________________
સંયમ કબ હી મિલે ?
કયો ધંધો એવો છે જેમાં હિંસા નથી ?
કઈ નોકરી એવી છે જેમાં કોઈ પાપ નથી ?
કયું કામ એવું છે જેમાં માયા ને મૃષાવાદ નથી ?
કયો વેપા૨ી એવો છે જે ચોર નથી ?
પપ્પા, એક એક ધંધાને જો પગથી માથા સુધી તપાસીએ ને, તો આપણને પગથી માથા સુધી ધ્રુજારી છૂટી જાય,
એક એક ધંધા-નોકરીના મૂળ મોટી મોટી હિંસા સુધી
ને ક્યારેક પંચેન્દ્રિય જીવની હત્યા સુધી પણ પહોંચતા હોય છે.
છેવટે...વધુ કશું જ નહીં તો...
અનીતિ વગરનો ધંધો કરવો એ ફક્ત મુશ્કેલ જ નહીં,
પણ અશક્યપ્રાયઃ છે, એવું આપ પણ કહેતા હો છો,
તો શા માટે આપણે આપણા આદર્શોમાં કોમ્પ્રોમાઇઝ કરવું?
શા માટે આપણું દિલ ડંખે એવું કામ કરવું ?
શા માટે આપણા અંદરના અવાજની ઉપેક્ષા કરવી ?
પપ્પા,
એક ઘટના વાંચી હતી –
કરિયાણાની દુકાને એક કસાઈ આવે છે, રૂ લેવા. દુકાનદાર શેઠ બે પૈસાની ગરબડ કરીને રૂ આપે છે. કસાઈ તો જતો રહે છે, પણ શેઠને માથે એ ઋણ રહી જાય છે.
૯
મરીને બકરો થાય છે, ને એ જ કસાઈ એને પકડી લે છે.
કસાઈ બકરાને બાંધીને ખેંચી ખેંચીને ઘસડી ઘસડીને લઈ જાય છે. રસ્તામાં પૂર્વજન્મની દુકાન આવે છે. બકરો પોતાના દીકરાને જુએ છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વજન્મ દેખાય છે.