Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 48
________________ ४८ સંયમ કબ હી મિલે? શ્રેષ્ઠ ચિંતામણિ કોઈ હોય તો એ છે ધર્મ. ઉત્તમ કલ્યાણ કોઈ હોય, તો એ છે ધર્મ. એકાન્ત હિતકારી પણ છે ધર્મ અને પરમ અમૃત કોઈ હોય, તો એ છે ધર્મ. પપ્પા, પ્લીઝ, મારી આટલી વિનંતિ આપ માનો, સંયમના સ્વીકાર માટે આપ સપરિવાર ઉદ્યત થાઓ. ખરેખર આપણો આ જન્મ સફળ થઈ જશે, પપ્પા, આ દુર્લભ ભવ - આ દુર્લભ સામગ્રી આ બધું સંસારના ઢસરડાઓ કરવા માટે નથી, ચારિત્રની સાધના કરીને આત્માને સર્વ દુઃખોથી મુક્ત કરવા માટે છે. પ્લીઝ પપ્પા, મને આપનું ઋણ ઉતારવાનો મોકો આપો, સ્થાનાંગ આગમમાં કહ્યું છે - કે માતા-પિતાની ગમે તેટલી સેવા કરીએ, તો પણ એમના ઉપકારનો બદલો ન વળી શકે, ફકત એમને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ આપવાથી જ એમના ઉપકારનો બદલો વળી શકે. પ્લીઝ મમ્મી-પપ્પા, આપ મારી આટલી વાત માનો. અને જો કદાચ હાલ-હાલના સંયોગોમાં આપના માટે આ વસ્તુ શક્ય ન જ હોય, તો આપ મને સહર્ષ અનુમતિ આપો હું આપનું કુલ અજવાળીશ. હું આપની કુખ ઉજાળીશ.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84