SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સંયમ કબ હી મિલે? એને આવતા ભવમાં સમકિત પણ મળી શકતું નથી. મમ્મી, જેને સાધના કરવી છે, એના માટે તો આ સારામાં સારો કાળ છે. વિતરાગસ્તોત્રમાં કહ્યું છે – यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥ પ્રભુ ! જ્યાં આપની આજ્ઞાના અનુસરણનું ફળ અલ્પ સમયમાં પણ મળી જાય છે, તે એક કળિકાળ જ હોજો, ચોથા આરાની અમને જાણે જરૂર જ રહી નથી. ખરેખર મમ્મી, ચોથા આરામાં લાખો-કરોડો-અબજો વર્ષનું પૂર્વકોટિ વર્ષનું પણ ચારિત્ર પાળીને જે ફળ મળી શકે, તે ફળ પાંચમા આરામાં ર૫-૫૦ વર્ષના ચારિત્રથી પણ મળી શકે છે. કારણ કે આજીવનરૂપે તો એ બંને ચારિત્રની પ્રતિજ્ઞા સમાન જ છે. તો આ તો કેટલું સીધું પડી ગયું ! સસ્તામાં સિદ્ધપુરની જાત્રા એ આનું નામ. મમ્મી, બહુ સારું થયું કે આપણને પાંચમો આરો મળ્યો. બહુ સારું થયું કે આપણને ભરતક્ષેત્ર મળ્યું.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy