Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 76
________________ ૭૬ મમ્મી, કદાચ તું એમ કહે, કે આ કાળમાં ચારિત્રની ગમે તેટલી સાધના કરો, તો પણ મોક્ષ તો થવાનો નથી, તો પછી સાધના કરીને શું ફાયદો ? એના કરતા તો મહાવિદેહમાં જન્મ લઈને ત્યાં દીક્ષા લેવી સારી, કારણ કે મોક્ષમાર્ગ તો ત્યાંથી ચાલુ છે. પણ મમ્મી, સંયમ કબ હી મિલે ? હકીકતમાં મોક્ષ ભરતક્ષેત્ર કે મહાવિદેહ ક્ષેત્રને નથી બંધાયેલો પણ સાધનાને બંધાયેલો છે. ચોથા આરામાં પણ બધા આત્માઓ મોક્ષે નથી જતાં. અરે, મોક્ષની વાત તો ક્યાં કરવી ? ચોથા આરામાં જ સાતમી નરકમાં જનારા પણ હોય છે. આજે ય મહાવિદેહક્ષેત્રમાં આવા આત્માઓ પણ છે જ. ચોથા આરામાં ય જેઓ સંયમની સાધના કરે તે બધાંનો તે જ ભવમાં મોક્ષ નથી થતો. સીમંધરસ્વામી ભગવાનના સો કરોડ સાધુ-સાધ્વીજીના પરિવારમાંથી ફક્ત દશ લાખ સાધુ-સાધ્વીજીને કેવલજ્ઞાન મળ્યું છે. મહાવીરસ્વામી ભગવાનના ચૌદ હજાર શિષ્યોમાંથી ફક્ત સાતસો શિષ્યો એ જ ભવે મોક્ષે ગયા છે. મહાવીરસ્વામી ભગવાનના છત્રીશ હજાર સાધ્વીજીઓમાંથી ફક્ત ચૌદસો સાધ્વીજીઓ જ એ જ ભવે મોક્ષે ગયા છે.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84