SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ४० સંયમ કબ હી મિલે? મને મારા ઉપર જ દયા આવી જાય છે. પપ્પા, ઇયળ વગેરેની વાત તો જવા દો, સાતે નરકના ચોર્યાશી લાખ નરકાવાસો છે. નરકાવાસો તે તે નરકના વિરાટ વિભાગો હોય છે. એ દરેકે દરેક નરકાવાસમાં આપણો જીવ અનંતવાર જન્મી ચૂક્યો છે. એ વિરાટ, અતિવિરાટ આયુષ્યો ને એ કાતિલ-અતિકાતિલ વેદના... કઈ રીતે એ બધો સમય કાપ્યો હશે? કઈ રીતે એ બધું દુઃખ સહન કર્યું હશે? પપ્પા, મુંબઈના દેવનારના ને હૈદરાબાદના અલ-કબીરના કતલખાના છે ને? એ આપણો ભૂતકાળ છે. પોસ્ટ્રીફાર્મો, મચ્છીમારીઓ, મટન-શોપો, હત્યાકાંડો, બોમ્બવિસ્ફોટો આગ-દુર્ઘટનાઓ, ભૂકંપો, પૂરો, સુનામીઓ, અકસ્માતો.. આ બધું જ આપણો ઇતિહાસ છે. આજે કંઈક અવકાશ મળ્યો, કંઈક સ્વાધીનતા મળી, ત્યારે આપણે એવા રોંગ નંબરમાં ખોવાઈ જઈએ છીએ, કે ફરીથી એ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડે એવી સ્થિતિ થઈ જાય છે. બસ, હવે બહુ થઈ ગયું. હવે આ જન્મ-મરણો-ઘડપણો-રોગો-યાતનાઓથી હું કંટાળી ગયો છું. હવે મારે જલ્દીથી જલ્દી મોક્ષમાં જતાં રહેવું છે. પ્લીઝ, આપ મારા પર કૃપા કરો,
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy