________________
૩૯
સંયમ કબ હી મિલે? તો અસંખ્ય યોજનના આ આખા ય ચૌદ રાજલોક એનાથી ભરાઈ જાય, તો ય એ ડેડ-બોડીઝ પૂરા ન થાય. બીજા ચૌદ રાજલોક હોય તો એ ય ભરાઈ જાય. ત્રીજા ય ભરાઈ જાય, ચોથા ય ભરાઈ જાય, પાંચમાં...છઠ્ઠા... સો.. બસો...પાંચસો...હજાર...લાખ... કરોડ...કરોડો...અબજો... અસંખ્ય...લાખો અસંખ્ય...કરોડો અસંખ્ય...અબજો અસંખ્ય... પપ્પા, અનંત ચૌદ રાજલોક જેમના ડેડ-બોડીઝથી ભરાઈ જાય, એટલા તો આપણે ઇયળના ભવો કર્યા છે. એટલા જ કીડીના ભવો, મકોડાના ભવો, માખી-મચ્છરના ભવો, ને પપ્પા, કલ્પના કરો, કે કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, ગધેડા, કબૂતર, કાગડા જેવા તો આપણે કેટલા ભવો કર્યા હશે ! એમના ડેડબોડીઝ હોય, તો તો કેટલા અનંત ચૌદ રાજલોક ભરાઈ જાય ! પપ્પા, વૈરાગ્યશતક કહે છે - ण सा जाइ ण सा जोणी, ण तं ठाणं ण तं कुलं । ण जाया ण मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ એવી કોઈ જાતિ કે યોનિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી,
જ્યાં સર્વે જીવો અનંત વાર જન્મ્યા અને મર્યા નથી. બસ પપ્પા, હવે બહુ થયું, મને મારી નજર સામે મારો આખો ય ભૂતકાળ દેખાય છે. ને હું થથરી જાઉં છું. મારું માથું શરમથી નીચે ઝુકી જાય છે.