________________
સંયમ કબ હી મિલે?
૭૩
અને એને કોઈ સુખ મળતું નથી. अज्ञश्चाश्रद्दधानश्च संशयाऽऽत्मा विनश्यति ત્રણ વ્યક્તિ વિનાશ પામે છે એક તો અજ્ઞાની, બીજી એ વ્યક્તિ જેને શ્રદ્ધા નથી અને ત્રીજી એ વ્યક્તિ જે સંશય કર્યા કરે છે. મમ્મી, આ રીતે તો ઘર પણ ન ચાલી શકે, તો મોક્ષ તો કયાંથી મળે? કાંઈ કર્યા વગર તો કશું થવાનું જ નથી, અનંત કાળ પછી પણ સંશયોને છોડીને અને સત્ત્વ ફોરવીને જ મોક્ષ થવાનો છે, તો એ કામ આજે જ શા માટે ન કરવું? શા માટે હજી અનંત ભવભ્રમણથી આત્માને દુઃખી કરવો? મમ્મી, કદાચ તું એમ કહેતી હોય, કે પૂર્વકાળમાં એવી ચારિત્રની સાધના હતી, આજનો કાળ ખૂબ ખરાબ છે. આજે એવું ચારિત્ર રહ્યું નથી. સાધુતામાં પણ જાતજાતની શિથિલતાઓ હોઈ શકે છે, તો મારે આ બાબતમાં એ જ કહેવું છે, કે હું સારામાં સારું-એક પણ શિથિલતા વગરનું ચારિત્ર પાળીશ. હું સિંહની જેમ સંયમ લેવા માંગું છું,