓમાંથી જે લૂલો છે તે આવે એમ કહીએ ત્યારે છુટ વિશેષણ બને તેથી તેનો પૂર્વપ્રયોગ થાય છે.
એવી જ રીતે શુવસ્તા:, કૃષ્ણશુવન્ત: વગેરે પ્રયોગ થશે.