________________
४४
સંયમ કબ હી મિલે? સદ્ગુરુ એ છે જેઓ જ્ઞાન અને સંયમના સુભગ સમન્વય હોય. પપ્પા, મારા માટે મન મૂકીને નાચવા જેવી આ ઘટના છે કે મને આવા સદ્ગુરુ મળ્યા છે, એમની કૃપાથી મારા મનોરથો જરૂર સફળ થશે. પપ્પા, કદાચ આપ એમ કહો, કે હજી મેં સંસાર જોયો નથી, સંસારના સુખ કેવા હોય, એની મને કશી જ ખબર નથી, અને એટલે જ મારી આ બધી વાતો આપને પોકળ લાગે, બાળરમત લાગે એ શક્ય છે, પણ પપ્પા, હું સાવ નાનો તો નથી સંસારનો અનુભવ નથી એ વાત સાચી, પણ સંસારથી હું સાવ અજાણ તો નથી જ. અને પપ્પા, આપણા સંસારમાં તો શું કસ પણ છે? કેવા કેવા રાજા-મહારાજાઓએ, રાજકુમારો અને શ્રેષ્ઠિપુત્રોએ આજ સુધીમાં દીક્ષા લીધી છે, એ આપ કયાં નથી જાણતા? અરે, ચક્રવર્તીઓ સુદ્ધા એક લાખ બાણું હજાર રાણીઓને છોડીને જે પંથે સિધાવ્યા હતા, એ આ પાવન પંથ છે. સનસ્કુમાર ચક્રવર્તી બધું જ છોડીને પ્રવ્રયાના પંથે સિધાવ્યા એક લાખ બાણું હજાર પત્નીઓ, ચૌદ રત્નો, નવ નિધાનો, છન્નુ કરોડ ગામ, બત્રીસ હજાર દેશ, ત્રણ કરોડ ગોકુળ, ચોર્યાશી લાખ હાથી, ચોર્યાશી લાખ ઘોડા, ચોર્યાશી લાખ રથ,