Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 46
________________ ૪૬ ને પાછો ફર્યો, તો પછી મારું નરકગમન નિશ્ચિત છે. દેખાતું આ બધું જ સુખસામ્રાજ્ય હકીકતમાં તો નરકનું ભાથું છે. સાતમી નરકની કારમી પીડાઓમાં હું ભયંકર ચીસો પાડતો હોઈશ, ત્યારે આ બધામાંથી મને કોણ બચાવવા આવવાનું છે ? कोइ किसी के काम न आये । કોઈ કોઈને કામ આવતું નથી. હું મારા રસ્તે પડીશ. એ બધાં એમના રસ્તે પડશે. सव्वे जीवा पुढो पुढो ममत्तं बंधकार સંયમ કબ હી મિલે ? પપ્પા, બધાં જીવો જુદા જુદા છે...બધાં જ છૂટ્ટા છે... એમના પ્રત્યેના મમત્વભાવથી જ આપણે બંધાયેલા રહીએ છીએ સાધના કરવાની સ્વાધીનતા હોય છે, ત્યારે જીવ આ બધી મથામણોમાં રચ્યો પચ્યો રહે છે. જાત જાતની ફરજો નિભાવવામાં આત્મા પ્રત્યેની ફરજ ભૂલાઈ જાય છે. અંતે વહેલા કે મોડા એ બધાં જ જીવો પોતપોતાના રસ્તે પડે છે ને આપણો પોતાનો આત્મા પણ ભવભ્રમણમાં આગળ વધે છે, જ્યાં સાધનાની સ્વાધીનતા તો નથી જ હોતી સમજ સુદ્ધા નથી હોતી. धम्माराहणं खु हियं सव्वसत्ताणं । એની બદલે એક આત્મા સાધનાના માર્ગે જાય, તો એનું પોતાનું પણ કલ્યાણ થાય છે અને બીજાનું પણ કલ્યાણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84