Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 71
________________ સંયમ કબ હી મિલે? વૈરાગ્યશતક કહે છે – मायापियबंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहुजोणीणिवासिहिं, ण य ते ताणं च सरणं च ॥ આત્મન્ ! આખી ય દુનિયા તારા માતા, પિતા અને સ્વજનોથી ભરેલી છે, ચોર્યાશી લાખ યોનિઓમાં એ બધાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એમાંથી કોઈ તને બચાવી પણ શકે એમ નથી અને એમાંથી કોઈ તારું શરણ પણ બની શકે તેમ નથી. આચારાંગસૂત્ર કહે છે – तुमं पि णालं तेसिं ताणाए सरणाए वा, ते पि णालं तव ताणाए सरणाए वा । નથી તું એમને બચાવી શકે એમ, નથી એ તને બચાવી શકે એમ. જાતપુરુષાર્થથી શુદ્ધ સંયમ-સાધના કરીને આપણે જ આપણને બચાવી શકીએ તેમ છીએ. બાકી કોઈ કોઈને બચાવી શકતું નથી. હા, આપણે ઇચ્છીએ તો આપણા હાથે એ માતા-પિતા વગેરેની કતલ ન થાય એવું આપણે જરૂર કરી શકીએ છીએ, અને એ જ કરવા જેવું છે. એક દીકરા માટે આનાથી મોટું કર્તવ્ય બીજું કયું હોઈ શકે ?

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84