Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 68
________________ ૬૮ સંયમ કબ હી મિલે? લોકો માતા-પિતાની સેવાની વાત કરીને સંયમસ્વીકારના માર્ગમાં વિદનો નાંખવાના પ્રયાસ કરતા હોય છે. પણ સંસારપંથે જનારા કેટલા નબીરાઓ મા-બાપને સાચવે છે? એની વાત કોઈ કરતું નથી. દીકરો ઓફ થઈ જાય ત્યાં આવો પ્રશ્ન નથી આવતો. દીકરો એવો પથારીવશ થઈ જાય કે ખુદ મા-બાપને જ એની સેવા કર્યા કરવી પડે ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, દિીકરો ફોરેનમાં જ સેટ થઈ જાય ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, ને દીકરો Mostly out of station જ હોય, ત્યાં પણ આ પ્રશ્ન નથી આવતો, બધી રુકાવટો આત્મહિતના માર્ગમાં જ આવતી હોય છે, આવી વાતો કરનારા હકીકતમાં સાવ જ અજ્ઞ હોય છે, એ બિચારાઓને ખબર નથી કે લેવા-દેવા વગર સંયમમાં અંતરાય કરીને તેઓ કેટલું ભયંકર પાપ બાંધી રહ્યા છે ! મમ્મી, હું તો જોઈ રહ્યો છું, કે દીકરી સાથે રહેતો હોય ને, તો ય વહુ ને દીકરાના અપમાનોથી મા-બાપ સખત ત્રાસી ગયા હોય છે, મોઢામાંથી એક તીર છૂટે ને એમનું હૈયું વીંધાઈ ગયા વિના ન રહે. એમના કરતા તો લાખગણા સુખી એ મા-બાપ હોય છે,

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84