Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 67
________________ ૬૭ સંયમ કબ હી મિલે? ને એ જ મરીને પત્ની પણ થાય છે, દીકરો મરીને બાપ બને છે...એ મરીને ભાઈ બને છે ને એ જ મરીને દુશ્મન પણ બને છે. This is સંસાર. મમ્મી, આપણે એટલા માટે સંસારમાં રહી શકીએ છીએ, કારણ કે આપણે ખુબ જ અંધારામાં હોઈએ છીએ. સંસારનો પર્દાફાશ થઈ જાય, તો આપણા માટે સંસારમાં એક પળ માટે પણ રહેવું અશક્ય થઈ જાય. ભગવતી સૂત્રમાં કહ્યું છે - કે સંસારના બધાં જીવો એક-બીજાના માતા/પિતા રૂપે, પતિ/પત્નીરૂપે, ભાઈ/બહેનરૂપે, મિત્ર/શત્રુરૂપે ને હત્યારારૂપે યા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે, ને યા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે - तैर्भवेष निहतस्त्वमनन्ते-ष्वेव तेऽपि निहता भवता । આ ભવમાં જે જે તને વ્હાલા છે, એ બધાંએ અનંત ભવોમાં તારું ખૂન કર્યું છે, અને તે અનંત ભવોમાં તેમનું ખૂન કર્યું છે. Truth is beyond our thought Mummy, આમાં ક્યાં મોહ કરવો ? કોના ખાતર આત્મહિતની ઉપેક્ષા કરવી ? મમ્મી,

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84