SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે? ૪૯ આપનો પુત્ર થઈને હું સંસારની ગટરમાં રગદોળાઉં એ તો આપના માટે નામોશીની વાત થશે. મમ્મી, હું તને “રત્નકુક્ષિ માતા'નું બિરુદ અપાવવા માંગું છું. આ એવું બિરુદ છે, જેની આગળ દેવો ય ઝુકી જતા હોય છે. મમ્મી, I ask you one thing, કતલખાનામાં કાપવા માટેના પશુઓ લાઈનમાં ઊભા છે. એક જીવદયાપ્રેમી ત્યાં આવે છે, એની પાસે એક જીવને છોડાવવાની સગવડ છે - લાઈનમાં એક ગાય પાસે વાછરડું ઊભું છે. એ વાછરડાને છોડાવવાના પૈસા આપે છે અને વાછરડાને દોરી જવાનો પ્રયાસ કરે છે. ગાય શું કરશે? વાછરડાને લઈ જવા દેશે કે વિરોધ કરશે? ગાય નજર સામે જોઈ રહી છે કે ધીમે ધીમે લાઈન આગળ વધી રહી છે, ગાયને પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે, જે જેનો જેનો નંબર આવતો જાય છે તેની તેની કતલ થતી જાય છે. વાછરડું સાથે જ રહે, તો ગણતરીની મિનિટોમાં એ ય રહેંસાઈ જવાનો. એને જવા દે તો એનો વિયોગ થવાનો પણ એ ન જાય તો સંયોગ પણ તો ગણતરીની મિનિટોનો જ છે. Plz. tell me Mummy, what will she do ? will she allow or not? જવા જ દેશે ને ? Because she is a mother.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy