Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 79
________________ સંયમ કબ હી મિલે ? આ તો એક એન્ટ્રન્સ એકઝામ છે. આ સંઘયણથી સારી આરાધના કરશું એટલે ભવાંતરમાં પહેલું સંઘયણ મળશે. આ બુદ્ધિથી પિસ્તાલીશ આગમો ભણશું એટલે ભવાંતરમાં ચૌદ પૂર્વે ભણી શકાય એવી બુદ્ધિ મળશે. આ ક્ષેત્રમાં ઉચિત સંયમ સાધના કરશું એટલે ભવાંતરમાં ઉત્કૃષ્ટ સંયમ સાધના થઈ શકે એવું ક્ષેત્ર મળશે. આ ભવના ગુરુની પૂર્ણ સમર્પણભાવે ઉપાસના કરશું તો ભવાંતરમાં તીર્થંકર ગુરુ / કેવળજ્ઞાની ગુરુની પ્રાપ્તિ થશે. We are very lucky Mummy, કે આપણને Practice કરવાનો chance મળ્યો છે, વિના અભ્યાસ, વિના ઘડતર, વિના વિકાસ સીધે સીધું જો આપણને મહાવિદેહ ક્ષેત્ર મળી જાત, તો કદાચ આપણે Fail થઈ જાત. કદાચ આપણે ત્યાં તીર્થંકરની આશાતના કરી બેસત ને આપણો સંસાર વધી જાત. તો નિષ્કર્ષ આ છે. This is the best field. This is the best time. આમાં સાધના નહીં કરીએ તો ફરી ક્યારે કરશું ? મમ્મી, अभी नहीं तो कभी नहीं, એવી મારી સ્થિતિ છે. ૭૯

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84