Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 50
________________ ૫૦ એનું ચાલે તો એનો જાન દઈને ય વાછરડાને બચાવે. છોડાવનારનું ચાલે તો એ ગાયને ય છોડાવી દે. પણ એ શક્ય ન હોય, તો ગાય માટે વાછરડાને સહર્ષ રજા આપવાનો ને એના છૂટકારામાં રાજી થવાનો એક જ વિકલ્પ હોઈ શકે ને ? સંયમ કબ હી મિલે ? મમ્મી, સંસાર એક કતલખાનું છે. મૃત્યુની અનંત પરંપરાઓ એ દ્રવ્ય કતલ છે. વિષય-કષાયોના પ્રહારો એ ભાવ કતલ છે. મમ્મી, શું તું એવું ઇચ્છે છે કે હું આમાં કપાઈ જાઉં. શું હું છૂટી જાઉં એમાં તું રાજી નહીં થાય ? કદાચ સંયમજીવનના કષ્ટોમાં પણ તને કતલ જેવું લાગે, અને એ કારણે મને અનુમતિ આપતા તારો જીવ અચકાય, પણ મમ્મી, હકીકતમાં સંયમજીવનનું કષ્ટ એ કષ્ટ જ નથી, એ તો ઓપરેશન છે. એના વિના કર્મોની ગાંઠો નીકળે તેમ જ નથી. ને કર્મોની ગાંઠો નહીં નીકળે તો મારા ખૂબ ભૂંડા હાલ થવાના એ નિશ્ચિત છે. કર્મોની ગાંઠો તો આત્મામાં લાગેલા Time-bombs છે. સ્થિતિને અનુસારે એમનો વિપાક થશે એટલે એવા Blasts થશે કે જેની મેં કલ્પના ય નહીં કરી હોય.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84