________________
સંયમ કબ હી મિલે ?
સંસારમાં ડગલે ને પગલે લાચારી છે...ફિકાશ છે...
સંયમમાં દેદીપ્યમાન તેજ છે.
લોકો વિચારે છે કે ‘હાય હાય...આણે તો દીક્ષા લઈ લીધી,
એ તો બધા વિષયસુખોથી આજીવન વંચિત થઈ ગયો,
અરે...બિચારો...'
પણ મમ્મી,
એ લોકો એ નથી જોઈ શકતાં,
કે વિષયસુખોને પામવાની ભૂતાવળમાં સંસારી જીવો
કેટલાં હાંફળા ને ફાફળા થઈને જીવનભર દોડતા જ હોય છે,
એ સુખો નથી મળતા તો માણસ તૃષ્ણાથી દુ:ખી હોય છે,
મળે છે તો માણસ તુલનાથી દુ:ખી હોય છે.
‘એ મળે તો હું સુખી’
આવી મનોદશા જ પોતાના સુખને ગીરવે મુકવા જેવી હોય છે. જ્યાં સુધી કાંઈ જોઈએ છે, ત્યાં સુધી માણસ ભિખારી છે.
દુઃખી અને ભૂખ્યો છે.
ખરી શ્રીમંતાઈ, ખરું સુખ, ખરી અસ્મિતા
એ બધું તૃપ્તિમાં છે.
તૃપ્તિ.
જ્યાં કશું જ જોઈતું નથી.
હૃદયપ્રદીપ કહે છે
तावत् सुखेच्छा विषयार्थभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ॥ વિષયોની પાસેથી સુખની અપેક્ષા ત્યાં સુધી જ રહે છે,
૫૯