________________
સંયમ કબ હી મિલે?
જ્યાં સુધી આપણે ઘરમાં હોઈશું, ત્યાં સુધી આપણે પાંચ કતલખાના ચલાવવા પડશે. પર્શ સૂના ગૃહથી - ગૃહસ્થના પાંચ કતલખાના હોય છે. ચૂલો એ પહેલું કતલખાનું છે. ખાંડણિયું એ બીજું કતલખાનું છે. ઘંટી એ ત્રીજું, પાણિયારું એ ચોથું અને મોરી એ પાંચમું. પપ્પા, આપણે તો જીવદયાનો ઝંડો લઈને ફરનારા છીએ. આપણે શા માટે આ કતલખાના ચલાવવા પડે ? અરે, આપણે તો એ પ્રાચીન કતલખાનાઓને વધુ ભયંકર આધુનિક સ્વરૂપ આપી દીધું. ચૂલાની જગ્યાએ આવ્યા ગેસ-સ્ટવ, ઇલેક્ટ્રિક સ્ટવ ને ઓવન. ખાંડણિયાની જગ્યાએ આવ્યા મિક્સર, ઘંટી બની ગઈ ગ્રાઇન્ડર. પાણિયારાની જગ્યાએ ફ્રીઝ ગોઠવાઈ ગયું. ને મોરીની જગ્યા બાથરૂમ, લેટ્રીન ને બેઝીને લઈ લીધી. હિંસાના અનેક ગુણાકારો થઈ ગયા. રોજે રોજ અસંખ્ય ને અનંત જીવોની કરપીણ હત્યા થયા જ કરે.. થયા જ કરે.. થયા જ કરે... ઓ પપ્પા, આપણે શાંતિથી આ બધો વિચાર કરીએ ને? તો ઘર શબ્દથી જ ભયંકર ફફડાટ થઈ જાય, એક ક્ષણ માટે પણ ઘરમાં રહેવું અશક્ય થઈ જાય. વાત આટલેથી પતતી નથી. આ પાંચ કતલખાના ચલાવવા માટે બહાર કેટલા તલખાના ચલાવવાના ?