________________
સંયમ કબ હી મિલે ?
પણ આપણે એ નથી સમજી શકતા
કે ધર્મની ઉપેક્ષા એ જ સુખની ઉપેક્ષા છે.
કારણ કે સુખનો સ્રોત એ ધર્મ સિવાય બીજું કોઈ જ નથી.
સંસારના કહેવાતા સુખો લાખો દુ:ખોની ખાણ હોય છે. ઋષિભાષિતસૂત્રમાં કહ્યું છે -
-
अप्पं च आउं इह माणवाणं, सुचिरं च कालं णरएसु वासो ।
सव्वे यकामा णिरयाण मूलं, को णाम कामेसु बुहो रमिज्जा ? ॥
મનુષ્ય ભવનું આયુષ્ય સાવ થોડું છે
ને નરકનું આયુષ્ય ખૂબ ખૂબ લાંબુ છે.
સર્વ કામભોગો નરકનું મૂળ છે.
કામભોગમાં આસક્ત થયા
એટલે નરકથી બચવાનો કોઈ જ રસ્તો નહીં રહે.
એવો કયો ડાહ્યો માણસ હોય, જે કામભોગોમાં આસક્ત થાય ? સમજદાર માણસ કદી આવી ભૂલ કરી જ ન શકે.
મમ્મી,
Please try to understand, સંસારમાં સુખ છે જ નહીં. હા, સુખની આશા , સુખની તૃષ્ણા છે. સુખ મળ્યું એવો ભ્રમ છે. પણ સુખ નથી.
મૃગતૃષ્ણા જેવી છે અહીં સુખતૃષ્ણા.
બિચારો જીવ સુખની પાછળ દોડ્યા જ કરે...દોડ્યા જ કરે...
૨૫
એ હાંફી જાય, થાકી જાય, ઠેસ ખાય, ઘાયલ થાય, અધમૂઓ થઈ જાય,
ફરી દોડે, ફરી માર ખાય,
આઘાતો ને પ્રત્યાઘાતો એને જર્જરિત કરતા જાય,