SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે ? સંસારમાં ડગલે ને પગલે લાચારી છે...ફિકાશ છે... સંયમમાં દેદીપ્યમાન તેજ છે. લોકો વિચારે છે કે ‘હાય હાય...આણે તો દીક્ષા લઈ લીધી, એ તો બધા વિષયસુખોથી આજીવન વંચિત થઈ ગયો, અરે...બિચારો...' પણ મમ્મી, એ લોકો એ નથી જોઈ શકતાં, કે વિષયસુખોને પામવાની ભૂતાવળમાં સંસારી જીવો કેટલાં હાંફળા ને ફાફળા થઈને જીવનભર દોડતા જ હોય છે, એ સુખો નથી મળતા તો માણસ તૃષ્ણાથી દુ:ખી હોય છે, મળે છે તો માણસ તુલનાથી દુ:ખી હોય છે. ‘એ મળે તો હું સુખી’ આવી મનોદશા જ પોતાના સુખને ગીરવે મુકવા જેવી હોય છે. જ્યાં સુધી કાંઈ જોઈએ છે, ત્યાં સુધી માણસ ભિખારી છે. દુઃખી અને ભૂખ્યો છે. ખરી શ્રીમંતાઈ, ખરું સુખ, ખરી અસ્મિતા એ બધું તૃપ્તિમાં છે. તૃપ્તિ. જ્યાં કશું જ જોઈતું નથી. હૃદયપ્રદીપ કહે છે तावत् सुखेच्छा विषयार्थभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ॥ વિષયોની પાસેથી સુખની અપેક્ષા ત્યાં સુધી જ રહે છે, ૫૯
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy