________________
૧૦
સંયમ કબ હી મિલે? દીકરો મને બચાવશે એવી આશા બકરાના મનમાં જાગે છે, ફરી ફરી એ દુકાનના પગથિયા ચડી જાય છે. કસાઈ લાકડીના માર મારી મારીને એને પાછો નીચે પાડે છે. બકરો મરણિયો બન્યો છે ને કસાઈ ઘાતકી બન્યો છે. લોહી નીગળતો બકરો ફરી દુકાનમાં ચડે છે. કસાઈ કંટાળીને કહે છે – આ બકરાને અહીં જ આવવું છે. પચાસ રૂપિયા આપો તો અહીં જ એને છોડી જાઉં. બકરો આંખોમાં આશાનું અંજન આંજીને દીકરાની સામે જોઈ રહ્યો છે. ત્યાં દીકરો તો છણકો કરીને કહે છે – “મારે બકરાનું શું કરવું છે ? લઈ જા એને.' ખલાસ, કસાઈએ મારી મારીને બકરાને અધમુઓ કરી નાખ્યો. ઘસડી ઘસડીને એને લઈ ગયો. એને મુશ્કેરાટ બાંધીને એક ઝાટકે એનું ગળું કાપી નાખ્યું. લોહીનો ફુવારો ઉડ્યો. વેદના આસમાનને આંબી. એ હરામખોર દીકરો....મેં એને લાખો રૂપિયા આપ્યા ને એ ફક્ત પચાસ રૂપિયા માટે ય મને...' આવા ભયંકર રૌદ્રધ્યાનમાં બકરો મૃત્યુ પામ્યો અને મરીને સીધો પહેલી નરકમાં પહોંચી ગયો. કરોડો-અબજો-અસંખ્ય વર્ષ સુધીની કાળી વેદનાઓ એને ઘેરી વળી. પપ્પા, આ બધી યાતનાઓના મૂળમાં શું? ફકત બે પૈસાની અનીતિ. પપ્પા, શું આપ ઇચ્છો છો કે આપણી સાથે ય આવું થાય. You know very well papa, આજની અનીતિ કેટલા પૈસાની છે ?