Page #1
--------------------------------------------------------------------------
________________
Heart
to
Heart
દરેક જૈને
એક વાર અવશ્ય વાંચવા યોગ્ય સંવાદ
સંયમ
કબ હી મિલે ?
મુમુક્ષુના હૈયાની વાત માતા-પિતાના હૈયાને
પ્રિયમ્
પ્રાપ્તિસ્થાન - બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - ૩૮૦૦૦૫
Mobile - 9426585904 email - ahoshrut.bs@gmail.com
Page #2
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
सर्वसुखसमादानं, सर्वदुःखविनाशनम् । सर्वजीवहितं वन्दे, पावनं जिनशासनम् ॥
સઘળા સુખોને આપનારા વંદુ જિનશાસન તને સઘળા દુઃખોને કાપનારા વંદુ જિનશાસન તને, સઘળા જીવોને તારનારા વંદુ જિનશાસન તને સઘળા ગુણોને ધારનારા વંદુ જિનશાસન તને.
જિનશાસન
એટલે
જિનાજ્ઞા आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च
भवाय च જિનાજ્ઞાની આરાધનાથી
મોક્ષ
અને જિનાજ્ઞાની વિરાધનાથી
સંસાર. સંયમનો અર્થ છે જિનાજ્ઞા પ્રત્યેની પૂર્ણ શરણાગતિ.
પૂર્ણ સમર્પણ. એ મળી જાય તો
સમજજો કે મોક્ષ મળી જ ગયો.
ખરેખર.
Page #3
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
સસનેહી પ્યારા રે..
CONGRATULATIONS આપનો દીકરો. જે દિવસે આપને આ સંવાદ આપે એ દિવસે મન મુકીને નાચજો. એ દિવસે સમજજો કે આપનું આખું ય કુળ તરી ગયું. એ દિવસે સમજજો કે આપના ઉપર અમૃતવર્ષા થઈ. એ દિવસે સમજજો કે આપનો લાડલો સિંહણનો ધાવેલો છે.
એ દિવસે સમજજો છે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો.
દુનિયા તો તમને લાખ લાખ અભિનંદન આપશે જ, પણ એની પહેલા હું તમને લાખ લાખ અભિનંદન આપું છું. આખી દુનિયામાં આપનાથી વધુ ભાગ્યશાળી અને પુણ્યશાળી બીજા કોઈ જ માતા-પિતા નથી. દીકરાના આ સંવાદના આપ સાક્ષી બનો એ પહેલા એક ખાસ વાત,
Page #4
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
દીકરો નાનો હોઈ શકે છે, પણ સમજણ કદી નાની નથી હોતી. જે ઉંમરે દુનિયા આખી ય અણસમજમાં અટવાય છે એ ઉંમરે આપના કુળદીપકે જે સમજણ પામી છે, એને જરૂર બિરદાવજો, એની વાત ને એની લાગણી આમાંથી કશું ય તૂટી ન જાય એટલું જરૂર ધ્યાનમાં રાખશો. I say again, congratulations, A lot of congratulations.
Page #5
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
પરમ ઉપકારી આદરણીય ધર્મસંસ્કારદાતા પરમ પૂજ્ય માતુશ્રી અને પિતાશ્રીના ચરણોમાં આપના બાળના ભાવભર્યા પ્રણામ. વર્ષોથી જેની નાદાનીને આપ હસીને કે રડીને સતત ખમતા આવ્યા છો ને માફ કરતા આવ્યા છો એ હું.. આપનો બાળ.. આજે કંઈક સમજદારીની... કંઈક આપણા સહુના હિતની વાત કરવા માંગું છું. નાદાની એટલી બધી કરી છે કે હવે સમજદારીની વાત કરતાં ખૂબ સંકોચ થાય છે. છતાં આ વાત કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે લખીને જણાવી રહ્યો છું. આપ ખૂબ જ શાંત ચિત્તે...મધ્યસ્થતા સાથે..એકાગ્રતાપૂર્વક આ વાત વાંચશો એવો મને વિશ્વાસ છે. Please, મારા વિશ્વાસને ટકાવી રાખજો, વાંચ્યા પછી શું કરવું એ તો આપના હાથની જ વાત છે. મારી વિનંતિ એટલી જ છે. મારી પૂરી વાત વાંચજો જરૂર. પૂર્વજન્મોના અનંતાનંત પુણ્યના ઉદયથી મને પંચેન્દ્રિયપણું અને મનુષ્યપણું મળ્યું. આર્યદેશ મળ્યો. પરમ પાવન જૈન કુળ મળ્યું અને આપના જેવા સંસ્કારી માતા-પિતા મળ્યાં. સતત ને સતત આપે મારા સંસ્કારોની કાળજી કરી, મને કુસંગ અને કુસંસ્કારોથી બચાવ્યો. ખોટું કામ કરતા રોક્યો. હજી અનંત પુણ્યનો ઉદય થયો ને મને સરનો યોગ થયો.
Page #6
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
મારા આત્માની વિકાસયાત્રાને એમણે હજી આગળ વધારી. સ્કુલ-કૉલેજમાં મને જેની બારાખડીનો ય પરિચય ન'તો થયો, એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ મને ગુરુદેવની કૃપાથી થઈ. આખા ય સંસારનું ચિત્ર મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. આમ તો મેં મારી આસ-પાસમાં ઘણી વાર એવા શબ્દો સાંભળ્યા હતા, કે સંસારમાં કોઈ સાર નથી. સંસાર અસાર છે...વગેરે વગેરે... પણ હવે મને પોતાને અંતરથી એવું લાગે છે, કે આ વાત સાવ સાચી છે. આપને પોતાને ય આવો અનુભવ છે જ. આપ પોતે જિનશાસનના હાર્દને પામેલા છો. સુશ્રાવક-સુશ્રાવિકા છો. સંસારને પણ આપે જામ્યો છે અને મોક્ષને પણ આપે જાણ્યો છે. આ જીવનમાં ખરેખર શું કરવા જેવું છે, આપણું ખરું લક્ષ્ય શું છે, આત્માનું હિત શેમાં છે, પરલોકમાં શેનાથી સુખ મળશે, એ બધી જ આપને ખબર છે. કાલ સુધી કદાચ એવું પણ બન્યું હોય, કે જ્યારે જ્યારે આપને આત્મહિતના માર્ગે જવાની ઇચ્છા થઈ હોય, ત્યારે ત્યારે આપને મારી જવાબદારીનો અહેસાસ થયો હોય, અને તેનાથી આપ પાછા પડ્યા હો... આપની ભાવના પૂરી ન થઈ હોય. પણ આજે હું પોતે આપને ભાવભરી વિનંતિ કરી રહ્યો છું. ચાલો, આપણે સૌ આત્મહિતના માર્ગે આગળ વધીએ. પરમ પાવન શ્રી પંચસૂત્રના સ્વાધ્યાય દ્વારા મેં જાણ્યું છે કે આ રીતે આલોક પણ સફળ થાય છે અને પરલોક પણ સફળ થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
૩મયોગમાં નીવિત્રં - સાધુતાનું જીવન ઉભયલોકમાં ફલપ્રદ છે.
=
મમ્મી, ભગવાને આ એક એવી વ્યવસ્થા આપી છે
કે જેમાં આલોકની કોઈ જ ચિંતા કરવાની નથી.
પૂરી મોકળાશથી પૂરી અનુકૂળતાથી માત્ર ને માત્ર
પરલોકની જ ચિંતા કરવાની છે.
મમ્મી, સાધુતા એ એવી સ્થિતિ છે, જેમાં આલોકનું સુખ પણ છે
અને પરલોકનું હિત પણ છે - તોપુનું પરોહિતમ્
ઘરે રહીને ય ધર્મ થાય - એવું ઘણા બોલતા હોય છે,
પણ એ ધર્મ કેટલો ને કેવો થતો હોય છે,
એ આપણે બધાં જાણતા જ હોઈએ છીએ,
અને એ થોડા ને કસ વગરના ધર્મને સંસારના મોટા-મોટા પાપો
કેવા ઘોળીને પી જતા હોય છે, એ ય આપણે જાણીએ છીએ. પપ્પા, યુગાદિદેશના ગ્રંથનો એક શ્લોક છે -
क्व गृहस्थाश्रमे धर्मो, यत्राप्यारम्भभीरुभिः ।
एकोदरार्थं षड्जीवा, विराध्यन्ते दिने दिने ॥
ગૃહસ્થપણામાં ધર્મ ક્યાં છે ? કદાચ વધુ કોઈ જ પાપ ન કરાય. કદાચ હ્રદયમાં હિંસાનો ડર પણ હોય
તો ય...માત્ર એક પેટ ખાતર અહીં રોજે રોજ ષટ્કાયના જીવોનો કચ્ચરઘાણ વાળવો જ પડે છે. મમ્મી, શું આ ભયાનક હિંસાનું ફળ નહીં મળે ? એ જીવોને ત્રાસ આપીને, કાપીને, બાળીને, દળીને, તળીને કચરીને, છુંદીને, વાટીને, પીસીને, બાફીને
ને એમની કરપીણ હત્યા કરીને આપણે સુખી થઈશું ?
૭
Page #8
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
જ્યાં સુધી આપણે ઘરમાં હોઈશું, ત્યાં સુધી આપણે પાંચ કતલખાના ચલાવવા પડશે. પર્શ સૂના ગૃહથી - ગૃહસ્થના પાંચ કતલખાના હોય છે. ચૂલો એ પહેલું કતલખાનું છે. ખાંડણિયું એ બીજું કતલખાનું છે. ઘંટી એ ત્રીજું, પાણિયારું એ ચોથું અને મોરી એ પાંચમું. પપ્પા, આપણે તો જીવદયાનો ઝંડો લઈને ફરનારા છીએ. આપણે શા માટે આ કતલખાના ચલાવવા પડે ? અરે, આપણે તો એ પ્રાચીન કતલખાનાઓને વધુ ભયંકર આધુનિક સ્વરૂપ આપી દીધું. ચૂલાની જગ્યાએ આવ્યા ગેસ-સ્ટવ, ઇલેક્ટ્રિક સ્ટવ ને ઓવન. ખાંડણિયાની જગ્યાએ આવ્યા મિક્સર, ઘંટી બની ગઈ ગ્રાઇન્ડર. પાણિયારાની જગ્યાએ ફ્રીઝ ગોઠવાઈ ગયું. ને મોરીની જગ્યા બાથરૂમ, લેટ્રીન ને બેઝીને લઈ લીધી. હિંસાના અનેક ગુણાકારો થઈ ગયા. રોજે રોજ અસંખ્ય ને અનંત જીવોની કરપીણ હત્યા થયા જ કરે.. થયા જ કરે.. થયા જ કરે... ઓ પપ્પા, આપણે શાંતિથી આ બધો વિચાર કરીએ ને? તો ઘર શબ્દથી જ ભયંકર ફફડાટ થઈ જાય, એક ક્ષણ માટે પણ ઘરમાં રહેવું અશક્ય થઈ જાય. વાત આટલેથી પતતી નથી. આ પાંચ કતલખાના ચલાવવા માટે બહાર કેટલા તલખાના ચલાવવાના ?
Page #9
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
કયો ધંધો એવો છે જેમાં હિંસા નથી ?
કઈ નોકરી એવી છે જેમાં કોઈ પાપ નથી ?
કયું કામ એવું છે જેમાં માયા ને મૃષાવાદ નથી ?
કયો વેપા૨ી એવો છે જે ચોર નથી ?
પપ્પા, એક એક ધંધાને જો પગથી માથા સુધી તપાસીએ ને, તો આપણને પગથી માથા સુધી ધ્રુજારી છૂટી જાય,
એક એક ધંધા-નોકરીના મૂળ મોટી મોટી હિંસા સુધી
ને ક્યારેક પંચેન્દ્રિય જીવની હત્યા સુધી પણ પહોંચતા હોય છે.
છેવટે...વધુ કશું જ નહીં તો...
અનીતિ વગરનો ધંધો કરવો એ ફક્ત મુશ્કેલ જ નહીં,
પણ અશક્યપ્રાયઃ છે, એવું આપ પણ કહેતા હો છો,
તો શા માટે આપણે આપણા આદર્શોમાં કોમ્પ્રોમાઇઝ કરવું?
શા માટે આપણું દિલ ડંખે એવું કામ કરવું ?
શા માટે આપણા અંદરના અવાજની ઉપેક્ષા કરવી ?
પપ્પા,
એક ઘટના વાંચી હતી –
કરિયાણાની દુકાને એક કસાઈ આવે છે, રૂ લેવા. દુકાનદાર શેઠ બે પૈસાની ગરબડ કરીને રૂ આપે છે. કસાઈ તો જતો રહે છે, પણ શેઠને માથે એ ઋણ રહી જાય છે.
૯
મરીને બકરો થાય છે, ને એ જ કસાઈ એને પકડી લે છે.
કસાઈ બકરાને બાંધીને ખેંચી ખેંચીને ઘસડી ઘસડીને લઈ જાય છે. રસ્તામાં પૂર્વજન્મની દુકાન આવે છે. બકરો પોતાના દીકરાને જુએ છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વજન્મ દેખાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
સંયમ કબ હી મિલે? દીકરો મને બચાવશે એવી આશા બકરાના મનમાં જાગે છે, ફરી ફરી એ દુકાનના પગથિયા ચડી જાય છે. કસાઈ લાકડીના માર મારી મારીને એને પાછો નીચે પાડે છે. બકરો મરણિયો બન્યો છે ને કસાઈ ઘાતકી બન્યો છે. લોહી નીગળતો બકરો ફરી દુકાનમાં ચડે છે. કસાઈ કંટાળીને કહે છે – આ બકરાને અહીં જ આવવું છે. પચાસ રૂપિયા આપો તો અહીં જ એને છોડી જાઉં. બકરો આંખોમાં આશાનું અંજન આંજીને દીકરાની સામે જોઈ રહ્યો છે. ત્યાં દીકરો તો છણકો કરીને કહે છે – “મારે બકરાનું શું કરવું છે ? લઈ જા એને.' ખલાસ, કસાઈએ મારી મારીને બકરાને અધમુઓ કરી નાખ્યો. ઘસડી ઘસડીને એને લઈ ગયો. એને મુશ્કેરાટ બાંધીને એક ઝાટકે એનું ગળું કાપી નાખ્યું. લોહીનો ફુવારો ઉડ્યો. વેદના આસમાનને આંબી. એ હરામખોર દીકરો....મેં એને લાખો રૂપિયા આપ્યા ને એ ફક્ત પચાસ રૂપિયા માટે ય મને...' આવા ભયંકર રૌદ્રધ્યાનમાં બકરો મૃત્યુ પામ્યો અને મરીને સીધો પહેલી નરકમાં પહોંચી ગયો. કરોડો-અબજો-અસંખ્ય વર્ષ સુધીની કાળી વેદનાઓ એને ઘેરી વળી. પપ્પા, આ બધી યાતનાઓના મૂળમાં શું? ફકત બે પૈસાની અનીતિ. પપ્પા, શું આપ ઇચ્છો છો કે આપણી સાથે ય આવું થાય. You know very well papa, આજની અનીતિ કેટલા પૈસાની છે ?
Page #11
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૧
૧
પપ્પા, શું આપ મને એવા રસ્તે ચલાવવા માંગો છો, કે જે રસ્તે તિર્યંચ અને નરકના આટઆટલા દુઃખો છે. એક ઘર ચલાવવા માટે કેટકેટલી હૈયા હોળીઓ કેટકેટલી હિંસાઓ. કેટકેટલી પાપોની ભરમારો...કેટકેટલી ઉથલપાથલો.. કેટકેટલા રાગ-દ્વેષો...કેટકેટલા કષાયો...કેટકેટલી માથાકૂટો. આખો ભવ આ બધી રામાયણમાં બગાડી દેવાનો અને એના ફળ સ્વરૂપે આવતો ભવ... ના, ભાવિની આખી ભવપરંપરાને ય બગાડી દેવાની. આલોક પણ ગયો...પરલોક પણ ગયો. આલોકમાં દુ:ખી થવું...પાપોના પોટલાઓને ઊપાડવા અને પરલોકમાં અનેકગણા દુઃખી થવું આ જ ગૃહસ્થજીવનનો સાર છે. Kellos 4141, Let's get out of it. उभयलोगसफलं जीवियं શ્રમણજીવનમાં નથી ઘરના કતલખાના. નથી ધંધાની ઉપાધિઓ.. નથી ટેન્શન.. નથી ભય... નથી કોઈની લાચારીઓ...નથી પાપોના પોટલાઓ...
ત્યાં તો છે નિર્દોષ અને અહિંસક જીવન. પ્રસન્ન અને મુક્ત જીવન. મમ્મી, કદાચ તું એમ વિચારે, કે દીક્ષા જીવનમાં આપણે છુટ્ટી થવું પડે, પણ હકીકત એનાથી કંઈક જુદી જ છે. સંસારમાં કદાચ આપણે max. ૨૫-૫૦ વર્ષ ભેગાં રહીશું.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
સંયમ કબ હી મિલે? I say max. Can you understand Mummy? you know very well, આજે કેટલા દીકરા માં સાથે રહે છે ? ને રહે, તો કેવી રીતે રહે છે? મમ્મી, એક છોકરાની દીક્ષા થવાની હતી, એની મમ્મીને કોઈએ પૂછ્યું હતું - “તમારા દીકરાને તમે દીક્ષા આપશો તો શું તમને રડવું નહીં આવે?” એના મમ્મીએ જવાબ આપ્યો હતો, “રડવું તો આવશે, પણ જો દીક્ષા આપીશ તો એક જ વાર રડવું આવશે, જો દીક્ષા નહીં આપું, તો રોજ રડવું આવશે.” મમ્મી, દીક્ષા વિના...વધુમાં વધુ ૨૫-૫૦ વર્ષ સંયોગ. દીક્ષા સાથે જન્મોના જન્મો સુધી...મોક્ષ સુધી સંયોગ. समुदायकडा कम्मा समुदायफल त्ति । પરસ્પરની સહાયથી સાથે કરેલી આરાધના એવા સામુદાયિક કર્મનું ઉપાર્જન કરાવે છે, કે એના મીઠા ફળ પણ સામૂહિક રીતે પ્રાપ્ત થાય છે. સદ્ગતિની પરંપરામાં...દેવલોકમાં ને મનુષ્યલોકમાં ને મોક્ષમાં. પર્વ સુવીદો વિમો - આ રીતે સુદીર્ઘ અવિયોગ થશે. ભવોના ભવો સુધી આપણે સાથે રહીશું...સારી રીતે રહીશું... પરસ્પરના સદ્ભાવપૂર્વક રહીશું અને સુખેથી રહીશું. મમ્મી, If you can read some books, જેમ કે સમરાદિત્ય કથા, પૃથ્વીચન્દ્ર-ગુણસાગર ચરિત્ર, કુવલયમાળા...etc. etc...
Page #13
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
આ બધાં એવા ચિરત્રો છે, જેમાં ચારિત્રસાધનાને કારણે ભવોભવના સુખદ સંયોગોના ઢગલાબંધ ઉદાહરણો છે. ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને આપણને કહ્યા છે.
મમ્મી, આપણે જેમની પૂજા કરીએ છીએ,
આપણે જેમને સર્વજ્ઞ માનીએ છીએ...કરુણાસાગર કહીએ છીએ,
એ ભગવાનની આ વાત છે.
જેઓ કોઈ મા-બાપને દુ:ખી કરવા માંગતા નથી.
એમની વાત તો સર્વ હિતની છે.
એમની આજ્ઞાના પાલનમાં સૌનું હિત છે એમાં કોઈ જ શંકા નથી. મમ્મી,
આપણી ઇચ્છા મુજબ ચાલીને જ તો આપણે સંસારમાં ભટકવા છીએ. આપણી બુદ્ધિએ જ તો આપણને નરકમાં દુઃખી દુઃખી કર્યા છે. અનંતકાળ સુધી અનંતાનંત દુઃખોને ભોગવ્યા પછી
અનંત પુણ્યના ઉદયથી આવો સાચો ધર્મ મળ્યો.
અનંત ઉપકારી દેવ-ગુરુ મળ્યા.
ને હજી ય આપણે એમનું નહીં માનીએ, તો ક્યારે એમનું માનીશું ? આ ભવમાં નહીં છૂટીએ, તો કયાં ભવમાં છૂટીશું ?
મમ્મી,
૧૩
છૂટવાની શક્યતા માત્ર મનુષ્યભવમાં જ છે. એ પણ ગર્ભજ ભવમાં. જ્યાં માતા-પિતા-પુત્ર-પતિ-પત્ની વગેરે સંબંધો હોય છે.
I can understand કે મોહ જરૂર હોય છે.
સંતાનો પ્રત્યેનું મમત્વ સૌને સતાવે.
પણ ક્યારેક તો...કોઈ ભવમાં તો સત્ત્વ દાખવવું જ પડશે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
બધાં જ મોહ અને મમત્વને વિખેરીને સંયમમાર્ગે જવું જ પડશે.
તો જ આપણો મોક્ષ થશે.
તો પછી...એ સત્ત્વ આજે જ કેમ ન દાખવવું ?
જો અનંતકાળ પછી પણ આ મોહને વિખેર્યા વિના
સંયમ કબ હી મિલે ?
આપણું ઠેકાણું ન જ પડવાનું હોય,
તો આ મોહને આજે જ કેમ ન વિખેરી દેવો ?
હૃદય પર પથ્થર રાખીને પણ...આંખ મીંચીને પણ
પરમાત્માના વચનને અનુસરવામાં આપણા સહુનું એકાંતે હિત છે.
ફરી ફરીને ‘વિયોગ'ની વ્યથા પર આવીને
આપણે અટકી જતા હોઈએ છીએ,
પણ મમ્મી, God told us...વિયોગ તો સંસારમાં જ છે.
સંયમમાં નહીં.
अण्णहा एगरुक्खणिवासिसउणतुल्लमेयं
જો સંયમ ન લઈએ, તો ઘર-પરિવાર એ શું છે ?
એક ઝાડ પર રહેલા જુદા જુદા પંખીઓનો મેળો છે.
રાતે વિસામા માટે ભેગા થયા, સવાર પડે ત્યાં ફ૨૨૨. ઇષ્ટોપદેશમાં કહ્યું છે -
दिग्देशेभ्यः खगा एत्य, संवसन्ति नगे नगे ।
स्वस्वकार्यवशाद्यान्ति, देशे दिक्षु प्रगे प्रगे ॥
જુદી જુદી દિશાઓથી ને જુદા જુદા પ્રદેશોથી પંખીઓ આવે છે.
જુદા જુદા વૃક્ષો પર એક સાથે રહે છે
ને સવાર થાય એટલે પોત પોતાના કામને અનુસારે પોતપોતાનો રસ્તો પકડી લે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
સંયમ કબ હી મિલે? આ છે સંસાર, એક ટ્રેનનો ડબ્બો, એક ધર્મશાળા. જેને આપણે “ઘર’ કહીએ છીએ, એ હકીકતમાં આ છે. Please try to understand, આમાં મોહ સિવાય-ભ્રમણ અને અજ્ઞાન સિવાય બીજું શું છે ? અને આનું ફળ પણ દુઃખ સિવાય બીજું શું છે? મમ્મી, કદાચ તારું મન હઠ પકડશે, “ભલે પચાસ વર્ષ તો પચાસ વર્ષ, એટલું તો આપણે સાથે રહીશું.” પણ આ ય આપણી ભ્રમણા હોય છે કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. ઉદ્દામ વૂ - મૃત્યુ ખૂબ જ જબરું છે - ભારે છે - ભલાભલાને ભોંઠા પાડે તેવું છે. એક વાર એ આવ્યું એટલે ખેલ ખલાસ. ધર્મબિન્દુમાં કહ્યું છે – दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मनः । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥ મનુષ્યપણું ખૂબ જ દુર્લભ છે એને પામીને એક જ વસ્તુ કરવા જેવી છે ને એ છે આત્મહિત. એમાં બિસ્કુલ વિલંબ કરવા જેવો નથી, કારણ કે મૃત્યુ અકાળે જ ત્રાટકે છે ને બધું જ શૂન્ય કરી નાંખે છે. Don't we see Mummy? રોજ રોજ કેટલા લોકો મરે છે ! ને કેવી કેવી રીતે કરે છે !
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
સંયમ કબ હી મિલે?
શું આપણો પણ આમાં નંબર નહીં લાગે ? पच्चासण्णो य। Try to look Mummy. It's just here. મોત સાવ જ પાસે છે, એકદમ નજીક. એક જ ક્ષણમાં આપણો ખેલ ખલાસ થઈ શકે છે. શાંતસુધારસ કહે છે – कवलयन्नविरतं जङ्गमाजङ्गमं जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतै-र्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ? ॥ યમરાજ સતત જમી રહ્યો છે. એ સતત ત્રસ ને સ્થાવર જીવોના કોળિયા લઈ રહ્યો છે. જે મોઢામાં છે અને એ ચાવી રહ્યો છે ને આપણે એના હાથમાં છીએ. શું એ આપણને નહીં ખાય ? શું આપણા જીવતા રહેવાની કોઈ શક્યતા
મમ્મી, God says - गृहीत इव केशेन मृत्युना धर्ममाचरेत् । ધર્મમાં એવી રીતે ઝુકાવો જાણે મોત માથે આવી ગયું હોય, અને આપણા વાળ એના હાથમાં
હોય.
આ એક એવી સ્થિતિ છે...એક એવી ભાવદશા છે જે આપણા બધાં જ મોહને વેર-વિખેર કરી દેવા સમર્થ છે. મમ્મી, આપણે બધા આપણી–આપણી ધારણાઓમાં ચાલીએ છીએ.
Page #17
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
પણ એમાં આ અણમોલ અવસર હાથમાંથી નીકળી જતો હોય છે.
दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुल्लं ।
દરિયાપાર જવા નીકળેલા વહાણમાં એક વેપારી બેઠો છે.
એણે જે કમાણી કરી હતી એ બધી જ એક રત્નમાં લગાવી છે.
અબજો રૂપિયાના મૂલ્યવાળું છે એ રત્ન.
વહાણની ધારે બેસીને એ એ રત્નને જોઈ રહ્યો છે
ને ત્યાં જ એ રત્ન એના હાથમાંથી છટકે છે
ને જતું રહે છે દરિયાના અગાધ પાણીમાં.
હવે ? ફરી પાછું મળે એ રત્ન ? કદાચ મળે તો કઈ રીતે મળે ? જેટલી મહેનતથી એ રત્ન મળે...જેટલું દુર્લભ એ રત્ન હોય, એટલો જ દુર્લભ છે મનુષ્ય ભવ.
મમ્મી,
ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં જુદાં જુદાં પદાર્થો દ્વારા મનુષ્યભવની દુર્લભતાનો જે ચિતાર આપ્યો છે
એ જાણીને ખરેખર ચક્કર આવી જાય એવું છે,
આકાશ, પાતાળ એક કરીને...લોહી-પાણી એક કરીને P.M.ની Seat મળી હોય
ને એ મળ્યા પછી એ P.M. એક જ મિનિટમાં રાજીનામું આપી દે, એના જેવી આજે મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ છે.
તેઓ તો બિચારાં મૂઢ છે, અજ્ઞાની છે, અંધારામાં છે, આપણે શું જાણીને પણ એવી જ ભૂલ કરશું ? મમ્મી,
૧૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે
दुल्हे खलु माणूसे भवे, चिरकालेण वि सव्वपाणीणं ।
गाढा य विवाग कम्पुणो, समयं गोयम ! मा पमायए ॥
હે ગૌતમ ! લાંબા સમયે પણ ફરી મનુષ્ય ભવ મળે
એ સર્વ જીવો માટે ખૂબ જ મુશ્કેલ છે.
કર્મોના વિપાકો ખૂબ જ આકરા હોય છે
=
સંયમ કબ હી મિલે ?
માટે તું આત્મહિતની સાધનામાં એક સમય માટે પણ પ્રમાદ ન કરીશ.
બીજા ભવોમાં આ સાધના થવી શક્ય જ નથી.
अइप्पभूआ अण्णे भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिो ।
બીજા ભવો તો ઘણા છે, પણ એમાં દુઃખોનો પાર નથી,
ચારે બાજુ મોહનો અંધકાર છવાયેલો છે,
ને એ ભવો પછી જે પરંપરા ચાલે છે,
એમાં પણ શુભ કહી શકાય, એવું કશું જ નથી.
Tell me Mummy-Papa,
પગ તળે કચરાઈ જતી કીડી કઈ સાધના કરી શકે ?
બારીની ફાંટમાં બે ટુકડા થઈ જતી ગરોળી કઈ તપસ્યા કરી શકે ? કતલખાનામાં કરપીણ હત્યા પામતો પશુ શું સ્વાધ્યાય કરી શકે ? માછીમારની જાળમાં તરફડતી માછલી શું આત્મહિત કરી શકે ? સૂપ બની જતું ચિકન શું જિનાજ્ઞાપાલન કરી શકે ?
જયૂસ બની જતું ફ્રુટ શું મોક્ષયાત્રા કરી શકે ?
દર્દીલી ચીસો પાડતો નારક શું દીક્ષા લઈ શકે ?
વિરતિથી ધરાર વંચિત દેવો દુ:ખી થવા સિવાય બીજું શું કરી શકે ? કરી શકવાની વાત તો પછીની છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૧૯
કશું ય સમજવાની પણ સ્થિતિ ન હતી એવો આપણો ભૂતકાળ છે. અરે, કેટકેટલા ઊંધા ભૂંસા મગજમાં ભરીને બેઠાં'તા આપણે. એવા જ ઊંધા કામો કર્યા આપણે. ને ફરી ફરી ઉપર આવીને ય ડુબ્યા - પાછા છેક તળિયે જઈને પહોંચ્યાં. શું આ ભવમાં પણ આપણે ફરી આ જ ભૂલ કરવી છે? अजुग्गा सुद्धधम्मस्स । એ ભવો શુદ્ધ ધર્મની સાધના માટે યોગ્ય ન હતાં. આ ભવ યોગ્ય છે. जुग्गं च एअं पोअभूअं भवसमुद्दे । આ ભવ તો ભવસાગરમાં જહાજ જેવો છે. શું આપણે એને સંસારની મોહ-માયામાં રફેદફે કરી દઈશું? મમ્મી, જહાજ તો તરવા માટે હોય છે, પાર ઉતરવા માટે હોય છે. ભાંગવા માટે નહીં. जुत्तं सकज्जे निउंजिउं। આપણા માટે એ જ ઉચિત છે, કે આપણે એનો ઉપયોગ કરીએ, આપણે આપણા આત્માર્થ માટે પુરુષાર્થ કરીએ, આત્મહિતની સાધનામાં આપણે સર્વ શક્તિથી જોડાઈ જઈએ. આ ભવમાં આની સિવાય બીજું કાંઈ જ કરવા જેવું નથી. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહે છે -સ્વાર્થઅંશો દિ મૂર્વતા - આત્માર્થથી ભ્રષ્ટ થવું એ બહુ જ મોટી મૂર્ખતા છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
સંયમ કબ હી મિલે ?
संवरटुइअच्छिद्दं नाणकण्णधारं तवपवणजवणं
જહાજ આપણને મળ્યું છે,
તો સંયમ દ્વારા આપણે એના છિદ્રોને પૂરી દઈએ.
જ્ઞાન દ્વારા એનું સુકાન સુરક્ષિત કરી દઈએ
અને તપ દ્વારા એને અનુકૂળ પવનથી વેગીલું બનાવી દઈએ. મમ્મી,
ભવસાગર છે બહુ ભારી, ઝોલા ખાતી આ નાવડી મારી. આ સ્થિતિમાં મને મારી માતા પાસેથી શું અપેક્ષા હોય ? ભવપારની ? કે પછી ડુબવાની ?
તું જો મોહાધીન થઈ, વિવેકને ભૂલી, ભગવાનના વચનને ભૂલી તો મારું ડુબવું ય નિશ્ચિત છે. ને તારું ડુબવું ય નિશ્ચિત છે.
શું તું એવું કરીશ મમ્મી ?
મારા દુઃખે દુ:ખી થતી, મારા માટે વિહ્વળ થતી,
મારા જીવનને જ પોતાનું જીવન સમજતી
ને મારા માટે અડધી અડધી થતી,
એવી તું જ જો મને આ ભવને સફળ કરવાનું પ્રોત્સાહન નહીં આપે,
સામે ચાલીને મને સંયમની પ્રેરણા નહીં આપે
સિંહનાદ કરીને મારા સત્ત્વને વધુ ઉલ્લસિત નહીં કરે,
અરે,
ઉપરથી તું જ જો મને રોકીશ...મને ઢીલો પાડીશ...
મારા મોહના ઉદયમાં નિમિત્ત બનીશ
અને મારી સદ્ભાવનાની ભરતીને ઓટમાં ફેરવી દેવા મથીશ,
તો પછી મારા ભવપારમાં કોણ સહાયક બનશે ?
Page #21
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
ઓ મમ્મી,
તું તો આટલી સમજેલી છે, ધર્મપરાયણ અને વિવેકી છે,
તારે તો ખુદ સંયમસ્વીકારમાં આગેકૂચ કરીને
મને આલંબન આપવાનું હોય,
કદાચ મારી કોઈ ઢીલાશ કે અધુરાશ હોય
તો એને તારે પૂરી કરી દેવાની હોય,
એની બદલે જો તું જ મને રોકીશ, તો મારું શું થશે ?
ષોડશક પ્રકરણ કહે છે - તદ્રુપ્ હિતા ચ નનનીતિ ।
મા એ જે હિતસ્વિની હોય.
ડગલે ને પગલે સંતાનના હિતનો વિચાર કરે,
ડગલે ને પગલે સંતાનના હિતનો જ પ્રયાસ કરે
ને પોતાનો બધો જ ભોગ આપીને સંતાનનું હિત કરીને જંપે એ ખરી મા.
માતૃત્વનો આની સિવાય બીજો કોઈ જ અર્થ નથી.
Do you know mummy ? ચાર પ્રકારની માતા હોય છે.
(૧) સ્વાર્થમયી માતા - જેને માત્ર પોતાનો સ્વાર્થ દેખાતો હોય. જે પોતાના સ્વાર્થને ખાતર પુત્રને પણ ખતમ કરી દે.
૨૧
બ્રહ્મદત્તની માતાએ ખુદ દીકરાના ઘરમાં આગ લગાડી હતી. અમરકુમારની માતાએ દીકરાને બિલ કરી દેવા માટે વેંચી દીધો હતો.
આજે લાખો માતાઓ સંતાનને જન્મ પહેલા જ
મોતને ઘાટ ઉતારી રહી છે,
એ બધી પણ સ્વાર્થમયી માતા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
સંયમ કબ હી મિલે? (૨) રાગમયી માતા - જે માતાને સ્વાર્થગર્ભિત આંધળો સ્નેહ હોય,
દેખીતી રીતે તો એ પ્રેમ લાગે, પણ એનું પરિણામ સારું હોતું નથી. દીકરો દીક્ષા ન લઈ લે એ માટે સુકોશલની માતાએ છેલ્લી હદ સુધીના પ્રયાસ કર્યા હતાં. આવી માતા પોતાનું ય બગાડે અને દીકરાનું પણ બગાડે. પોતાને ય દુઃખી કરે ને દીકરાને ય દુઃખી કરે. દીકરાના શરીરની જ એને ચિંતા હોય, આત્માની નહીં. દીકરાના આલોકની જ એને પડી હોય, પરલોકની નહીં. દીકરાના વ્યવહારિક જ્ઞાનની જ એને કાળજી હોય, તત્ત્વજ્ઞાનની નહીં. દીકરો એના રાગને પોષે એવા જ એના પ્રયત્નો હોય, વિરાગને નહીં. દીકરાને સંપત્તિ અને સ્ત્રી મળે એવી જ એને ઇચ્છા હોય, એને સંયમ મળે એવી બિસ્કુલ ઇચ્છા ન હોય, જાણે સંયમ પામીને દીકરો વંચિત ને દુ:ખી ન થઈ જવાનો હોય, એવી એની માનસિકતા હોય છે. પરિણામ સ્પષ્ટ છે. પોતાનું ય ઘોર અહિત અને સંતાનનું ય ઘોર અહિત. (૩) પ્રેમમયી માતા - જે માતા પોતાના સ્વાર્થને ગૌણ કરીને
પુત્રના હિતનો વિચાર કરે. ગજસુકુમાલ, મેઘકુમાર, શાલિભદ્ર, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને મહોપાધ્યાય યશોવિજયજી જેવાઓની માતા આવી હતી. નિઃસ્વાર્થી પ્રેમમયી. આજે પણ દર વર્ષે થતી સેંકડો દીક્ષાઓના મૂળમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૨૩
પ્રેમમયી માતા હોય છે. રાગ બીજાને રડાવીને પણ ધાર્યું કરીને રહે છે. પ્રેમ ખુદ રડી લે છે, પણ રડાવવાનું ધારતો પણ નથી. આથી પણ આગળનું સત્ય એ છે કે પ્રેમ આગળ ચાલીને પૂર્ણ સંતોષ અને પ્રસન્નતા બની જાય છે, જેને આજે હજારો પ્રેમમયી માતાઓ ખરેખર અનુભવી રહી છે. (૪) વાત્સલ્યમયી માતા - જે માતા સ્વયં પુત્રનું હિત કરવા માટે
પ્રબળ પુરુષાર્થ કરે. જે માતા સામે ચાલીને પુત્રને સંયમની પ્રેરણાઓ કરે... ખુદ પીઠબળ આપે. ને પ્રતિકૂળ સંયોગોમાં પણ પુત્રને સંયમ અપાવીને જંપે. અરણિક મુનિવરની માતા આવી હતી. I know my Mummy, તારો નંબર ત્રીજી કે ચોથા માતામાં આવી શકે. પહેલી કે બીજીમાં હરગીઝ નહીં. એને તો ‘મા’ કહેવી એ પણ એક જાતનું માતૃત્વનું અપમાન છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે – माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्, प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ ખરા માતા-પિતા એ છે, ખરાં સ્વજન અને સદ્ગુરુ પણ એ છે, જે ખુદ પ્રતિબોધ કરે, ખુદ સંસારનું સ્વરૂપ સમજાવે, ખુદ મોહના પડળોને વિખેરી દે અને શુદ્ધ ધર્મમાં જોડી દે. આની બદલે જેઓ ધર્મમાર્ગે જવા ઇચ્છતા સંતાનને અંતરાય કરે,
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
સંયમ કબ હી મિલે? રોકક્કળ કરીને એના વૈરાગ્યને હચમચાવી દે, અનાદિ કાળના રૂઢ થઈ ગયેલા મોહની ઉદીરણા કરે, ને સંતાનની ઊભી થયેલી સંયમપ્રાપ્તિની શક્યતાને સમાપ્ત કરી દે, એ બહારથી ભલે સ્નેહી-સ્વજન હોય, હકીકતમાં એ દુશ્મન છે, સૌથી મોટા દુમન. I trust Mummy-Papa, તમે આવું કરી જ ન શકો, કારણ કે તમે મારા સાચા હિતેચ્છુ છો. મારા સાચા માતા-પિતા છો. ખુદ બધું જ સમજેલા પણ છો અને સત્ત્વશાળી પણ છો. પ્લીઝ, આપના બાળની આટલી વિનંતીનો આપ સ્વીકાર કરો. હવે સંસારને છોડી દો. સપરિવાર સંયમપ્રાપ્તિની મારી ઝંખનાને સફળ કરો. खणे दुल्लहे सव्वकज्जोवमाईए सिद्धिसाहगधम्मसाहगत्तेण । ખૂબ જ દુર્લભ છે આ ચાન્સ, આ અવસર. દુનિયાની દુર્લભથી ય દુર્લભ વસ્તુની કલ્પના કરો. એથી ય દુર્લભ અતિ અતિ દુર્લભ વસ્તુની કલ્પના કરો, એનાથી ય વધુ દુર્લભ છે આ અવસર, આ છે ધર્મનો અવસર. એ અવસર જેને સાધી લઈએ તો મોક્ષ આપણા હાથમાં છે. ચાર ગતિથી મોક્ષ, સાત નરકથી મોક્ષ. ચોર્યાશી લાખ યોનિથી મોક્ષ. નિગોદની જેલથી મોક્ષ, રાગ અને દ્વેષથી મોક્ષ. વિષય અને કષાયોથી
મોક્ષ. ક્લેશ અને સંફ્લેશોથી મોક્ષ, હિંસાદિ પાપોથી મોક્ષ. બસ...છૂટકારો. મમ્મી, સુખ માટે આપણે ધર્મની ઉપેક્ષા કરતા હોઈએ છીએ.
Page #25
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
પણ આપણે એ નથી સમજી શકતા
કે ધર્મની ઉપેક્ષા એ જ સુખની ઉપેક્ષા છે.
કારણ કે સુખનો સ્રોત એ ધર્મ સિવાય બીજું કોઈ જ નથી.
સંસારના કહેવાતા સુખો લાખો દુ:ખોની ખાણ હોય છે. ઋષિભાષિતસૂત્રમાં કહ્યું છે -
-
अप्पं च आउं इह माणवाणं, सुचिरं च कालं णरएसु वासो ।
सव्वे यकामा णिरयाण मूलं, को णाम कामेसु बुहो रमिज्जा ? ॥
મનુષ્ય ભવનું આયુષ્ય સાવ થોડું છે
ને નરકનું આયુષ્ય ખૂબ ખૂબ લાંબુ છે.
સર્વ કામભોગો નરકનું મૂળ છે.
કામભોગમાં આસક્ત થયા
એટલે નરકથી બચવાનો કોઈ જ રસ્તો નહીં રહે.
એવો કયો ડાહ્યો માણસ હોય, જે કામભોગોમાં આસક્ત થાય ? સમજદાર માણસ કદી આવી ભૂલ કરી જ ન શકે.
મમ્મી,
Please try to understand, સંસારમાં સુખ છે જ નહીં. હા, સુખની આશા , સુખની તૃષ્ણા છે. સુખ મળ્યું એવો ભ્રમ છે. પણ સુખ નથી.
મૃગતૃષ્ણા જેવી છે અહીં સુખતૃષ્ણા.
બિચારો જીવ સુખની પાછળ દોડ્યા જ કરે...દોડ્યા જ કરે...
૨૫
એ હાંફી જાય, થાકી જાય, ઠેસ ખાય, ઘાયલ થાય, અધમૂઓ થઈ જાય,
ફરી દોડે, ફરી માર ખાય,
આઘાતો ને પ્રત્યાઘાતો એને જર્જરિત કરતા જાય,
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
સંયમ કબ હી મિલે?
છેવટે એ મોતને ભેટે ને દુર્ગતિની પરંપરાનો યાત્રી બની જાય. શું આના માટે છે આ જીવન ? આપણને જે જ્ઞાન મળ્યું, વિવેક મળ્યો, શક્તિ મળી, એનો આપણે આ ઉપયોગ કરવાનો છે? સંસારમાં કશું જ લેવા જેવું નથી...કશું જ સારું નથી... કોઈ જ ભલીવાર નથી. પામવા જેવો તો છે મોક્ષ. ૩વારે ય ઘણા નવાઇi - મોક્ષ જ ઉપાદેય છે. આપણું જીવનલક્ષ્ય, આપણે પ્રાપ્તવ્ય, આપણું સાર્થક્ય આ બધું જ મોક્ષમાં સમાયેલું છે. નં થી નમ્પો - મોક્ષમાં જન્મ નથી. નવ મહિના સુધી ઊંધે માથે જઠરાગ્નિની ભઠ્ઠીમાં શેકાવું. અશુચિ વચ્ચે જ જીવવું, અશુચિ જ ખાવી અને ભયાનક વેદના સાથે જન્મ પામવો, આ યાતનાઓ મોક્ષમાં નથી. તને ખબર છે મમ્મી? કોઈ માણસને કોઈ આખા શરીરે સાડા ત્રણ કરોડ તપાવેલા લોખંડના સોયા, જે તપી તપીને લાલચોળ થઈ ગયા હોય, એને એક સાથે ઘોંચી દે તો એ માણસને જેટલી વેદના થાય, એના કરતા આઠ ગણી વેદના ગર્ભમાં પ્રત્યેક સમયે હોય છે. અને જ્યારે જન્મ થતો હોય
Page #27
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
ત્યારે એના કરતાં અનંતગણી વેદના થતી હોય છે.
માતા અને પુત્ર બંને માટેની ‘નરક’ હોય છે જન્મ. શું તું ઇચ્છે છે, કે આપણે ફરી ફરી આ પીડાના ભોગ બનીએ ?
ચૌદ રાજલોકમાં મોક્ષ જ એવું સ્થાન છે, જ્યાં જન્મ નથી.
અને જન્મ નથી, એથી જ એની સાથે જોડાયેલી હાડમારીઓ પણ નથી. મોક્ષમાં ઘડપણ નથી.
न जरा -
ઘડપણ એ કદાચ ડબલ મોત છે.
અપેક્ષાઓ જ્યાં ખૂબ જ વધે છે
ને સાથે સાથે જ અપેક્ષાઓ જ્યાં ખૂબ જ તૂટે છે.
જાતે જ ઉછેરેલા...કાળજાની કોર ને આંખોના તારા ગણેલા
પોતાના જ સંતાનો જ્યારે પોતાનું જ અપમાન કરે,
ચૂપ રહેવાના ઓડર્સ આપે, રૂમની બહાર આવવાની મનાઈ કરે,
સાચી વાતને પણ ધડ્ દઈને કાપી નાખે,
જરૂરિયાતોની પણ ધરાર ઉપેક્ષા કરે,
ને લાગણીવશ બનેલા લાગણીભૂખ્યા હૈયાને ઊભે ઊભું ચીરી નાંખે. આ છે ઘડપણ.
પોતાના જ ઘરમાંથી પોતાની જ હકાલપટ્ટી થાય,
જે હકાલપટ્ટી કરનારા પાછા પોતાના જ હોય.
આપણે જેમની સાથે પૂરે પૂરા જોડાઈ ગયા હોઈએ,
એ આપણી સાથેથી પૂરે પૂરો છેડો ફાડી લે
આ વેદનાનું નામ છે ઘડપણ.
કોને દોષ આપવો ? સંસારનું આ જ સ્વરૂપ છે. આ જ ક્રમ છે.
ફફસો ચેવ સંમારો – સંસા૨ આવો જ હોય.
-
૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮
ગટર જો ચોખ્ખી થઈ શકે, તો સંસાર સુખી થઈ શકે.
સંસારની ગટરને ચોખ્ખી કરવાની મથામણ ખૂબ જ કષ્ટમય છે.
આ મથામણ સાવ જ વ્યર્થ છે -
ને
આ બધો અશક્યનો પ્રયાસ છે.
સંયમ કબ હી મિલે ?
ગટરને ફક્ત છોડી શકાય છે, ચોક્ખી નથી કરી શકાતી.
સંસારના દુઃખોથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય સંસારત્યાગ છે.
ન મરણં – મોક્ષમાં મરણ નથી.
મરણ એ બહુ જ મોટી મશ્કરી છે.
જન્મથી માંડીને માણસ સતત નવા નવા સંબંધો બાંધતો ગયો હોય,
નવી નવી વસ્તુઓને ભેગી કરતી ગયો હોય,
સંઘર્ષ કરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય,
એ બધું જ એક ઝાટકે મોત છિનવી લે છે.
No doubt, મોતની પીડા અસહ્ય હોય છે. અકથ્ય હોય છે. ‘મોત’ આ શબ્દ પણ માણસને ધ્રુજાવી દેવા માટે સમર્થ છે. પણ મોતની આ મશ્કરી પર આપણું ધ્યાન જ જતું નથી, પરિણામે આપણે આખી જિંદગી મૂર્ખ બન્યા કરીએ છીએ. આખી જિંદગીનું ભેગું કરેલ બધું જ છોડીને જતા રહેવાનું. ફરી નવું જીવન, નવેસરથી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. આટ આટલું સમજ્યા પછી કેમ વિદ્રોહ ન પ્રગટે ?
કેમ મોત સામે બળવો કરવાનું મન ન થાય ?
That's Possible Mummy. If we wish.
ગણતરીના સમયમાં આપણે મોતને ખતમ કરી શકીએ છીએ.
If we wish.
ન વિઓો – મોક્ષમાં ઇષ્ટવિયોગ નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૨૯
સંસારમાં આ શલ્ય છે. કાંટો છે. ઇષ્ટવિયોગ. ગમતી વસ્તુ | વ્યક્તિ ઘટનાથી છુટા થવું પડે. એ તમારો જીવ લઈને જતા રહે, ને તમારે મડદાં થઈને જીવવું પડે. તમે રડો, કાળો, આંસુ સારો કે માથા પછાડો, પરિસ્થિતિ એવી ને એવી રહે. सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः ॥ જીવ પોતાના જેટલા જેટલા પ્રિય સંબંધો કરે છે, એટલા એટલા એના હૃદયમાં શોકના કાંટાઓ ભોંકાય છે. संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरियं ॥ જીવે આજ સુધીમાં દુઃખોની પરંપરા ભોગવી છે, એ ત્રાહિમામ પોકારી ગયો છે. ત્રાસી ગયો છે. ગળાફાટ રડ્યો છે ને આકાશફાટ ચીસો પાડી ચૂક્યો છે. એ બધાના મૂળમાં હતો કોઈ ને કોઈ સંયોગ. સંયોગ-સંબંધને મન-વચન-કાયાથી છોડી દેવો એ જ સુખી થવાનો એક માત્ર ઉપાય છે. संयोगा विप्रयोगान्ताः, पतनान्ता इवोच्छ्रयाः । સંયોગના અંતે વિયોગ અવશ્ય હોય છે. જેમ કે બોલ આકાશમાં ઉછળે એના અંતે પતન જ હોય છે. મમ્મી, મારી દીક્ષાની વાતથી તને તકલીફ થાય છે ને?
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
સંયમ કબ હી મિલે? એ પણ આ વાસ્તવિકતાને પુરવાર કરે છે. આપણો આખો ય ભૂતકાળ આવી તકલીફોથી ભરેલો હતો. એકવાર થોડું સત્ત્વ ફોરવીએ, તો કાયમ માટે આપણે તકલીફોથી મુક્ત થઈ જઈશું. નાળિzસંપળ - મોક્ષમાં અનિસંયોગ નથી. ન ગમતું ઘણું બધું સંસારમાં માથે આવી પડે છે. કેટલુંય નભાવવું પડે, ચલાવવું પડે...મન મનાવવું પડે. મોક્ષમાં આ મજબૂરી નથી. न खुहा न पिवासा न अन्नो कोइ दोसो । નથી ભૂખ..નથી તરસ નથી બીજો કોઈ દોષ નથી કોઈ જ જાતનું દુઃખ..આ મોક્ષની મજા છે. મમ્મી, ત્રાજવાના એક પલ્લામાં આખા ય સંસારનું બધું જ સુખ રાખી દઈએ, અને બીજા પલ્લામાં મોક્ષનું સુખ રાખી દઈએ, તો મોક્ષનું સુખ વધી જાય. આગમમાં કહ્યું છે – तं णत्थि मणुस्साणं सुक्खं, ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ સર્વ મનુષ્યોનું સુખ...રાજા-મહારાજા-ચક્રવર્તીઓનું સુખ... સર્વ દેવોનું સુખ... ઇન્દ્રો-અહમિન્દ્રોનું પણ સુખ મોક્ષના સુખની સામે પાણી ભરે. सुरगणसुहं समग्गं, सव्वद्धापिंडियं जइ हवेज्जा । ण वि पावइ मुत्तिसुहं, ऽणंताहिं वि वग्गवग्गेहिं ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે? બધાં જ દેવોનું બધાં જ કાળનું સુખ ભેગું કરી દઈએ, તો પણ એ મોક્ષસુખની તોલે ન આવી શકે. એ બધાં સુખને ડબલ કરો...દશગણું કરો. સો ગણું કરો હજારો-લાખો-કરોડોગણું કરો...અરે, અસંખ્ય-અનંતગણું કરો. એના અનંત વર્ગ (સ્લવેર્સ) કરો...એ વર્ગના પણ વર્ગ કરો. પણ તો ય એ મોક્ષના સુખને આંબી ન શકે. મમ્મી, આપણને સુખી કરવાની જેની તાકાત જ નથી, એ સંસાર પાસે સુખની ભીખ માંગવા કરતાં મોક્ષનું સ્વાધીન સુખ જ ન મેળવી લેવું જોઈએ? सव्वहा अपरतंतं जीवावत्थाणं । મોક્ષનો અર્થ છે સંપૂર્ણ સ્વાતન્ય.
જ્યાં સુખ માટે તમારે કોઈના મોઢા સામે જોઈ રહેવાની કોઈ જ જરૂર નથી. असुभरागाइरहियं સંસારમાં આપણું માનેલું-ભ્રમણાનું જે સુખ હોય છે, એ ય કેટકેટલી ગંદકીથી ખરડાયેલું હોય છે, કેટલું શરમજનક હોય છે... કેટકેટલા મલિન રાગ-દ્વેષોથી ભરેલું હોય છે. મોક્ષનું સુખ સાચું છે. શુદ્ધ છે. સ્વચ્છ છે. संतं सिवं अव्वाबाहंति । આ સુખ જ સારું છે, કલ્યાણકર છે. બીજા દુઃખોને ન નોતરે તેવું છે. Come on Mummy, Let's get it. Please, Tell me yes.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૨
સંયમ કબ હી મિલે ?
શું તું મારું-તારું-આપણા બધાંનું સુખ નથી ઇચ્છતી ? ઇચ્છે છે ને ?
સંસારમાં સુખ મળવું શક્ય જ નથી.
विवरीओ अ संसारो इमीए अणवट्ठियसहावो
સંસાર મોક્ષથી ઊંધો છે. બિલ્કુલ ઊંધો. અહીં કોઈ ઠેકાણું જ નથી. અહીં બધું જ દોડતું છે. પરિવર્તનશીલ છે. સતત બદલાતું છે.
इत्थ खलु सुही वि असुही
સંસારનો સ્વભાવ જ એવો છે, કે એમાં સુખી પણ ખરેખર સુખી નથી. મમ્મી,
હમણા તે જોયું ને, નોટો ખોટી થઈ ગઈ એમાં શ્રીમંતો કેવા દુઃખી થઈ ગયા ?
બિચારા, ગરીબોને ય દયા આવી જાય એવી એમની હાલત થઈ ગઈ. આખી જિંદગીનું એમનું ભેગું કરેલું હતું.
ને એક જ ઝાટકે એના ભાગાકાર થઈ ગયા.
હજી લોકો સમજી શકતા નથી, પણ આ તો એક સંકેત છે.
આ એક અલ્પ-અનુભવ છે.
એક જ ઝાટકે એક પણ પૈસો લીધા વિના પરલોક ભેગા થઈ જવાનું છે, એની આ ઝાંખી છે.
કા...શ લોકો સમજી શકતા હોત.
પણ પપ્પા, શું આપણે ય નહીં સમજી શકીએ ?
સંતમસંત – સંસારમાં જે છે પણ એ ય નથી,
કારણ કે ઘડીના છઠ્ઠા ભાગમાં એ બધું હતું ન હતું થઈ જાય છે.
કારણ કે એ હોવા છતાં પણ આત્માને કંઈ જ કામમાં આવતું નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
કારણ કે એ જેટલો સમય છે, એનાથી વધુ તો એ નથી.
જેટલો સમય નથી, એના અનંતમા ભાગના સમય માટે જ છે.
બહેતર છે સમજી લઈએ - એ નથી.
પૈસો નથી. પરિવાર નથી. સગાં-સંબંધીઓ નથી.
પપ્પા,
સંયમ પ્રાપ્તિ માટે હકીકતમાં આપણે કશું જ છોડવાનું નથી,
સિવાય ભ્રમણા
કે મારું કાંઈ છે.
પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર કહે છે
से हुदिप मुणी जस्स णत्थि ममाईअं
મોક્ષમાર્ગના દષ્ટા એ મુનિ છે, જેમને ‘મારું’ એવી ભ્રમણા નથી.
માણસ ભ્રમણામાં જ રાચે છે, ભ્રમણામાં જ જીવે છે.
ને એ ભ્રમણાને ચોટ લાગે ત્યારે આંસુઓ પાડીને રડે છે. પ્લીઝ પપ્પા,
આવું અદ્ભુત જિનશાસન પામીને પણ આપણે એવું જ કરશું ?
Why ? એવી આપણને શું જરૂર છે ?
આંખો બંધ રાખીને ગાડરિયા પ્રવાહમાં તણાઈને
આપણે ય કૂવામાં પડવું જ પડે,
એવી આપણને શી મજબૂરી છે ?
પપ્પા,
સંસારમાં આપણે જે જે વસ્તુને પકડીને બેઠાં હોઈએ છીએ,
તે તે વસ્તુનો અનુભવ તો થાય છે,
આપણને તે તે વસ્તુ મળી...તે તે વ્યક્તિ મળી...
33
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૪
તે તે ઘટના ઘટી...આપણે જોઈએ છીએ - બોલીએ છીએ...
સાંભળીએ પણ છીએ...પણ હકીકતમાં આ બધું જ વ્યર્થ હોય છે. सुविणुव्व सव्वमालमालं ति
કારણ કે આ બધું જ સ્વપ્ન જેવું છે.
સપનામાં પણ આપણે કંઈક બોલીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ
છીએ,
સંયમ કબ હી મિલે ?
અનુભવીએ પણ છીએ,
પણ એ બધાંનો કોઈ જ અર્થ હોતો નથી.
કારણ કે સપનું પૂરું થાય એટલે એ બધી જ પરિસ્થિતિ બદલાઈ જાય છે.
પપ્પા,
જેને આપણે સત્ય માનીને જીવીએ છીએ,
એ પણ એક સપનું જ હોય છે.
એ ય પૂરું થાય છે
ને ત્યારે આખી ય પરિસ્થિતિ બદલાઈ જાય છે.
એક સ્વપ્ન એવું છે કે જે આંખો ખુલે ને પૂરું થઈ જાય છે.
એક સ્વપ્ન એવું છે જે આંખો મીંચાય ને પૂરું થઈ જાય છે. सम्मीलने नयनयोर्न हि किञ्चिदस्ति ।
આંખો બંધ થઈ જાય એટલે આમાંનું કશું ય નહીં હોય, પ્લીઝ પપ્પા,
સ્વપ્ન ખાતર સત્યને અવગણવાની ભૂલ આપણે નથી કરવી. यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ॥
જે શાશ્વતને છોડીને નશ્વરની પળોજણમાં પડે છે,
Page #35
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
એનું શાશ્વત પણ નાશ પામે છે
ને નશ્વર તો નાશ પામેલું જ છે.
પપ્પા,
એક ફિલ્મ ત્રણ કલાકે પૂરી થાય છે
બીજી ફિલ્મ પચાસ / સો વર્ષે પૂરી થાય છે.
એક નાટકનો પડદો બે કલાકે પડે છે
બીજા નાટકનો પડદો પચાસ / સો વર્ષે પડે છે.
છે તો બંને નાટક જ.
આમાં કયાં મોહાવું ? ક્યાં મૂંઝાવું ?
શેના ખાતર આત્મહિતની ઉપેક્ષા કરવી ?
આપણે આપણી આજુ-બાજુ નથી જોતા ?
ઘડીના છઠ્ઠા ભાગમાં કેટકેટલાની આખી ય પરિસ્થિતિ બદલાઈ જાય છે.
દોડતા હતાં તે લકવાના ખાટલામાં પટકાય છે.
હસતા હતાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે.
આકાશમાં ઉડતા હતાં તે જમીન પર પછડાય છે.
માથું ઊંચું રાખીને ફરતા હતાં તે કોઈને મોઢું દેખાડી શકતાં નથી.
નિશ્ચિંત હતા એમની ચિંતાનો કોઈ પાર નથી.
મજેથી જીવતા હતા એ મરવાના વાંકે જીવે છે.
હજી હમણાં જ મળ્યા હતા એમના ‘ઓફ’ થઈ જવાનો ફોન આવે છે.
પપ્પા,
થોડા વર્ષ પહેલાની એક ઘટના.
૩૫
મુંબઈથી ભીવંડી જવા માટે એક પરિવાર બસની રાહ જોતો હતો.
પતિ, પત્ની, એક વર્ષની દીકરી અને પત્નીની એક સખી.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૬
બસ આવે તે પહેલા પતિને કોઈ વસ્તુ લેવાનું યાદ આવ્યું. પતિ દોડતા ઘરે ગયા.
સંયમ કબ હી મિલે ?
દરમિયાનમાં બસ આવી. એ લોકોએ બસ રોકી રાખી, બસ, હમણા આવે જ છે...હમણા આવ્યા...
વીશ મિનિટ સુધી એ પ્રાઇવેટ બસ ખોટી થઈ. પતિ આવ્યા. બધાં ચડ્યા. છેલ્લી સીટે જગ્યા મળી. ભીવંડી આવવાને દશ-પંદર મિનિટની વાર હતી પતિ-પત્નીને થયું કે આગળ જગ્યા ખાલી થઈ ગઈ છે. પહેલી સીટે આવી જઈએ, ત્યાંથી તરત ઉતરી જવાશે. પતિ-પત્ની આગળ આવી ગયા.
દીકરી સખીના ખોળામાં પાછળની સીટે રમતી રહી. ખાડી પરનો પુલ આવ્યો. ડ્રાઇવરનું સંતુલન ન રહ્યું. બસ પડી ખાડીમાં.
આગળનો ભાગ પાણી અને કાદવમાં.
પાછળનો ભાગ હવામાં અહ્વર.
આગળવાળા બધાં જ ગૂંગળાઈ ગૂંગળાઈને મરી ગયા,
અને પાછળવાળા બધાં જ બચી ગયા.
પતિના ભાઈ જાત્રા કરવા ગયેલ.
‘અકસ્મા’ના સમાચાર આપીને તેમને ‘સાચવી’ને બોલાવાયા.
બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં બે લાશ પડી હતી.
જોતાવેંત અવાચક થઈ ગયા.
એમના એકના એક દીકરાની દીક્ષાની ‘જય’ બોલાઈ ચૂકી હતી, એના દરમિયાન આ ઘટના બની હતી.
Page #37
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
પરિવારમાં હવે બીજો કોઈ જ પુરુષ-સભ્ય બચ્યો ન હતો.
સિવાય એક પુત્ર.
એ ભાઈ જ્યારે ગુરુદેવને વંદન કરવા આવ્યા,
ત્યારે ગુરુદેવે તેમને આશ્વાસન આપ્યું -
“તમે ચિંતા નહીં કરતાં, જીગરની દીક્ષા આપણે પછી કરશું.” ભવસ્વરૂપને સમજેલા એ ભાઈએ જવાબ આપ્યો,
“સાહેબજી, હું આપને એ જ કહેવા આવ્યો છું,
કે જે મુહૂર્તે એની દીક્ષા છે,
એના કરતાં પણ વહેલું કોઈ મુહૂર્ત આવતું હોય,
તો એ મુહૂર્તે દીક્ષા આપી દો,
કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી.’’
પપ્પા,
જીવનને માથે મોત છે. સુખને માથે દુઃખ છે. સંયોગના માથે વિયોગ છે.
એકને લેવા જતાં બીજું અવશ્ય સાથે આવવાનું જ છે.
એ ન આવે ત્યાં સુધી પણ સતત માથે તોળાવાનું જ છે.
જેના આધારે આપણે સંસારમાં બેઠાં હોઈએ છીએ,
એ
ખુદ નિરાધાર હોય છે.
તા અતમિસ્ત્ય પકિવંધેī - તો પછી આવા સંસારના રાગથી સર્યું.
–
૩૭
વોહ મે અનુપાતૢ - પ્લીઝ, આપ મારા ઉપર કૃપા કરો
૩પ્નમહ ાં વુધ્ધિવિત્તણ્ - સંસારનો અંત લાવવા માટે આપ ઉદ્યમવંત
થાઓ.
પપ્પા,
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૮
સંયમ કબ હી મિલે?
આ જીવનનો સાર આ જ છે. આ જ ઉપાદેય છે. આ જ કરવા જેવું છે. આનાથી જ આપણે સુખી થઈશું. अहं पि तुम्हाणुमईए साहेमि एअं णिव्विन्नो जम्ममरणेहिं આપની અનુમતિથી હું પણ સંસારનો અંત કરનારી સાધના કરું, પપ્પા, હું આપને મારા હૃદયની વાત કહું છું. હવે સંસારમાં મને કોઈ જ રસ નથી. જિનવાણીથી મેં સંસારનું ખરું સ્વરૂપ જાણ્યું છે. સંસાર એક જેલ છે, જેમાં આપણે અનાદિકાળથી સબડી રહ્યા છીએ. સંસાર એક કતલખાનું છે, જેમાં ભવો ભવ આપણી કતલ થઈ રહી છે. સંસાર એક પાગલખાનું છે, જ્યાં જીવો હાથે કરીને દુઃખી થવાના ધંધા કરે
છે.
સંસાર એક દાવાનળ છે, જ્યાં વિષય-કષાયની આગ ભડકે બળી રહી છે. સંસાર એક યુદ્ધભૂમિ છે, જ્યાં ગમે ત્યાંથી ગમે ત્યારે પ્રહાર થઈ શકે છે. સંસાર એક શ્મશાન છે, જ્યાં શોકની આગ કદી બુઝાતી જ નથી. સંસાર એક દરિયો છે, જેણે આપણને અનંતવાર ડુબાડ્યો છે. સંસાર એક રાક્ષસ છે, જે અવાર-નવાર આપણું લોહી પીધાં કરે છે. I tell you truth papa, Now I have no interest in sansara. તમને ખબર છે પપ્પા, સંસારમાં આપણે એક એક જાતિના જીવના કેટલા ભવો કર્યા છે? ફકત આપણા ઇયળના ભવો કેટલા થયા ખબર છે ? ચોખાના દાણા જેટલી ઇયળ તરીકે આપણે એટલી બધી વાર જન્મ્યા, કે તે દરેક ભવોના જો ડેડ-બોડીઝ સાચવીને રાખવામાં આવે,
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૯
સંયમ કબ હી મિલે? તો અસંખ્ય યોજનના આ આખા ય ચૌદ રાજલોક એનાથી ભરાઈ જાય, તો ય એ ડેડ-બોડીઝ પૂરા ન થાય. બીજા ચૌદ રાજલોક હોય તો એ ય ભરાઈ જાય. ત્રીજા ય ભરાઈ જાય, ચોથા ય ભરાઈ જાય, પાંચમાં...છઠ્ઠા... સો.. બસો...પાંચસો...હજાર...લાખ... કરોડ...કરોડો...અબજો... અસંખ્ય...લાખો અસંખ્ય...કરોડો અસંખ્ય...અબજો અસંખ્ય... પપ્પા, અનંત ચૌદ રાજલોક જેમના ડેડ-બોડીઝથી ભરાઈ જાય, એટલા તો આપણે ઇયળના ભવો કર્યા છે. એટલા જ કીડીના ભવો, મકોડાના ભવો, માખી-મચ્છરના ભવો, ને પપ્પા, કલ્પના કરો, કે કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, ગધેડા, કબૂતર, કાગડા જેવા તો આપણે કેટલા ભવો કર્યા હશે ! એમના ડેડબોડીઝ હોય, તો તો કેટલા અનંત ચૌદ રાજલોક ભરાઈ જાય ! પપ્પા, વૈરાગ્યશતક કહે છે - ण सा जाइ ण सा जोणी, ण तं ठाणं ण तं कुलं । ण जाया ण मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ એવી કોઈ જાતિ કે યોનિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી,
જ્યાં સર્વે જીવો અનંત વાર જન્મ્યા અને મર્યા નથી. બસ પપ્પા, હવે બહુ થયું, મને મારી નજર સામે મારો આખો ય ભૂતકાળ દેખાય છે. ને હું થથરી જાઉં છું. મારું માથું શરમથી નીચે ઝુકી જાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
४०
સંયમ કબ હી મિલે?
મને મારા ઉપર જ દયા આવી જાય છે. પપ્પા, ઇયળ વગેરેની વાત તો જવા દો, સાતે નરકના ચોર્યાશી લાખ નરકાવાસો છે. નરકાવાસો તે તે નરકના વિરાટ વિભાગો હોય છે. એ દરેકે દરેક નરકાવાસમાં આપણો જીવ અનંતવાર જન્મી ચૂક્યો છે. એ વિરાટ, અતિવિરાટ આયુષ્યો ને એ કાતિલ-અતિકાતિલ વેદના... કઈ રીતે એ બધો સમય કાપ્યો હશે? કઈ રીતે એ બધું દુઃખ સહન કર્યું હશે? પપ્પા, મુંબઈના દેવનારના ને હૈદરાબાદના અલ-કબીરના કતલખાના છે ને? એ આપણો ભૂતકાળ છે. પોસ્ટ્રીફાર્મો, મચ્છીમારીઓ, મટન-શોપો, હત્યાકાંડો, બોમ્બવિસ્ફોટો આગ-દુર્ઘટનાઓ, ભૂકંપો, પૂરો, સુનામીઓ, અકસ્માતો.. આ બધું જ આપણો ઇતિહાસ છે. આજે કંઈક અવકાશ મળ્યો, કંઈક સ્વાધીનતા મળી, ત્યારે આપણે એવા રોંગ નંબરમાં ખોવાઈ જઈએ છીએ, કે ફરીથી એ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડે એવી સ્થિતિ થઈ જાય છે. બસ, હવે બહુ થઈ ગયું. હવે આ જન્મ-મરણો-ઘડપણો-રોગો-યાતનાઓથી હું કંટાળી ગયો છું. હવે મારે જલ્દીથી જલ્દી મોક્ષમાં જતાં રહેવું છે. પ્લીઝ, આપ મારા પર કૃપા કરો,
Page #41
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
समिज्झइ अ मे समीहिअं गुरुपभावेणं । ગુરુપ્રભાવથી મારો મનોરથ જરૂર સફળ થશે.
પપ્પા,
I know you worry about me,
હું દોષપૂર્ણ છું, આળસુ ને સુખશીલ છું.
સંસારના ઘણાં ઘણાં નખરાં કરનારો છું.
અરે, આપની આગળ જીદ કરી કરીને પણ
મારા શોખોને પૂરા કરનારો છું.
અને એટલે જ મારી આ બધી વાતોમાં આપને પોકળતા લાગે,
આપને મારા માટે શંકા પડે ને મારી ચિંતા થાય
એ શક્ય છે.
પણ પપ્પા,
હવે એ બધો ભૂતકાળ થઈ ગયો છે.
છેલ્લા કેટલાય સમયથી
આપ મારી બદલાયેલી વૃત્તિ-પ્રવૃત્તિ જોઈ રહ્યા છો.
મને ખુદને ભીતરથી-ભાવથી સાધુતાનો અનુભવ થઈ રહ્યો છે.
હવે ઘરમાં રહેવું ને સંસારના વ્યવહારોમાં પરોવાવું
એ મને તદ્દન અજુગતું ને વિચિત્ર લાગી રહ્યું છે.
મને સતત મનમાં એવું થયા કરે છે,
કે તોડી નાખું સંસારને, ભુક્કા બોલાવી દઉં કર્મોના, આગ લગાડી દઉં દોષોને,
અરે, મારા એકલાની કયાં વાત કરું,
મને તો એવું થાય છે કે બધાં જ જીવોને દીક્ષા અપાવી દઉં,
૪૧
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૨
સાતે નરકના બધાં જ જીવોને મુક્ત કરી દઉં, નિગોદની જેલના દરવાજા ખોલી નાંખું, બધાં જ તિર્યંચોને સાધનામાં જોડી દઉં, બધાં જ દેવોને સાધુતાનો સ્પર્શ કરાવી દઉં,
પણ પપ્પા, I know, That's impossible,
Not possible at all.
આ તો મારી ભાવનાની વાત છે.
પણ મારા એકની બાબતમાં તો એ Possible છે જ ને,
અને જો આપ ઇચ્છો, આપ કૃપા કરો, આપ મારી વાત માનો,
તો આપ સહુના માટે પણ આ Possible છે જ.
ચાલો ને પપ્પા, આપણે . સહુ આપણે ખુદ સર્વદુઃખોથી મુક્ત થઈએ
અને બીજા પણ અનેક જીવોને મુક્ત કરીએ.
આજે મારી પાસે આ જ્ઞાન અને વૈરાગ્યની ભૂમિકા છે,
અને સંયમજીવનની પ્રાપ્તિ બાદ તો ગુરુમહારાજ બેઠાં જ છે.
સંયમજીવનની સાધના કરીએ,
સંયમ કબ હી મિલે ?
I know Papa,
આ ભવસાગરને માત્ર મારા બાવડાના જોરે નથી તરવાનો, ગુરુની કૃપાથી તરવાનો છે.
હું ખૂબ જ ભાગ્યશાળી છું
કે આ કાળમાં પણ મને ઊંચા ગુરુ મળ્યા છે
એમના ગુણો, એમની કરુણા, એમનું વાત્સલ્ય, એમનું પીઠબળ, એમનું આલંબન, એમની પ્રેરણા,
–
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૩
સંયમ કબ હી મિલે? એમની વાચના, એમનું વ્યક્તિત્વ... આ બધું જ મારા જીવનનો આધાર બની રહેશે. એમના સાન્નિધ્યમાં એમના શરણમાં એમની છાયામાં મને સંસારનો કોઈ જ ભય નહીં રહે. એમની કૃપાથી મારી સાધના સડસડાટ ચાલશે ને મારો આત્મા વિકાસના નિત નવા શિખરોને સર કરતો રહેશે. પપ્પા, આપણે ત્યાં એવું પણ બોલાતું હોય છે, કે મહાત્માને શિષ્યો કરવાનો મોહ હોય છે, કદાચ ગુરુદેવે મને જે જ્ઞાન આપ્યું, એનો પણ આવો અર્થ નીકળી શકે. પણ પપ્પા, જિનશાસનની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. શિષ્ય એ સ્ટેટસ નથી, બલ્ક એક જવાબદારી છે. એક આત્માને મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી, સદ્ગુરુ આ વાસ્તવિકતાને બરાબર સમજે છે. લોભી કે લાલચી એ કદી સદ્ગુરુ ન હોઈ શકે. સદ્ગુરુ એ છે કે જેમની આંખોમાંથી નિઃસ્વાર્થ વાત્સલ્ય નીતરતું હોય. સદ્ગુરુ એ છે કે જેમને શિષ્યની લેશ પણ અપેક્ષા ન હોય, સદગુરુ એ છે જે માત્ર એક આત્માને તારવાની ભાવનાથી જ પ્રતિબોધ કરે, સદ્ગુરુ એ છે કે જે તપ, ત્યાગ અને સંયમની મૂર્તિ હોય, સદગુરુ એ છે જેમના રોમે રોમથી નિઃસ્પૃહતા ઝરતી હોય,
Page #44
--------------------------------------------------------------------------
________________
४४
સંયમ કબ હી મિલે? સદ્ગુરુ એ છે જેઓ જ્ઞાન અને સંયમના સુભગ સમન્વય હોય. પપ્પા, મારા માટે મન મૂકીને નાચવા જેવી આ ઘટના છે કે મને આવા સદ્ગુરુ મળ્યા છે, એમની કૃપાથી મારા મનોરથો જરૂર સફળ થશે. પપ્પા, કદાચ આપ એમ કહો, કે હજી મેં સંસાર જોયો નથી, સંસારના સુખ કેવા હોય, એની મને કશી જ ખબર નથી, અને એટલે જ મારી આ બધી વાતો આપને પોકળ લાગે, બાળરમત લાગે એ શક્ય છે, પણ પપ્પા, હું સાવ નાનો તો નથી સંસારનો અનુભવ નથી એ વાત સાચી, પણ સંસારથી હું સાવ અજાણ તો નથી જ. અને પપ્પા, આપણા સંસારમાં તો શું કસ પણ છે? કેવા કેવા રાજા-મહારાજાઓએ, રાજકુમારો અને શ્રેષ્ઠિપુત્રોએ આજ સુધીમાં દીક્ષા લીધી છે, એ આપ કયાં નથી જાણતા? અરે, ચક્રવર્તીઓ સુદ્ધા એક લાખ બાણું હજાર રાણીઓને છોડીને જે પંથે સિધાવ્યા હતા, એ આ પાવન પંથ છે. સનસ્કુમાર ચક્રવર્તી બધું જ છોડીને પ્રવ્રયાના પંથે સિધાવ્યા એક લાખ બાણું હજાર પત્નીઓ, ચૌદ રત્નો, નવ નિધાનો, છન્નુ કરોડ ગામ, બત્રીસ હજાર દેશ, ત્રણ કરોડ ગોકુળ, ચોર્યાશી લાખ હાથી, ચોર્યાશી લાખ ઘોડા, ચોર્યાશી લાખ રથ,
Page #45
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
ત્રણ કરોડ સૈનિક...
બધું જ છોડીને...સંયમ સ્વીકારીને...એ રાજર્ષિ ચાલી નીકળ્યા.
એમને જેટલો ઝળહળતો વૈરાગ્ય હતો
એટલો જ બધાંને હજી એમના પર રાગ હતો.
હજી બધાં એમની દીક્ષાને સ્વીકારવા તૈયાર ન હતાં
દિવસોના દિવસો સુધી એ આખો ય પરિવાર
એ કરોડોનો રસાલો
એમની પાછળ ને પાછળ ફર્યો.
રાણીઓ ચોધાર આંસુએ રડે છે, પરિવાર વિલાપ કરે છે.
મંત્રીઓ વિનવે છે, હાથીઓ ને ઘોડાઓ ટપોટપ આંસુ પાડે છે,
બધાંની એક જ વાત છે - પાછાં ફરો.
“તમારા વિના અમે બધાં ય અનાથ છીએ, આપ અમને સનાથ કરો.
શું ગુનો છે અમારો કે આપ અમને છોડો છો,
આપના વિના અમારું કોણ ?
કૃપા કરો, પાછા ફરો.’’
પાછા ફરવાની વાત તો દૂર,
એ રાજર્ષિ આંખો ઊંચી કરીને જોતા સુદ્ધા
। નથી. હૈયું હચમચાવી દે એવી સામે કાકલૂદીઓ થઈ રહી છે ને એમનું એક રુંવાડું પણ ફરકતું નથી.
અંતરમાં વૈરાગ્યની અખંડ જ્યોત ઝળહળી રહી છે.
૪૫
ને એના અજવાળામાં એ રાજર્ષિને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,
કે જો આ લોકોની લાગણીમાં હું તણાયો,
જો એમના સ્નેહપાશમાં હું બંધાયો,
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૬
ને પાછો ફર્યો,
તો પછી મારું નરકગમન નિશ્ચિત છે.
દેખાતું આ બધું જ સુખસામ્રાજ્ય હકીકતમાં તો નરકનું ભાથું છે.
સાતમી નરકની કારમી પીડાઓમાં હું ભયંકર ચીસો પાડતો હોઈશ, ત્યારે આ બધામાંથી મને કોણ બચાવવા આવવાનું છે ?
कोइ किसी के काम न आये ।
કોઈ કોઈને કામ આવતું નથી.
હું મારા રસ્તે પડીશ. એ બધાં એમના રસ્તે પડશે.
सव्वे जीवा पुढो पुढो ममत्तं बंधकार
સંયમ કબ હી મિલે ?
પપ્પા,
બધાં જીવો જુદા જુદા છે...બધાં જ છૂટ્ટા છે...
એમના પ્રત્યેના મમત્વભાવથી જ આપણે બંધાયેલા રહીએ છીએ
સાધના કરવાની સ્વાધીનતા હોય છે,
ત્યારે જીવ આ બધી મથામણોમાં રચ્યો પચ્યો રહે છે.
જાત જાતની ફરજો નિભાવવામાં આત્મા પ્રત્યેની ફરજ ભૂલાઈ જાય છે.
અંતે વહેલા કે મોડા એ બધાં જ જીવો પોતપોતાના રસ્તે પડે છે
ને આપણો પોતાનો આત્મા પણ ભવભ્રમણમાં આગળ વધે છે, જ્યાં સાધનાની સ્વાધીનતા તો નથી જ હોતી
સમજ સુદ્ધા નથી હોતી.
धम्माराहणं खु हियं सव्वसत्ताणं ।
એની બદલે એક આત્મા સાધનાના માર્ગે જાય,
તો એનું પોતાનું પણ કલ્યાણ થાય છે
અને બીજાનું પણ કલ્યાણ થાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
કારણ કે પ્રેમપાત્ર વ્યક્તિ જે દિશામાં જાય,
એ દિશામાં સહજ પણે એમના પણ પગ વળી જાય છે.
પપ્પા,
સ્વજનનો મોહ તો બધાંને હોય,
સ્વજન સંયમના માર્ગે જાય તો એ મોહને ધક્કો પણ લાગે જ.
પણ પછી એ વ્યક્તિ બહુ જ સરળતાથી
સર્વવિરતિ કે દેશવિરતિ પ્રત્યે ઢળી જતી હોય છે,
૪૭
એવા આજે હજારો દષ્ટાંતો છે.
તો શું આ અપરંપાર લાભ નહીં ?
મોહને પોષવામાં સ્વ-પર બંનેની દુર્ગતિ નિશ્ચિત છે.
મોહને ધક્કો લાગે તો સ્વની સાથે સાથે પ૨નું પણ કલ્યાણ સંભવિત છે.
પપ્પા,
ધર્મથી ડરવાની બિલ્કુલ જરૂર નથી.
ઘણા લોકો ધર્મને ‘સાવકી મા’ની જેમ જોતા હોય છે,
એની સાથે સાવધાનીથી વ્યવહાર કરે
ને એનાથી સલામત અંતરે રહે,
એ લોકો હકીકતમાં ધર્મને સમજ્યા જ નથી.
ધર્મ તો વ્હાલસોયા ભાઈ જેવો છે. સગી માતા જેવો છે.
જે સર્વ રીતે આપણું સારું જ કરે.
આપણા આલોકને અને પરલોકને સુખી જ કરે. ધર્મબિન્દુમાં કહ્યું છે –
ધર્મશ્ચિન્તામણિ: શ્રેષ્ઠો, ધર્મ: વાળમુત્તમમ્। हित एकान्ततो धर्मो, धर्म एवामृतं परम् ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
४८
સંયમ કબ હી મિલે?
શ્રેષ્ઠ ચિંતામણિ કોઈ હોય તો એ છે ધર્મ. ઉત્તમ કલ્યાણ કોઈ હોય, તો એ છે ધર્મ. એકાન્ત હિતકારી પણ છે ધર્મ અને પરમ અમૃત કોઈ હોય, તો એ છે ધર્મ. પપ્પા, પ્લીઝ, મારી આટલી વિનંતિ આપ માનો, સંયમના સ્વીકાર માટે આપ સપરિવાર ઉદ્યત થાઓ. ખરેખર આપણો આ જન્મ સફળ થઈ જશે, પપ્પા, આ દુર્લભ ભવ - આ દુર્લભ સામગ્રી આ બધું સંસારના ઢસરડાઓ કરવા માટે નથી, ચારિત્રની સાધના કરીને આત્માને સર્વ દુઃખોથી મુક્ત કરવા માટે છે. પ્લીઝ પપ્પા, મને આપનું ઋણ ઉતારવાનો મોકો આપો, સ્થાનાંગ આગમમાં કહ્યું છે - કે માતા-પિતાની ગમે તેટલી સેવા કરીએ, તો પણ એમના ઉપકારનો બદલો ન વળી શકે, ફકત એમને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ આપવાથી જ એમના ઉપકારનો બદલો વળી શકે. પ્લીઝ મમ્મી-પપ્પા, આપ મારી આટલી વાત માનો. અને જો કદાચ હાલ-હાલના સંયોગોમાં આપના માટે આ વસ્તુ શક્ય ન જ હોય, તો આપ મને સહર્ષ અનુમતિ આપો હું આપનું કુલ અજવાળીશ. હું આપની કુખ ઉજાળીશ.
Page #49
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૪૯ આપનો પુત્ર થઈને હું સંસારની ગટરમાં રગદોળાઉં એ તો આપના માટે નામોશીની વાત થશે. મમ્મી, હું તને “રત્નકુક્ષિ માતા'નું બિરુદ અપાવવા માંગું છું. આ એવું બિરુદ છે, જેની આગળ દેવો ય ઝુકી જતા હોય છે. મમ્મી, I ask you one thing, કતલખાનામાં કાપવા માટેના પશુઓ લાઈનમાં ઊભા છે. એક જીવદયાપ્રેમી ત્યાં આવે છે, એની પાસે એક જીવને છોડાવવાની સગવડ છે - લાઈનમાં એક ગાય પાસે વાછરડું ઊભું છે. એ વાછરડાને છોડાવવાના પૈસા આપે છે અને વાછરડાને દોરી જવાનો પ્રયાસ કરે છે. ગાય શું કરશે? વાછરડાને લઈ જવા દેશે કે વિરોધ કરશે? ગાય નજર સામે જોઈ રહી છે કે ધીમે ધીમે લાઈન આગળ વધી રહી છે, ગાયને પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે, જે જેનો જેનો નંબર આવતો જાય છે તેની તેની કતલ થતી જાય છે. વાછરડું સાથે જ રહે, તો ગણતરીની મિનિટોમાં એ ય રહેંસાઈ જવાનો. એને જવા દે તો એનો વિયોગ થવાનો પણ એ ન જાય તો સંયોગ પણ તો ગણતરીની મિનિટોનો જ છે. Plz. tell me Mummy, what will she do ? will she allow or not? જવા જ દેશે ને ? Because she is a mother.
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૦
એનું ચાલે તો એનો જાન દઈને ય વાછરડાને બચાવે. છોડાવનારનું ચાલે તો એ ગાયને ય છોડાવી દે. પણ એ શક્ય ન હોય,
તો ગાય માટે વાછરડાને સહર્ષ રજા આપવાનો
ને એના છૂટકારામાં રાજી થવાનો
એક જ વિકલ્પ હોઈ શકે ને ?
સંયમ કબ હી મિલે ?
મમ્મી,
સંસાર એક કતલખાનું છે.
મૃત્યુની અનંત પરંપરાઓ એ દ્રવ્ય કતલ છે. વિષય-કષાયોના પ્રહારો એ ભાવ કતલ છે. મમ્મી,
શું તું એવું ઇચ્છે છે કે હું આમાં કપાઈ જાઉં.
શું હું છૂટી જાઉં એમાં તું રાજી નહીં થાય ?
કદાચ સંયમજીવનના કષ્ટોમાં પણ તને કતલ જેવું લાગે,
અને એ કારણે મને અનુમતિ આપતા તારો જીવ અચકાય,
પણ મમ્મી, હકીકતમાં સંયમજીવનનું કષ્ટ એ કષ્ટ જ નથી, એ તો ઓપરેશન છે.
એના વિના કર્મોની ગાંઠો નીકળે તેમ જ નથી.
ને કર્મોની ગાંઠો નહીં નીકળે તો મારા ખૂબ ભૂંડા હાલ થવાના એ નિશ્ચિત છે.
કર્મોની ગાંઠો તો આત્મામાં લાગેલા Time-bombs છે.
સ્થિતિને અનુસારે એમનો વિપાક થશે
એટલે એવા Blasts થશે કે જેની મેં કલ્પના ય નહીં કરી હોય.
Page #51
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
મમ્મી, સાવ સાજો છોકરો રાતે સૂતો ને સવારે ઉઠ્યો ત્યારે એ આંધળો બની ચૂક્યો હતો This is a blast. ચાલુ ટ્રેને ઉતરવા ગયેલ છોકરાનું લગેજ ક્યાંક ફસાઈ ગયું ને એ ટ્રેનની નીચે ક્યાંય વીખરાઈ ગયો This is a blast. ફોન પર વાત કરતાં કરતાં ૫૦ વર્ષના બેનને સડન બ્રેઇન એટેક આવ્યો ને એ ૫ વર્ષની બાળકી જેવા બની ગયા. This is a blast. ધંધામાં બધી રીતે નુકશાન ખાઈને યુવાન સાવ જ ખાલી થઈ ગયો, ને આઘાતથી પાગલ થઈ ગયો, This is a blast. બાઈક એકસીડન્ટમાં આખે આખી ખોપરી ખુલી ગઈ ને કેસ ઓન ધ સ્પોટ ફેઈલ થઈ ગયો This is a blast. ઝગડામાં ખૂબ જ ગુસ્સે થયેલી સગી પત્નીએ ઝેર આપી દીધું ને પતિ ઓફ થઈ ગયો. This is a blast. સિવિયર હાર્ટ એટેક, પેરાલિસિસ એટેક કે હેમરેજ આવે છે – ને માણસ હતો – ન હતો થઈ જાય છે, This is a blast. મમ્મી, આ બધાં સાચ્ચાં કિસ્સા છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૨
આપણી ચારે બાજું દેખાતાં-સંભળાતાં કિસ્સા છે.
આપણને સમાચાર મળતાની સાથે
આપણે આપસમાં વાત કરીએ છીએ -
હાય હાય...આવું તો શી રીતે થઈ ગયું ?
પણ હકીકતમાં આપણે અંધારામાં હોઈએ છીએ
-
સંયમ કબ હી મિલે ?
કે આવું કશું થઈ જ ન શકે.
વાસ્તવિકતા એવી છે કે આવું બધું જ થઈ શકે છે.
Because we have a lot of time bombs inside us.
મમ્મી,
આ Blasts તો ઓછા છે
બાકી તિર્યંચગતિ ને નરકગતિનો તો
આખે આખો ભવ જ ભયંકર Blast છે.
મમ્મી,
સંયમજીવન દ્વારા મારું ઓપરેશન થઈ જાય.
ને હું કાયમ માટે બધાં જ Blastsથી મુક્ત થઈ જાઉં,
તો શું તને આનંદ નહીં થાય ?
શું તું પોતે અંદરથી નથી ઇચ્છતી કે જલ્દી આવું થઈ જાય ? પ્લીઝ મમ્મી,
તું ફકત એક મમ્મી નથી, શ્રાવિકા પણ છે,
મમ્મી તરીકેની મમતા અને શ્રાવિકા તરીકેની સમજ
આ બંને ભેગા થાય એટલે તારી માટે એક જ વિકલ્પ રહે છે -
મને સામે ચાલીને સંયમસ્વીકાર માટે પ્રોત્સાહિત કરવાનો, મને સહર્ષ અનુમતિ આપવાનો,
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૩
સંયમ કબ હી મિલે? મને અંતરના આશીર્વાદોથી નવડાવી દેવાનો. મમ્મી, જો તારા જેવી સમજુ અને ધર્મી પાસેથી હું આવી અપેક્ષા નહીં રાખું, તો કોની પાસેથી રાખીશ? ellos 42711, Permit me. તારી અનુમતિ પણ તારું એવું જબરદસ્ત સુકૃત બની જશે, કે એનાથી તારો પણ શીધ્ર નિસ્વાર થશે. બાકી, તું મને મોહથી રોકી રાખે, તો હમણા કહ્યા એમાંથી એક પણ બ્લાસ્ટથી તું મને બચાવી શકવાની નથી. લાખો રૂપિયા આપી દેતા ય એક દુર્ઘટના અટકાવી શકાતી નથી. કરોડો રૂપિયા ધરી દેતા ય આવતો એટેક પાછો ફરતો નથી. મોહ તો ઉલ્ટો Time bombsના ગુણાકારો કરે છે એનાથી Blastsને ખાળવાની આશા શી રીતે રાખી શકાય ? મમ્મી, સંયમજીવનનો અર્થ છે શૂળીની સજા સોયથી. નરકમાં કરોડો વર્ષો સુધી વેદના ભોગવીને જે કર્મક્ષય થઈ શકે, તે સંયમજીવનમાં એક શ્વાસોચ્છવાસ માત્રથી થઈ શકે છે. મમ્મી, જેની નજર સામે આ વાસ્તવિકતા હોય, એને સંયમજીવનની ચર્યામાં કષ્ટ લાગે ? કે પછી મજા લાગે ? આખી દુનિયા રૂપિયા માટે લોહી-પાણી એક કરે છે, કેટલી ભાગદોડ, કેટલો પરિશ્રમ, કેટકેટલી ઉથલપાથલો કરે છે ! છતાં પણ આ બધું એના માટે કષ્ટજનક કે કંટાળાજનક નથી હોતું,
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૪
સંયમ કબ હી મિલે? કારણ કે એની નજર સામે ફળ હોય છે. ફળ માટે આટલું તો કરવું પડે એવી એની સમજ હોય છે. આટલું ય ન કરીએ તો કંઈ મળે જ નહીં એવી એને ખબર હોય છે. અને લાખો-કરોડો રૂપિયા મળી જતા હોય, તો આ બધું કષ્ટ એ કષ્ટ જ નથી, બલ્ક આનંદ છે, એવો એનો અનુભવ હોય છે. મમ્મી, સંયમજીવનની બાબતમાં પણ આ જ દાસ્તાન છે, ફરક એટલો જ, કે દુનિયા સંપત્તિ પામીને પણ સુખી નથી થતી અને સંયમી નિશ્ચિતપણે સુખી થયા વિના રહેતો નથી. नंदी सया संजमे સંયમજીવન સર્વથા ને સર્વદા આનંદમય હોય છે. સંયમની પ્રાપ્તિ પણ આનંદમય છે, સંયમજીવન ખુદ પણ આનંદમય છે અને સંયમજીવનનું પરિણામ પણ આનંદમય જ હોય છે. મમ્મી, સ્વાધીનતાથી સહન કરવાનો મહામૂલો દુર્લભ ચાન્સ એટલે જ સંયમજીવન. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે – सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्विति भूरि सहिष्यसे, न च गुणं बहमाप्स्यसि कञ्चन ॥ આત્મનું,
Page #55
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૫૫
તું તપ-સંયમના કષ્ટોને સહન કરી લે, કારણ કે સ્વાધીનપણે સહન કરવાથી તેને ખૂબ જ ફાયદો થશે, પરાધીનપણે તારે સહન તો ઘણું કરવું પડશે, પણ તને કોઈ મોટો લાભ નહીં થાય. મમ્મી, સવાલ કષ્ટ સહન કરવું કે ન કરવું એનો નથી, સવાલ તો એટલો જ છે કે સંયમનું કષ્ટ સહન કરવું? કે નરક-તિર્યંચનું કષ્ટ સહન કરવું? જે કષ્ટ સહન કરીને આપણે ન્યાલ થઈ જઈએ એ કષ્ટ સહન કરવું? કે જે કષ્ટ સહન કરીને ય આપણે ત્યાંના ત્યાં જ રહીએ એ કષ્ટ સહન કરવું? Please think well Mummy, you are intellegent. મમ્મી, સંયમજીવનના કષ્ટની વાત તો માત્ર કહેવા પૂરતી છે. હકીકતમાં સાધુતાનો જે આનંદ હોય છે, એની લોકોને કલ્પના સુદ્ધા હોતી નથી. હૃદયપ્રદીપમાં કહ્યું છે - न देवराजस्य न चक्रवर्तिनः, तन्नो सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥ ઇન્દ્ર પણ સુખી નથી અને ચક્રવર્તી પણ સુખી નથી, એમના કહેવાતા સુખો હકીકતમાં સાવ જ ફિક્કા હોય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૬
સંયમ કબ હી મિલે?
સુખી તો છે સાધુ. કારણ કે એ રાગમુક્ત છે. આત્મનિષ્ઠ છે. કલ્પનાતીત સુખ એમના મનમાં સ્થિર થઈ જાય છે. પ્રશમરતિમાં કહ્યું છે - निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराऽऽशाना-मिहैव मोक्षः सुविहितानाम् ॥ ૧દર્પ અને કંદર્પ પરનો વિજય મન-વચન-કાયાના વિકારોનો અભાવ અને પારકી આશાની વિદાય આ ત્રણ વસ્તુ એવી છે જે શ્રમણોને અહીં જ - આ જ ભવમાં મોક્ષનો અનુભવ કરાવે છે. જીવન્મુક્તિનો અદ્ભુત આનંદ એમને સ્વાધીન થઈ જાય છે. દશવૈકાલિક આગમ કહે છે – एमेए समणा मुत्ता સાધુ એટલે મુક્ત. મમ્મી, આ માત્ર શાસ્ત્ર નથી, માત્ર ઇતિહાસ કે આદર્શ નથી 241 Present truth 89. ભગવાનની આજ્ઞાને જીવન માનીને ચાલનારા મહાત્માઓ આજે પણ આવી અનુભૂતિ કરી રહ્યા છે. I don't say, eachone is such,
૧. અહંકાર. ૨. વિષયતૃષ્ણા.
Page #57
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
But such exist, Even today such exist -
દરેક જૈન જેમ complete જૈન નથી હોતા, એમ દરેક શ્રમણ પણ complete શ્રમણ ન હોય એ શક્ય છે,
But જેમ અમુક તો complete જૈન આજે ય હોય છે.
એમ અમુક તો complete શ્રમણ પણ આજે ય છે જ.
I shall be like them -
તું મને ફકત આશીર્વાદ આપ મમ્મી.
પછી તો તું મને જોઈ જોઈને રાજી થઈશ.
તને થશે કે મારો દીકરો ખરેખર સુખી થઈ ગયો. પ્રશમતિ કહે છે
-
स्वशरीरेऽपि न रज्यति, शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयै-व्यथितो यः स नित्यसुखी ॥
પોતાના શરીર પ્રત્યે ય જેને રાગ નથી,
દુશ્મન પ્રત્યે ય જેને દ્વેષ નથી,
રોગ, ઘડપણ, મૃત્યુ...ગમે તેટલા ભય આવી જાય,
જેને કશો જ ફરક પડતો નથી,
એને કોણ દુઃખી કરી શકે ?
એ હરહંમેશ સુખી જ હોય એમાં શું આશ્ચર્ય છે ? धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वो जितेन्द्रियपरीषहकषायः ॥ ધર્મધ્યાનમાં નિમગ્નતા...મન-વચન-કાયાનું પૂર્ણ સંયમ... રાગ અને દ્વેષનો ત્યાગ...ઇન્દ્રિયોનો નિગ્રહ...
૫૭
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૮
સંયમ કબ હી મિલે?
પરીષહો પર વિજય અને કષાયોનો પરાજય સુખેથી સુખમાં જ ઠરીઠામ થઈ જવા માટે આથી વધુ બીજું શું જોઈએ ? માણસ દુઃખી થાય છે. એનું કારણ આનાથી વિપરીત પરિસ્થિતિ જ હોય છે. શ્રમણની પરિસ્થિતિ એવી નથી, અને એટલા માટે એમને માત્ર ને માત્ર સુખ જ હોય છે. મમ્મી, જ્ઞાનસાર જેને મોક્ષો નૈવ મહાત્મનામ્ કહે છે તે આ દશા છે. આપણે મહાત્માને મહારાજ કહીએ છીએ ને? તે એકદમ સાચું છે, દુનિયાના બેતાજ બાદશાહ કોઈ હોય તો એ મહાત્મા છે - Won't you like Mummy to look me as a super king ? પ્રશમરતિ કહે છે – विषयसुखनिरभिलाषः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः । द्योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि ॥ વિષયસુખની જેને લેશ પણ ઇચ્છા નથી પ્રશમ, ક્ષમા, કોમળતા, સરળતા, સત્ય વગેરે ગુણોથી જે શોભાયમાન છે, એ મહાત્મા જેવા પ્રકાશે છે એવું તો સર્વ સૂર્યોનું તેજ પણ પ્રકાશતું નથી. મમ્મી,
Page #59
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
સંસારમાં ડગલે ને પગલે લાચારી છે...ફિકાશ છે...
સંયમમાં દેદીપ્યમાન તેજ છે.
લોકો વિચારે છે કે ‘હાય હાય...આણે તો દીક્ષા લઈ લીધી,
એ તો બધા વિષયસુખોથી આજીવન વંચિત થઈ ગયો,
અરે...બિચારો...'
પણ મમ્મી,
એ લોકો એ નથી જોઈ શકતાં,
કે વિષયસુખોને પામવાની ભૂતાવળમાં સંસારી જીવો
કેટલાં હાંફળા ને ફાફળા થઈને જીવનભર દોડતા જ હોય છે,
એ સુખો નથી મળતા તો માણસ તૃષ્ણાથી દુ:ખી હોય છે,
મળે છે તો માણસ તુલનાથી દુ:ખી હોય છે.
‘એ મળે તો હું સુખી’
આવી મનોદશા જ પોતાના સુખને ગીરવે મુકવા જેવી હોય છે. જ્યાં સુધી કાંઈ જોઈએ છે, ત્યાં સુધી માણસ ભિખારી છે.
દુઃખી અને ભૂખ્યો છે.
ખરી શ્રીમંતાઈ, ખરું સુખ, ખરી અસ્મિતા
એ બધું તૃપ્તિમાં છે.
તૃપ્તિ.
જ્યાં કશું જ જોઈતું નથી.
હૃદયપ્રદીપ કહે છે
तावत् सुखेच्छा विषयार्थभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ॥ વિષયોની પાસેથી સુખની અપેક્ષા ત્યાં સુધી જ રહે છે,
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
૬૦
સંયમ કબ હી મિલે ?
જ્યાં સુધી મનના સ્વાસ્થ્યના સુખનો પરિચય નથી થતો, એક વાર આ સુખનો સ્વાદ ચાખવા મળી જાય,
પછી તો ત્રણ લોકનું રાજ્ય મળતું હોય ને ?
તો ય માણસ એની સામે નજર સુદ્ધા કરવા તૈયાર ન થાય.
મમ્મી,
ભગવતીસૂત્રમાં કહ્યું છે —
કે જેમ જેમ સાધુનો સંયમપર્યાય વધતો જાય,
તેમ તેમ તેમનું સુખ ઉપર ઉપરના દેવલોક કરતાં ય વધતું જાય,
ને જ્યારે બાર મહિનાનો પર્યાય થાય ને ?
ત્યારે તો તેમનું સુખ સર્વ દેવલોકના સર્વ દેવો કરતાં ય વધી જાય. अइक्कमइ सव्वदेवतेउलेस्सं ।
મમ્મી,
શું ભગવાન આપણને દુઃખી કરવા માંગે છે ?
શું ભગવાન આપણને વંચિત કરવા માંગે છે ?
શું સુખી થવાની બાબતમાં ભગવાનને કોઈ ગેરસમજ થઈ ગઈ છે ?
કે પછી શું આપણને ભગવાન કરતા વધારે સમજશક્તિ છે ?
Please Mummy, Try to understand,
ભગવાને આ સુખનો જ માર્ગ બતાવ્યો છે
અને આની સિવાય સુખી થવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ઉપદેશમાલામાં કહ્યું છે
एग दिवसं पि जीवो पवज्जमुवागओ अणण्णमणो ।
जइ विण पावड़ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥
દીક્ષા લીધાને ફકત એક જ દિવસ થયો હોય
Page #61
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
સંયમમાં એકતાન મન હોય
ને એ જીવનું આયુષ્ય પૂરું થાય
તો જીવ મોક્ષ પામી શકે
અને કદાચ મોક્ષ ન થાય
તો ય એ જીવ વૈમાનિક દેવલોક તો અવશ્ય પામે.
મમ્મી,
સંસારમાં આપણું મન ક્યાં ભમતું હોય છે
ને આપણે કેવા કેવા કામો કરવા પડતા હોય છે,
એ આપણે ક્યાં નથી જાણતા ?
આ ઘર-ધંધો-દુકાન ને સાંસારિક વ્યવહારો લઈને બેઠાં પછી
આર્તધ્યાન કેટલું બધું સુલભ બની જાય !
કઈ પળે આયુષ્યનો બંધ થઈ જાય,
ને આપણો આત્મા તિર્યંચગતિના રવાડે ચડી જાય
એનો શો ભરોસો !
મમ્મી,
એક બિલાડીનો ભવ મળશે
ને કબૂતરને ફાડીને એનું માંસ ખાતા ખાતા
ભયંકર રૌદ્રધ્યાનમાં આયુષ્યનો બંધ કરીને આપણે સીધા નરક ભેગા થઈ જઈશું. મમ્મી,
આ ઘર-સંસારમાં નરક બહુ જ સસ્તી છે.
આજે તું મોહાધીન થઈશ,
મને પીગળાવવાનો ને લાગણીવશ બનાવવાનો પ્રયાસ કરીશ,
૬૧
Page #62
--------------------------------------------------------------------------
________________
૬૨
તો મારે નરકમાં જવાનું નક્કી થઈ જશે
એ તું નિશ્ચિત સમજી લેજે.
શું તું મને નરકમાં મોકલવા માંગે છે ?
સંયમ કબ હી મિલે ?
આજે મારું જરાક માથું દુઃખે ને તું દુઃખી દુઃખી થઈ જાય છે તો શું તું જ એવું કામ કરીશ
જેનાથી અસંખ્ય કાળ સુધી મારા માથાના ચૂરે ચૂરા થતા રહે ?
I Suggest you a book Mummy, વેદનાના શિખરે.
Please read once. That's the eye visit of the hell. આગમોમાં નરકનો જે ચિતાર આપેલો છે,
તે આ બુકમાં આપણી ભાષામાં લખેલો છે.
એ વાંચીને તું મને ચોક્કસ કહીશ - Hurry up, Don't get late,
જા બેટા, તું તારા આત્માનું કલ્યાણ કર.
I Suggest you an another book - યશોધર મુનિ ચરિત્ર.
એક માતા પુત્રમોહમાં એવું પગલું લે છે જેનાથી એ માતા ને એ પુત્ર બંનેની ભયાનક દુર્ગતિની પરંપરા થાય છે. દીકરો રાજા છે. એને દીક્ષાની ભાવના થાય છે.
માતા અને પત્ની તરફથી એમાં રુકાવટ આવે છે.
દીક્ષા લેવામાં ફક્ત બે દિવસનો વિલંબ કરવામાં આવે છે
ને દરમિયાન રાજાનું મૃત્યુ થઈ જાય છે.
રાજા મરીને મોર બને છે,
માતા દીકરાના શોકમાં મરીને કૂતરો થાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૩
સંયમ કબ હી મિલે? એ કૂતરો જ એ મોરને મારી નાંખે છે. પૂર્વભવની સગી “મા”નો જીવ પોતાના જ દીકરાના જીવની કરપીણ હત્યા કરે એ સાંસારિક રાગના ભયાનક પરિણામનું પ્રમાણપત્ર છે. મમ્મી, મોહ એ સૌથી ખરાબ વસ્તુ છે. શાસ્ત્રોમાં મોહને સર્વોત્કૃષ્ટ પાપ કહ્યું છે. આપણને હિંસાનો છોછ હોય છે. “મોહનો નહીં, મોહ તો આપણને સારો લાગે છે, પણ આપણને ખબર નથી, કે મોહ તો સંસારના બધાં જ પાપોનો બાપ છે ભયંકરથી પણ ભયંકર હિંસાઓના મૂળમાં મોહ હોય છે. જે મા દીકરાને જ જીવન માનીને જીવતી હતી એ જ મા એ જ દીકરાને મોતને ઘાટ ઉતારે એ બધી મોહની માયાજાળ છે. Please Mummy, leave it. એ મા-દીકરાની વાત આગળ વધે છે દીકરો મરીને નોળિયો થાય છે અને મા મરીને સાપ થાય છે. બંને ભયંકર યુદ્ધ કરીને મૃત્યુ પામે છે. દીકરો અને મા બંને માછલા તરીકે જન્મે છે. દીકરાનો જીવ-જે માછલો બન્યો હતો, તે તેના જ પુત્ર રાજાને માછીમાર દ્વારા ભેટ આપવામાં આવે છે, પોતાનો જ પરિવાર પોતાનું જ માંસ ખાય છે,
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૪
સંયમ કબ હી મિલે? એમાંથી અમુક માંસ વળી પોતાના જ આત્મશ્રેયાર્થે બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે. માતા માછલારૂપેથી કરીને બકરી થાય છે, દીકરો એના જ ગર્ભમાં બકરા તરીકે જન્મે છે. રાજા શિકાર કરવા નીકળ્યો હોય છે, ને એ ગર્ભવતી બકરી-પૂર્વભવની પોતાની દાદીમા એમને તીર છોડીને મારી નાંખે છે. એનું પેટ ચીરીને બકરાને બહાર કાઢવામાં આવે છે. માતાનો જીવ બકરી તરીકે મરીને પાડા તરીકે જન્મે છે. રાજા એને ખૂબ તડપાવી તડપાવીને મારી નંખાવે છે એનું માંસ ખાતા ખાતા રાજાને કોઈ બીજું માંસ ખાવાની ઇચ્છા થાય છે, એટલે તે બકરો-રાજાના પિતાનો જીવ - એને મારી નાંખવામાં આવે છે. મા અને દીકરો બંને એક કૂકડીના પેટમાં ઇંડા રૂપે જન્મ લે છે, પ્રસવ સમયે એ કૂકડીને એક બિલાડી મારી નાંખે છે, બે ઇંડા સરી પડે છે. ઉપર કોઈ કચરો નાંખે છે, તેની ગરમીથી એ બંને જીવે છે. બંને કૂકડારૂપે બહાર નીકળે છે. રાજાના એક જ બાણથી બંને એક સાથે વીંધાઈને મૃત્યુ પામે છે, શુભ ભાવમાં મર્યા હોવાથી તે બંને એ જ રાજાના પુત્ર-પુત્રી રૂપે જન્મે છે. મહાત્માની વાણીથી પોતાના પૂર્વજન્મોને જાણે છે,
Page #65
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
જાતિસ્મરણ જ્ઞાન પામે છે.
પોતાની દુર્ગતિની ભયાનક પરંપરા જોઈને ચોંકી જાય છે. બંને ચારિત્રની સાધના કરીને દેવલોકમાં જાય છે. અંતિમ ભવમાં દીકરાનો જીવ યશોધર રાજકુમાર થાય છે. ‘મા’નો જીવ વિનયમત રાજકુમારી થાય છે.
બંનેના વિવાહ નક્કી થાય છે.
પરણવા જતા રસ્તામાં મુનિવરના દર્શન થયા. રાજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવો જોયા. પરમ સંવેગ થયો. પિતા વગેરેને સમસ્ત ભવો જણાવ્યા. રાજકુમારી સુધી આ બધી વાત પહોંચી.
તેને ય જાતિસ્મરણ જ્ઞાન થયું.
હું જ એ માતાનો જીવ છું, એમ એણે બધાને કહ્યું. બંનેએ દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કર્યું. જોયું ને મમ્મી,
પુત્રમોહનું પરિણામ કેવું આવ્યું !
દીક્ષા માટે ફકત બે દિવસનો વિલંબ કરવા જતા
કેટકેટલી હોનારતો સર્જાઈ ગઈ !
દીકરાનું પણ કેટલું ભયંકર અહિત થયું !
અને માતાની પણ કેટલી દયનીય દશા થઈ.
This is nothing Mummy,
સમરાદિત્ય કથામાં આ સમસ્ત કથાનો હૃદયવેધક ચિતાર છે.
યશોધરમુનિચરિત્ર (Part 1 & 2) માં
૫
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૬
પ્રવચન સાથે આ સમસ્ત ઘટના લખેલી છે.
Please read once Mummy.
આ બધાં જ્ઞાન વગર આપણે સાવ જ અંધારામાં હોઈએ છીએ,
અને અંધારામાં કોઈ પણ નિર્ણય લેવામાં
સંયમ કબ હી મિલે ?
પૂરે પૂરું જોખમ સમાયેલું હોય છે.
આ Storyમાં મમ્મી તે માર્ક કર્યું હશે -
મા-દીકરો જ અંતિમ ભવમાં પતિ-પત્ની બનવા જઈ રહ્યા હતા,
This is સંસાર.
આ તો જાતિસ્મરણ જ્ઞાન થયું, ને બંને અટકી ગયા,
બાકી અનાદિ સંસારમાં આવી ઘટના અનંતવાર બની ચૂકી હોય છે.
વૈરાગ્યશતકમાં કહ્યું છે
जणणी जायइ जाया जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे कम्मवसा सव्वजीवाणं ॥
-
માતા મરીને પત્ની થાય છે
પત્ની મરીને માતા થાય છે.
પિતા મરીને પુત્ર થાય છે.
આ સંસારમાં કોઈ જ વ્યવસ્થા નથી. સિસ્ટમ નથી. કારણ કે બધાં જ જીવો કર્મવશ છે.
સાવ જ પરાધીન છે.
પ્રશમરતિમાં પણ કહ્યું છે
माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे ।
व्रजति सुतः पितृतां भ्रातृतां शत्रुतां चैव ॥
માતા મરીને દીકરી થાય છે...એ મરીને બહેન થાય છે...
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૭
સંયમ કબ હી મિલે? ને એ જ મરીને પત્ની પણ થાય છે, દીકરો મરીને બાપ બને છે...એ મરીને ભાઈ બને છે ને એ જ મરીને દુશ્મન પણ બને છે. This is સંસાર. મમ્મી, આપણે એટલા માટે સંસારમાં રહી શકીએ છીએ, કારણ કે આપણે ખુબ જ અંધારામાં હોઈએ છીએ. સંસારનો પર્દાફાશ થઈ જાય, તો આપણા માટે સંસારમાં એક પળ માટે પણ રહેવું અશક્ય થઈ જાય. ભગવતી સૂત્રમાં કહ્યું છે - કે સંસારના બધાં જીવો એક-બીજાના માતા/પિતા રૂપે, પતિ/પત્નીરૂપે, ભાઈ/બહેનરૂપે, મિત્ર/શત્રુરૂપે ને હત્યારારૂપે યા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે, ને યા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે - तैर्भवेष निहतस्त्वमनन्ते-ष्वेव तेऽपि निहता भवता । આ ભવમાં જે જે તને વ્હાલા છે, એ બધાંએ અનંત ભવોમાં તારું ખૂન કર્યું છે, અને તે અનંત ભવોમાં તેમનું ખૂન કર્યું છે. Truth is beyond our thought Mummy, આમાં ક્યાં મોહ કરવો ? કોના ખાતર આત્મહિતની ઉપેક્ષા કરવી ? મમ્મી,
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૮
સંયમ કબ હી મિલે?
લોકો માતા-પિતાની સેવાની વાત કરીને સંયમસ્વીકારના માર્ગમાં વિદનો નાંખવાના પ્રયાસ કરતા હોય છે. પણ સંસારપંથે જનારા કેટલા નબીરાઓ મા-બાપને સાચવે છે? એની વાત કોઈ કરતું નથી. દીકરો ઓફ થઈ જાય ત્યાં આવો પ્રશ્ન નથી આવતો. દીકરો એવો પથારીવશ થઈ જાય કે ખુદ મા-બાપને જ એની સેવા કર્યા કરવી પડે
ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, દિીકરો ફોરેનમાં જ સેટ થઈ જાય
ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, ને દીકરો Mostly out of station જ હોય, ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, બધી રુકાવટો આત્મહિતના માર્ગમાં જ આવતી હોય છે, આવી વાતો કરનારા હકીકતમાં સાવ જ અજ્ઞ હોય છે, એ બિચારાઓને ખબર નથી કે લેવા-દેવા વગર સંયમમાં અંતરાય કરીને તેઓ કેટલું ભયંકર પાપ બાંધી રહ્યા છે ! મમ્મી, હું તો જોઈ રહ્યો છું, કે દીકરી સાથે રહેતો હોય ને, તો ય વહુ ને દીકરાના અપમાનોથી મા-બાપ સખત ત્રાસી ગયા હોય છે, મોઢામાંથી એક તીર છૂટે ને એમનું હૈયું વીંધાઈ ગયા વિના ન રહે. એમના કરતા તો લાખગણા સુખી એ મા-બાપ હોય છે,
Page #69
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
૬૯ જેમણે એમના દીકરાને અંતરના આશિષ આપવા સાથે સંયમ માર્ગે વળાવ્યો હોય છે, આખી જિંદગીનો અપૂર્વ સંતોષ...પૂર્ણ પ્રસન્નતા... સમાજમાં ગૌરવભર્યું સ્થાન, શ્રીસંઘમાં સન્માન આખી જિંદગી દીકરા મહારાજની આરાધનાની અઢળક અનુમોદના એના દ્વારા સતત લખલૂટ કર્મનિર્જરા એના દ્વારા નિશ્ચિત સદ્ગતિની પરંપરા અને એના દ્વારા સંસારમાંથી પોતાનો પણ શીધ્ર નિસાર... શાશ્વત સુખની પ્રાપ્તિ - Please try to realise Mummy, This is the fact. માતા-પિતા માટે જેના હૃદયમાં ભક્તિભાવ હોય ને, એણે તો વહેલામાં વહેલી તકે દીક્ષા લઈ લેવી જોઈએ.
શીથી સ્નાન કરવામાં આવે છે. એ અષ્કાયના જીવોમાં અસંખ્ય ને અનંત પૂર્વભવોના માતા-પિતા હોય છે. જે આપણા જ હાથે મોતને ઘાટ ઉતરતા હોય છે. ગેસ ચાલુ કરો એમાં અસંખ્ય માતા-પિતા દુઃખી થતા હોય છે ને મરતા હોય છે. પંખો ચાલુ કરો એમાં અસંખ્ય માતા-પિતાઓ કાળી વેદના સાથે રહેંસાઈ જતાં હોય છે. ૧. નન્થ નન્ન તત્થ વUT - આ સૂત્રના પ્રમાણથી પાણીની વિરાધનામાં
અષ્કાયના અસંખ્ય જીવો સાથે વનસ્પતિકાયના અનંત જીવો પણ હોય
છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૭૦
સંયમ કબ હી મિલે? શાક સુધારાતું હોય છે ત્યારે અસંખ્ય માતા-પિતાઓની અડધી કતલ થતી હોય છે. મીઠા-મરચા ભભરાવાય અને ચૂલે ચડે, ત્યારે આ કતલ પૂરી થાય છે. મમ્મી, ઘરમાં આપણે કંઈક કરવા જઈએ એટલે અસંખ્ય-અનંત માતા-પિતા મૃત્યુને ભેટતા હોય છે. અસંખ્ય-અનંત પતિ-પત્નીઓ પર ત્રાસ ગુજરતો હોય છે. અને અસંખ્ય-અનંત દીકરા-દીકરીઓની આપણા જ હાથે હત્યા થતી હોય છે. પરિવાર ખાતર ઘરમાં રહેનારને ખબર નથી, કે એ પ્રતિદિન અનંત પરિવારોની કતલ કરી રહ્યો છે. એ અનંત પરિવારો જે એના પોતાના હતાં એને ખૂબ ખૂબ વહાલસોયા હતા, ને આ ભવમાં એ સંયમથી વંચિત રહેશે એટલે પુનઃ અનંત ભવોમાં એ આ ભવના પરિવારની પણ કતલ કર્યા વિના રહેવાનો નથી. The essense is this Mummy, સંયમસ્વીકારમાં પરિવાર પ્રત્યે નીતરતું વાત્સલ્ય છે, સંયમના ઇન્કારમાં પરિવાર પ્રત્યે ભારોભાર ક્રૂરતા છે.
१. पज्जत्तणिस्साए अपज्जत्तगा उववज्जंति, जत्थ य एगो तत्थ णियमा
અસંg - (પ્રજ્ઞાપનાસૂત્ર) આ વચનના પ્રમાણથી પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ અસંખ્ય જીવો હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે? વૈરાગ્યશતક કહે છે – मायापियबंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहुजोणीणिवासिहिं, ण य ते ताणं च सरणं च ॥ આત્મન્ ! આખી ય દુનિયા તારા માતા, પિતા અને સ્વજનોથી ભરેલી છે, ચોર્યાશી લાખ યોનિઓમાં એ બધાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એમાંથી કોઈ તને બચાવી પણ શકે એમ નથી અને એમાંથી કોઈ તારું શરણ પણ બની શકે તેમ નથી. આચારાંગસૂત્ર કહે છે – तुमं पि णालं तेसिं ताणाए सरणाए वा, ते पि णालं तव ताणाए सरणाए वा । નથી તું એમને બચાવી શકે એમ, નથી એ તને બચાવી શકે એમ. જાતપુરુષાર્થથી શુદ્ધ સંયમ-સાધના કરીને આપણે જ આપણને બચાવી શકીએ તેમ છીએ. બાકી કોઈ કોઈને બચાવી શકતું નથી. હા, આપણે ઇચ્છીએ તો આપણા હાથે એ માતા-પિતા વગેરેની કતલ ન થાય એવું આપણે જરૂર કરી શકીએ છીએ, અને એ જ કરવા જેવું છે. એક દીકરા માટે આનાથી મોટું કર્તવ્ય બીજું કયું હોઈ શકે ?
Page #72
--------------------------------------------------------------------------
________________
૭૨
સંયમ કબ હી મિલે?
મમ્મી, કદાચ તું એમ કહે, કે આજે મારા ભાવ આવા છે, પણ સંયમ લીધા પછી કદાચ મારા આવા ભાવ ન રહે તો ? પણ આ પ્રશ્ન તો સંસારમાં ય ક્યાં લાગુ નથી પડતો ? તું જ કહે, જે આ ટાઈપનું વિચારે એ કદી લગ્ન પણ કરી શકે ખરો ? આજે તો આ છોકરી ગમે છે. પણ લગ્ન પછી નહીં ગમે તો ? છોકરી જો એમ વિચારે - કે “આજે તો એ ઘર સારું લાગે છે, પણ લગ્ન પછી ત્યાં નહીં ફાવે તો?” - તો એ કદી પરણી શકે ખરી? ધંધો કરવા જનાર જો નેગેટીવ વિચારો જ કર્યા કરે, કે જોઈએ એટલી કમાણી નહીં થાય તો ? નુકશાની જશે તો ? દેવાળું નીકળી જશે તો? આવા વિચારો કરનાર કદી ધંધો કરી શકે જ નહીં. એ ભૂખે ન મરે. ભગવદ્ગીતામાં કહ્યું છે – नायं लोको न परो न सुखं संशयाऽऽत्मनः । જે આવી રીતે સંશય જ કર્યા કરે છે, એનો આલોક પણ બગડે છે, પરલોક પણ બગડે છે
Page #73
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
૭૩
અને એને કોઈ સુખ મળતું નથી. अज्ञश्चाश्रद्दधानश्च संशयाऽऽत्मा विनश्यति ત્રણ વ્યક્તિ વિનાશ પામે છે એક તો અજ્ઞાની, બીજી એ વ્યક્તિ જેને શ્રદ્ધા નથી અને ત્રીજી એ વ્યક્તિ જે સંશય કર્યા કરે છે. મમ્મી, આ રીતે તો ઘર પણ ન ચાલી શકે, તો મોક્ષ તો કયાંથી મળે? કાંઈ કર્યા વગર તો કશું થવાનું જ નથી, અનંત કાળ પછી પણ સંશયોને છોડીને અને સત્ત્વ ફોરવીને જ મોક્ષ થવાનો છે, તો એ કામ આજે જ શા માટે ન કરવું? શા માટે હજી અનંત ભવભ્રમણથી આત્માને દુઃખી કરવો? મમ્મી, કદાચ તું એમ કહેતી હોય, કે પૂર્વકાળમાં એવી ચારિત્રની સાધના હતી, આજનો કાળ ખૂબ ખરાબ છે. આજે એવું ચારિત્ર રહ્યું નથી. સાધુતામાં પણ જાતજાતની શિથિલતાઓ હોઈ શકે છે, તો મારે આ બાબતમાં એ જ કહેવું છે, કે હું સારામાં સારું-એક પણ શિથિલતા વગરનું ચારિત્ર પાળીશ. હું સિંહની જેમ સંયમ લેવા માંગું છું,
Page #74
--------------------------------------------------------------------------
________________
૭૪
અને સિંહની જેમ પાળવા માંગું છું.
અને માટે જ મેં એવા ગુરુ - એવો ગુરુકુલવાસ પસંદ કર્યો છે
સંયમ કબ હી મિલે ?
જેમાં મારું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.
સ્વાધ્યાય અને સંયમનો ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે.
જમાનાવાદનો ત્યાં પડછાયો પણ નથી.
આધુનિક સાધનોની ત્યાં આભડછેટ પળાય છે.
મમ્મી,
મમ્મી તરીકે તારું કર્તવ્ય એ જ હોઈ શકે,
કે તું સારામાં સારા ગુરુ શોધીને
મને વહેલામાં વહેલી તકે સંયમમાર્ગે પ્રયાણ કરાવી દે.
આમાં એક કામ તો થઈ ચૂક્યું છે,
હવે બીજું કામ તારે કરવાનું બાકી રહ્યું છે.
તને વિશ્વાસ ન હોય,
તો તું તપાસ કરી શકે છે.
મમ્મી,
હું ય સમજું છું.
અનંત ભવે મળેલી આ મહાદુર્લભ સામગ્રીને પામીને
સંયમાર્થી જીવે ગમે ત્યાં સમર્પણ ન કરી દેવાનું હોય,
ગુરુ જો સદ્ગુરુ છે તો બેડો પાર છે
ગુરુ જો કુગુરુ છે તો આખું સંયમ ખુવાર છે.
ષષ્ટિશતકમાં કહ્યું છે
આગમાં કૂદી પડવું સારું છે, સાપના મોંમાં હાથ નાંખવો પણ સારો છે, પણ કુગુરુની ઉપાસના સારી નથી...માં ગુરુસેવળ મદ્દ !
Page #75
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
મને જે ગુરુ મળ્યા છે, તે નખશિખ સદ્ગુરુ છે
અને એના જ કારણે મને મારા ભાવિની કોઈ જ ચિંતા નથી.
મમ્મી,
તારે તો કેટલું ખુશ થવાનું હોય !
કેટલું રાજીના રેડ થવાનું હોય !
કે તારા દીકરાનું કામ થઈ ગયું.
શાસ્ત્રોએ જે સદ્ગુરુને શોધવા માટે સાતસો-સાતસો યોજન સુધી
ભ્રમણ કરવાનું કહ્યું છે.
શાસ્ત્રોએ જે સદ્ગુરુને શોધવા માટે બાર-બાર વર્ષ સુધી મહેનત કરવાનું કહ્યું છે.
એ સદ્ગુરુ એવા કોઈ પ્રયાસ વિના મને પ્રાપ્ત થઈ ગયા છે.
You can check Mummy,
પણ આત્મસાક્ષીએ.
એક માત્ર મારા આત્મકલ્યાણની ભાવનાથી.
બાકી આજે એવી પણ મોહાધીન માતાઓ હોય છે,
જેમને હકીકતમાં ભીતરનો મોહ સતાવતો હોય
અને બહારથી કાળના | સંયમના / ગુરુના દોષ કાઢતી હોય,
અને આડકતરી રીતે સંયમપ્રાપ્તિમાં અંતરાય કરવાનું પાપ કરતી હોય.
But I know Mummy, You can't do so.
મને પૂરો વિશ્વાસ છે
કે તું સ્વાર્થને અને મોહને ફગાવીને
૭૫
જિનશાસનની શ્રાવિકાને છાજે એવું જ કામ કરીશ. તારી દૃષ્ટિ માત્ર ને માત્ર મારા હિત ઉપર જ હશે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૬
મમ્મી,
કદાચ તું એમ કહે,
કે આ કાળમાં ચારિત્રની ગમે તેટલી સાધના કરો,
તો પણ મોક્ષ તો થવાનો નથી,
તો પછી સાધના કરીને શું ફાયદો ?
એના કરતા તો
મહાવિદેહમાં જન્મ લઈને ત્યાં દીક્ષા લેવી સારી,
કારણ કે મોક્ષમાર્ગ તો ત્યાંથી ચાલુ છે.
પણ મમ્મી,
સંયમ કબ હી મિલે ?
હકીકતમાં મોક્ષ ભરતક્ષેત્ર કે મહાવિદેહ ક્ષેત્રને નથી બંધાયેલો
પણ સાધનાને બંધાયેલો છે.
ચોથા આરામાં પણ બધા આત્માઓ મોક્ષે નથી જતાં.
અરે, મોક્ષની વાત તો ક્યાં કરવી ?
ચોથા આરામાં જ સાતમી નરકમાં જનારા પણ હોય છે.
આજે ય મહાવિદેહક્ષેત્રમાં આવા આત્માઓ પણ છે જ.
ચોથા આરામાં ય જેઓ સંયમની સાધના કરે
તે બધાંનો તે જ ભવમાં મોક્ષ નથી થતો.
સીમંધરસ્વામી ભગવાનના સો કરોડ સાધુ-સાધ્વીજીના પરિવારમાંથી ફક્ત દશ લાખ સાધુ-સાધ્વીજીને કેવલજ્ઞાન મળ્યું છે.
મહાવીરસ્વામી ભગવાનના ચૌદ હજાર શિષ્યોમાંથી
ફક્ત સાતસો શિષ્યો એ જ ભવે મોક્ષે ગયા છે. મહાવીરસ્વામી ભગવાનના છત્રીશ હજાર સાધ્વીજીઓમાંથી ફક્ત ચૌદસો સાધ્વીજીઓ જ એ જ ભવે મોક્ષે ગયા છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે?
મમ્મી, મોક્ષ એ સાધનાના પરિપાકનું ફળ છે. અને એ સાધનાનો પરિપાક પ્રાયઃ અમુક ભવોની સાધના પછી જ મળતો હોય છે. સાધનાની યાત્રા ચાલુ થશે એટલે મોક્ષ અવશ્ય મળશે જ. લાખ રૂપિયાનો સવાલ તો એ યાત્રા ચાલુ કરવાનો હોય છે. આટલું સમજ્યા પછી પણ...આટલે ઉપર આવ્યા પછી પણ જો આ ભવમાં એ યાત્રા ચાલુ કરવામાં ન આવે, તો પરભવમાં તો એ યાત્રા ચાલુ થાય, એવી કોઈ જ શક્યતા નથી. ઉપદેશમાલામાં કહ્યું છે – लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थितो । अण्णं दाहिं बोहिं, लब्भिहिसि कयरेण मुल्लेणं ? ॥ આત્મન્ ! આ ભવમાં તને જે સમજ મળી. સમકિત મળ્યું. એને અનુરૂપ તું સાધના નહીં કરે, અને આવતા ભવમાં સમ્યક્ત અને સાધના મળે એવી પ્રાર્થના કરે છે, પણ આવતા ભવમાં તને કયાં મૂલ્યથી આ બધું મળશે ?
અરે,
પરભવની સાધનાની વાત તો જવા દે આ ભવમાં છતી શક્તિએ સાધના ન કરે,
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૮
સંયમ કબ હી મિલે? એને આવતા ભવમાં સમકિત પણ મળી શકતું નથી. મમ્મી, જેને સાધના કરવી છે, એના માટે તો આ સારામાં સારો કાળ છે. વિતરાગસ્તોત્રમાં કહ્યું છે – यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥ પ્રભુ !
જ્યાં આપની આજ્ઞાના અનુસરણનું ફળ અલ્પ સમયમાં પણ મળી જાય છે, તે એક કળિકાળ જ હોજો, ચોથા આરાની અમને જાણે જરૂર જ રહી નથી. ખરેખર મમ્મી, ચોથા આરામાં લાખો-કરોડો-અબજો વર્ષનું પૂર્વકોટિ વર્ષનું પણ ચારિત્ર પાળીને જે ફળ મળી શકે, તે ફળ પાંચમા આરામાં ર૫-૫૦ વર્ષના ચારિત્રથી પણ મળી શકે છે. કારણ કે આજીવનરૂપે તો એ બંને ચારિત્રની પ્રતિજ્ઞા સમાન જ છે. તો આ તો કેટલું સીધું પડી ગયું ! સસ્તામાં સિદ્ધપુરની જાત્રા એ આનું નામ. મમ્મી, બહુ સારું થયું કે આપણને પાંચમો આરો મળ્યો. બહુ સારું થયું કે આપણને ભરતક્ષેત્ર મળ્યું.
Page #79
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
આ તો એક એન્ટ્રન્સ એકઝામ છે.
આ સંઘયણથી સારી આરાધના કરશું
એટલે ભવાંતરમાં પહેલું સંઘયણ મળશે.
આ બુદ્ધિથી પિસ્તાલીશ આગમો ભણશું
એટલે ભવાંતરમાં ચૌદ પૂર્વે ભણી શકાય એવી બુદ્ધિ મળશે.
આ ક્ષેત્રમાં ઉચિત સંયમ સાધના કરશું
એટલે ભવાંતરમાં ઉત્કૃષ્ટ સંયમ સાધના થઈ શકે એવું ક્ષેત્ર મળશે.
આ ભવના ગુરુની પૂર્ણ સમર્પણભાવે ઉપાસના કરશું
તો ભવાંતરમાં તીર્થંકર ગુરુ / કેવળજ્ઞાની ગુરુની પ્રાપ્તિ થશે.
We are very lucky Mummy,
કે આપણને Practice કરવાનો chance મળ્યો છે,
વિના અભ્યાસ, વિના ઘડતર, વિના વિકાસ
સીધે સીધું જો આપણને મહાવિદેહ ક્ષેત્ર મળી જાત,
તો કદાચ આપણે Fail થઈ જાત.
કદાચ આપણે ત્યાં તીર્થંકરની આશાતના કરી બેસત
ને આપણો સંસાર વધી જાત.
તો નિષ્કર્ષ આ છે.
This is the best field. This is the best time.
આમાં સાધના નહીં કરીએ તો ફરી ક્યારે કરશું ?
મમ્મી,
अभी नहीं तो कभी नहीं,
એવી મારી સ્થિતિ છે.
૭૯
Page #80
--------------------------------------------------------------------------
________________
८०
તું કદાચ ‘પછી’ પર નાંખે,
પણ મારું ‘પછી’ એ તારી ‘આજ’ છે.
શું તું આજે નીકળી શકે એમ છે ?
શું કાલનો કોઈ ભરોસો છે ?
Please Mummy, Be Wise, તારે મારી સાચ્ચી મમ્મી બનવાનું છે.
કદાચ તું એવું કહે,
કે સંયમજીવનની કઠોર ચર્યા હું કેવી રીતે પાળીશ ? મારું શરીર ક્યાં સુધી આ બધી ચર્યાને ખમશે, એવી ચિંતા તને થઈ શકે,
પણ મમ્મી,
ભગવાનનો એવો કોઈ આગ્રહ છે જ નહીં કે તમારાથી ન થતું હોય તો ય મરી-ફુટીને પણ...ખેંચાઈને પણ આટલી આટલી આરાધના કરવી જ પડશે. ભગવાન તો એટલું જ કહે છે
કે તમારી જેટલી શક્તિ પહોંચતી હોય
એ આરાધનામાં પ્રમાદ ન કરો.
જ્ઞાનસારમાં કહ્યું છે -
तदेव हि तपः कुर्याद्, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाण्यपि ॥
સંયમ કબ હી મિલે ?
Page #81
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
તે જ તપ કરવો
જેમાં દુર્ધ્યાન ન થાય, જેમાં યોગોની હાનિ ન થાય
અને જેનાથી આંખ વગેરે ઇન્દ્રિયો નબળી ન પડે.
મમ્મી,
જીવનના છેડા સુધી દર્શન, જ્ઞાન, ચારિત્રની સુંદર આરાધના થઈ શકે,
મોક્ષયાત્રી ક્યાંક અધવચ્ચે જ ભાંગી ન પડે,
એનું શરીર કે મન તૂટી ન જાય
એની બધી જ કાળજી ભગવાને લીધી છે.
લાખો શ્લોકો પ્રમાણ સાહિત્ય
ભગવાનની આ કાળજીની સાક્ષી પૂરી રહ્યું છે.
ગીતાર્થ ગુરુ ભગવંત આ બાબતને બહુ સારી રીતે સમજતા હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વ્યક્તિને આશ્રીને
દરેક ચર્યાના અપવાદો -
આ ન થઈ શકે તો આ...એ ય ન થઈ શકે તો આ...
એ ય શક્ય ન હોય તો આ...
આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિધિ બતાવેલી છે.
હા,
મોક્ષસાધકનું લક્ષ્ય તો ઉત્સર્ગ જ હોય
ગુરુ
પણ લાભાલાભ જોઈને ગીતાર્થ શાસ્ત્રાનુસારે દ્રવ્યાદિ જોઈને
તે તે આરાધનાની અનુમતિ આપતા હોય છે.
૮૧
ભગવંત
Page #82
--------------------------------------------------------------------------
________________
૮૨
જેમ કે ચૌદશના પ્રતિક્રમણમાં
એક ઉપવાસ | બે આયંબિલ | ત્રણ નીવિ | ચાર એકાસણા | આઠ
બિયાસણા |
સંયમ કબ હી મિલે ?
બે હજાર સ્વાધ્યાય...આ રીતે વિકલ્પો આવતા હોય છે.
એ રીતે સંયમજીવનમાં પણ
હજારો બાબતોમાં યોગ્ય વિકલ્પો હોય છે.
જેમને ગીતાર્થ ગુરુ બરાબર સમજતા હોય છે.
જેમ સારા ડૉક્ટરને કે સારા વકીલને કેસ સોંપી દેવાથી
એમના તમામ જ્ઞાન અને અનુભવનો લાભ
આપણને મળી જાય છે,
એ જ રીતે
ગીતાર્થ ગુરુને આપણો કેસ સોંપી દેવાથી
એમના તમામ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને મળી જાય છે.
મમ્મી,
સાધુ કદી અનાથ નથી હોતા.
સંસારમાં માતા-પિતાની છાયા હોય છે,
એમ સંયમમાં ગુરુની છાયા હોય છે. વધુમાં એ
કે ગુરુ શરીર સાથે આત્માનું પણ ધ્યાન રાખે છે. બધી જ રીતે યોગ-ક્ષેમ કરે છે,
જુદા જુદા જીવોને તેમની યોગ્યતાને અનુસારે
Page #83
--------------------------------------------------------------------------
________________
સંયમ કબ હી મિલે ?
શારીરિક અને માનસિક ક્ષમતાને આધારે
આગળ વધારવાનો પ્રયાસ કરે છે.
માતાના વાત્સલ્ય ને પિતાના પ્રેમનો સમન્વય હોય,
અને એમાં ભગવાનની કરુણા ઉમેરાય
એટલે ગુરુનું સર્જન થાય છે.
In short Mummy,
જેમના ખોળે મને સોંપીને
તને કોઈ જ જાતની કોઈ જ ચિંતા ન રહે
એવી વ્યક્તિ છે ગુરુ,
પ્રીયન્તામ્ મમ્મી,
તું ખુશ થા.
તારા માટે આ ખુશ થવાનો જ અવસર છે.
એક વાત નક્કી છે મમ્મી,
ભગવાને જણાવેલા મોક્ષમાર્ગમાં
ભગવાને પ્રરૂપેલા સંયમજીવનમાં આપણને જો થોડી પણ ખામી લાગતી હોય,
તો એ હકીકતમાં આપણી સમજની ખામી હોય છે.
હકીકતમાં જિનશાસનમાં કશું પણ ઓછું નથી. ડિપુત્રં – જિનશાસન પૂર્ણ છે, પરિપૂર્ણ છે. Please મમ્મી,
Please પપ્પા,
Please,
૮૩
Page #84
--------------------------------------------------------------------------
________________ 84 સંયમ કબ હી મિલે? Allow me to Follow Jinshasan. આપ મને અંતરના આશીર્વાદ આપો કે હું જિનાજ્ઞાને મારું જીવન બનાવું. ગુર્વાજ્ઞાને મારો શ્વાસ બનાવું. નિર્મળ સંયમજીવનનો હું સ્વામી બનું. અને આપનો પણ શીઘ્ર વિસ્તાર કરું. આપના મંગળ આશીર્વાદ મારી જીવનભરની સાધનાની મૂડી બની રહેશે. Don't Miss 0 ડિલે ઇસ ડેન્જરસ રાતે ખાતા પહેલા * अप्पहियं कायव्वं * અમેરિકા જતા પહેલા हिन्दी बाल साहित्य * स्टोरी स्टोरी लाइफ स्टाइल * ऐन्जोय जैनीझम डायमंड डायरी Coming Soon 0 આ છે સંસાર પ્રાપ્તિસ્થાન - બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380015 Mobile - 9426585904 email - ahoshrut.bs@gmail.com