Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 58
________________ ૫૮ સંયમ કબ હી મિલે? પરીષહો પર વિજય અને કષાયોનો પરાજય સુખેથી સુખમાં જ ઠરીઠામ થઈ જવા માટે આથી વધુ બીજું શું જોઈએ ? માણસ દુઃખી થાય છે. એનું કારણ આનાથી વિપરીત પરિસ્થિતિ જ હોય છે. શ્રમણની પરિસ્થિતિ એવી નથી, અને એટલા માટે એમને માત્ર ને માત્ર સુખ જ હોય છે. મમ્મી, જ્ઞાનસાર જેને મોક્ષો નૈવ મહાત્મનામ્ કહે છે તે આ દશા છે. આપણે મહાત્માને મહારાજ કહીએ છીએ ને? તે એકદમ સાચું છે, દુનિયાના બેતાજ બાદશાહ કોઈ હોય તો એ મહાત્મા છે - Won't you like Mummy to look me as a super king ? પ્રશમરતિ કહે છે – विषयसुखनिरभिलाषः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः । द्योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि ॥ વિષયસુખની જેને લેશ પણ ઇચ્છા નથી પ્રશમ, ક્ષમા, કોમળતા, સરળતા, સત્ય વગેરે ગુણોથી જે શોભાયમાન છે, એ મહાત્મા જેવા પ્રકાશે છે એવું તો સર્વ સૂર્યોનું તેજ પણ પ્રકાશતું નથી. મમ્મી,

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84