________________
૩૮
સંયમ કબ હી મિલે?
આ જીવનનો સાર આ જ છે. આ જ ઉપાદેય છે. આ જ કરવા જેવું છે. આનાથી જ આપણે સુખી થઈશું. अहं पि तुम्हाणुमईए साहेमि एअं णिव्विन्नो जम्ममरणेहिं આપની અનુમતિથી હું પણ સંસારનો અંત કરનારી સાધના કરું, પપ્પા, હું આપને મારા હૃદયની વાત કહું છું. હવે સંસારમાં મને કોઈ જ રસ નથી. જિનવાણીથી મેં સંસારનું ખરું સ્વરૂપ જાણ્યું છે. સંસાર એક જેલ છે, જેમાં આપણે અનાદિકાળથી સબડી રહ્યા છીએ. સંસાર એક કતલખાનું છે, જેમાં ભવો ભવ આપણી કતલ થઈ રહી છે. સંસાર એક પાગલખાનું છે, જ્યાં જીવો હાથે કરીને દુઃખી થવાના ધંધા કરે
છે.
સંસાર એક દાવાનળ છે, જ્યાં વિષય-કષાયની આગ ભડકે બળી રહી છે. સંસાર એક યુદ્ધભૂમિ છે, જ્યાં ગમે ત્યાંથી ગમે ત્યારે પ્રહાર થઈ શકે છે. સંસાર એક શ્મશાન છે, જ્યાં શોકની આગ કદી બુઝાતી જ નથી. સંસાર એક દરિયો છે, જેણે આપણને અનંતવાર ડુબાડ્યો છે. સંસાર એક રાક્ષસ છે, જે અવાર-નવાર આપણું લોહી પીધાં કરે છે. I tell you truth papa, Now I have no interest in sansara. તમને ખબર છે પપ્પા, સંસારમાં આપણે એક એક જાતિના જીવના કેટલા ભવો કર્યા છે? ફકત આપણા ઇયળના ભવો કેટલા થયા ખબર છે ? ચોખાના દાણા જેટલી ઇયળ તરીકે આપણે એટલી બધી વાર જન્મ્યા, કે તે દરેક ભવોના જો ડેડ-બોડીઝ સાચવીને રાખવામાં આવે,