Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 61
________________ સંયમ કબ હી મિલે ? સંયમમાં એકતાન મન હોય ને એ જીવનું આયુષ્ય પૂરું થાય તો જીવ મોક્ષ પામી શકે અને કદાચ મોક્ષ ન થાય તો ય એ જીવ વૈમાનિક દેવલોક તો અવશ્ય પામે. મમ્મી, સંસારમાં આપણું મન ક્યાં ભમતું હોય છે ને આપણે કેવા કેવા કામો કરવા પડતા હોય છે, એ આપણે ક્યાં નથી જાણતા ? આ ઘર-ધંધો-દુકાન ને સાંસારિક વ્યવહારો લઈને બેઠાં પછી આર્તધ્યાન કેટલું બધું સુલભ બની જાય ! કઈ પળે આયુષ્યનો બંધ થઈ જાય, ને આપણો આત્મા તિર્યંચગતિના રવાડે ચડી જાય એનો શો ભરોસો ! મમ્મી, એક બિલાડીનો ભવ મળશે ને કબૂતરને ફાડીને એનું માંસ ખાતા ખાતા ભયંકર રૌદ્રધ્યાનમાં આયુષ્યનો બંધ કરીને આપણે સીધા નરક ભેગા થઈ જઈશું. મમ્મી, આ ઘર-સંસારમાં નરક બહુ જ સસ્તી છે. આજે તું મોહાધીન થઈશ, મને પીગળાવવાનો ને લાગણીવશ બનાવવાનો પ્રયાસ કરીશ, ૬૧

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84