________________
૬૪
સંયમ કબ હી મિલે? એમાંથી અમુક માંસ વળી પોતાના જ આત્મશ્રેયાર્થે બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે. માતા માછલારૂપેથી કરીને બકરી થાય છે, દીકરો એના જ ગર્ભમાં બકરા તરીકે જન્મે છે. રાજા શિકાર કરવા નીકળ્યો હોય છે, ને એ ગર્ભવતી બકરી-પૂર્વભવની પોતાની દાદીમા એમને તીર છોડીને મારી નાંખે છે. એનું પેટ ચીરીને બકરાને બહાર કાઢવામાં આવે છે. માતાનો જીવ બકરી તરીકે મરીને પાડા તરીકે જન્મે છે. રાજા એને ખૂબ તડપાવી તડપાવીને મારી નંખાવે છે એનું માંસ ખાતા ખાતા રાજાને કોઈ બીજું માંસ ખાવાની ઇચ્છા થાય છે, એટલે તે બકરો-રાજાના પિતાનો જીવ - એને મારી નાંખવામાં આવે છે. મા અને દીકરો બંને એક કૂકડીના પેટમાં ઇંડા રૂપે જન્મ લે છે, પ્રસવ સમયે એ કૂકડીને એક બિલાડી મારી નાંખે છે, બે ઇંડા સરી પડે છે. ઉપર કોઈ કચરો નાંખે છે, તેની ગરમીથી એ બંને જીવે છે. બંને કૂકડારૂપે બહાર નીકળે છે. રાજાના એક જ બાણથી બંને એક સાથે વીંધાઈને મૃત્યુ પામે છે, શુભ ભાવમાં મર્યા હોવાથી તે બંને એ જ રાજાના પુત્ર-પુત્રી રૂપે જન્મે છે. મહાત્માની વાણીથી પોતાના પૂર્વજન્મોને જાણે છે,