________________
૪૩
સંયમ કબ હી મિલે? એમની વાચના, એમનું વ્યક્તિત્વ... આ બધું જ મારા જીવનનો આધાર બની રહેશે. એમના સાન્નિધ્યમાં એમના શરણમાં એમની છાયામાં મને સંસારનો કોઈ જ ભય નહીં રહે. એમની કૃપાથી મારી સાધના સડસડાટ ચાલશે ને મારો આત્મા વિકાસના નિત નવા શિખરોને સર કરતો રહેશે. પપ્પા, આપણે ત્યાં એવું પણ બોલાતું હોય છે, કે મહાત્માને શિષ્યો કરવાનો મોહ હોય છે, કદાચ ગુરુદેવે મને જે જ્ઞાન આપ્યું, એનો પણ આવો અર્થ નીકળી શકે. પણ પપ્પા, જિનશાસનની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. શિષ્ય એ સ્ટેટસ નથી, બલ્ક એક જવાબદારી છે. એક આત્માને મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી, સદ્ગુરુ આ વાસ્તવિકતાને બરાબર સમજે છે. લોભી કે લાલચી એ કદી સદ્ગુરુ ન હોઈ શકે. સદ્ગુરુ એ છે કે જેમની આંખોમાંથી નિઃસ્વાર્થ વાત્સલ્ય નીતરતું હોય. સદ્ગુરુ એ છે કે જેમને શિષ્યની લેશ પણ અપેક્ષા ન હોય, સદગુરુ એ છે જે માત્ર એક આત્માને તારવાની ભાવનાથી જ પ્રતિબોધ કરે, સદ્ગુરુ એ છે કે જે તપ, ત્યાગ અને સંયમની મૂર્તિ હોય, સદગુરુ એ છે જેમના રોમે રોમથી નિઃસ્પૃહતા ઝરતી હોય,