Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 69
________________ સંયમ કબ હી મિલે ? ૬૯ જેમણે એમના દીકરાને અંતરના આશિષ આપવા સાથે સંયમ માર્ગે વળાવ્યો હોય છે, આખી જિંદગીનો અપૂર્વ સંતોષ...પૂર્ણ પ્રસન્નતા... સમાજમાં ગૌરવભર્યું સ્થાન, શ્રીસંઘમાં સન્માન આખી જિંદગી દીકરા મહારાજની આરાધનાની અઢળક અનુમોદના એના દ્વારા સતત લખલૂટ કર્મનિર્જરા એના દ્વારા નિશ્ચિત સદ્ગતિની પરંપરા અને એના દ્વારા સંસારમાંથી પોતાનો પણ શીધ્ર નિસાર... શાશ્વત સુખની પ્રાપ્તિ - Please try to realise Mummy, This is the fact. માતા-પિતા માટે જેના હૃદયમાં ભક્તિભાવ હોય ને, એણે તો વહેલામાં વહેલી તકે દીક્ષા લઈ લેવી જોઈએ. શીથી સ્નાન કરવામાં આવે છે. એ અષ્કાયના જીવોમાં અસંખ્ય ને અનંત પૂર્વભવોના માતા-પિતા હોય છે. જે આપણા જ હાથે મોતને ઘાટ ઉતરતા હોય છે. ગેસ ચાલુ કરો એમાં અસંખ્ય માતા-પિતા દુઃખી થતા હોય છે ને મરતા હોય છે. પંખો ચાલુ કરો એમાં અસંખ્ય માતા-પિતાઓ કાળી વેદના સાથે રહેંસાઈ જતાં હોય છે. ૧. નન્થ નન્ન તત્થ વUT - આ સૂત્રના પ્રમાણથી પાણીની વિરાધનામાં અષ્કાયના અસંખ્ય જીવો સાથે વનસ્પતિકાયના અનંત જીવો પણ હોય છે.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84