SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે ? ત્રણ કરોડ સૈનિક... બધું જ છોડીને...સંયમ સ્વીકારીને...એ રાજર્ષિ ચાલી નીકળ્યા. એમને જેટલો ઝળહળતો વૈરાગ્ય હતો એટલો જ બધાંને હજી એમના પર રાગ હતો. હજી બધાં એમની દીક્ષાને સ્વીકારવા તૈયાર ન હતાં દિવસોના દિવસો સુધી એ આખો ય પરિવાર એ કરોડોનો રસાલો એમની પાછળ ને પાછળ ફર્યો. રાણીઓ ચોધાર આંસુએ રડે છે, પરિવાર વિલાપ કરે છે. મંત્રીઓ વિનવે છે, હાથીઓ ને ઘોડાઓ ટપોટપ આંસુ પાડે છે, બધાંની એક જ વાત છે - પાછાં ફરો. “તમારા વિના અમે બધાં ય અનાથ છીએ, આપ અમને સનાથ કરો. શું ગુનો છે અમારો કે આપ અમને છોડો છો, આપના વિના અમારું કોણ ? કૃપા કરો, પાછા ફરો.’’ પાછા ફરવાની વાત તો દૂર, એ રાજર્ષિ આંખો ઊંચી કરીને જોતા સુદ્ધા । નથી. હૈયું હચમચાવી દે એવી સામે કાકલૂદીઓ થઈ રહી છે ને એમનું એક રુંવાડું પણ ફરકતું નથી. અંતરમાં વૈરાગ્યની અખંડ જ્યોત ઝળહળી રહી છે. ૪૫ ને એના અજવાળામાં એ રાજર્ષિને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કે જો આ લોકોની લાગણીમાં હું તણાયો, જો એમના સ્નેહપાશમાં હું બંધાયો,
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy