Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 80
________________ ८० તું કદાચ ‘પછી’ પર નાંખે, પણ મારું ‘પછી’ એ તારી ‘આજ’ છે. શું તું આજે નીકળી શકે એમ છે ? શું કાલનો કોઈ ભરોસો છે ? Please Mummy, Be Wise, તારે મારી સાચ્ચી મમ્મી બનવાનું છે. કદાચ તું એવું કહે, કે સંયમજીવનની કઠોર ચર્યા હું કેવી રીતે પાળીશ ? મારું શરીર ક્યાં સુધી આ બધી ચર્યાને ખમશે, એવી ચિંતા તને થઈ શકે, પણ મમ્મી, ભગવાનનો એવો કોઈ આગ્રહ છે જ નહીં કે તમારાથી ન થતું હોય તો ય મરી-ફુટીને પણ...ખેંચાઈને પણ આટલી આટલી આરાધના કરવી જ પડશે. ભગવાન તો એટલું જ કહે છે કે તમારી જેટલી શક્તિ પહોંચતી હોય એ આરાધનામાં પ્રમાદ ન કરો. જ્ઞાનસારમાં કહ્યું છે - तदेव हि तपः कुर्याद्, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाण्यपि ॥ સંયમ કબ હી મિલે ?

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84