________________
સંયમ કબ હી મિલે?
૫૫
તું તપ-સંયમના કષ્ટોને સહન કરી લે, કારણ કે સ્વાધીનપણે સહન કરવાથી તેને ખૂબ જ ફાયદો થશે, પરાધીનપણે તારે સહન તો ઘણું કરવું પડશે, પણ તને કોઈ મોટો લાભ નહીં થાય. મમ્મી, સવાલ કષ્ટ સહન કરવું કે ન કરવું એનો નથી, સવાલ તો એટલો જ છે કે સંયમનું કષ્ટ સહન કરવું? કે નરક-તિર્યંચનું કષ્ટ સહન કરવું? જે કષ્ટ સહન કરીને આપણે ન્યાલ થઈ જઈએ એ કષ્ટ સહન કરવું? કે જે કષ્ટ સહન કરીને ય આપણે ત્યાંના ત્યાં જ રહીએ એ કષ્ટ સહન કરવું? Please think well Mummy, you are intellegent. મમ્મી, સંયમજીવનના કષ્ટની વાત તો માત્ર કહેવા પૂરતી છે. હકીકતમાં સાધુતાનો જે આનંદ હોય છે, એની લોકોને કલ્પના સુદ્ધા હોતી નથી. હૃદયપ્રદીપમાં કહ્યું છે - न देवराजस्य न चक्रवर्तिनः, तन्नो सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥ ઇન્દ્ર પણ સુખી નથી અને ચક્રવર્તી પણ સુખી નથી, એમના કહેવાતા સુખો હકીકતમાં સાવ જ ફિક્કા હોય છે.