Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 72
________________ ૭૨ સંયમ કબ હી મિલે? મમ્મી, કદાચ તું એમ કહે, કે આજે મારા ભાવ આવા છે, પણ સંયમ લીધા પછી કદાચ મારા આવા ભાવ ન રહે તો ? પણ આ પ્રશ્ન તો સંસારમાં ય ક્યાં લાગુ નથી પડતો ? તું જ કહે, જે આ ટાઈપનું વિચારે એ કદી લગ્ન પણ કરી શકે ખરો ? આજે તો આ છોકરી ગમે છે. પણ લગ્ન પછી નહીં ગમે તો ? છોકરી જો એમ વિચારે - કે “આજે તો એ ઘર સારું લાગે છે, પણ લગ્ન પછી ત્યાં નહીં ફાવે તો?” - તો એ કદી પરણી શકે ખરી? ધંધો કરવા જનાર જો નેગેટીવ વિચારો જ કર્યા કરે, કે જોઈએ એટલી કમાણી નહીં થાય તો ? નુકશાની જશે તો ? દેવાળું નીકળી જશે તો? આવા વિચારો કરનાર કદી ધંધો કરી શકે જ નહીં. એ ભૂખે ન મરે. ભગવદ્ગીતામાં કહ્યું છે – नायं लोको न परो न सुखं संशयाऽऽत्मनः । જે આવી રીતે સંશય જ કર્યા કરે છે, એનો આલોક પણ બગડે છે, પરલોક પણ બગડે છે

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84