________________
સંયમ કબ હી મિલે ?
समिज्झइ अ मे समीहिअं गुरुपभावेणं । ગુરુપ્રભાવથી મારો મનોરથ જરૂર સફળ થશે.
પપ્પા,
I know you worry about me,
હું દોષપૂર્ણ છું, આળસુ ને સુખશીલ છું.
સંસારના ઘણાં ઘણાં નખરાં કરનારો છું.
અરે, આપની આગળ જીદ કરી કરીને પણ
મારા શોખોને પૂરા કરનારો છું.
અને એટલે જ મારી આ બધી વાતોમાં આપને પોકળતા લાગે,
આપને મારા માટે શંકા પડે ને મારી ચિંતા થાય
એ શક્ય છે.
પણ પપ્પા,
હવે એ બધો ભૂતકાળ થઈ ગયો છે.
છેલ્લા કેટલાય સમયથી
આપ મારી બદલાયેલી વૃત્તિ-પ્રવૃત્તિ જોઈ રહ્યા છો.
મને ખુદને ભીતરથી-ભાવથી સાધુતાનો અનુભવ થઈ રહ્યો છે.
હવે ઘરમાં રહેવું ને સંસારના વ્યવહારોમાં પરોવાવું
એ મને તદ્દન અજુગતું ને વિચિત્ર લાગી રહ્યું છે.
મને સતત મનમાં એવું થયા કરે છે,
કે તોડી નાખું સંસારને, ભુક્કા બોલાવી દઉં કર્મોના, આગ લગાડી દઉં દોષોને,
અરે, મારા એકલાની કયાં વાત કરું,
મને તો એવું થાય છે કે બધાં જ જીવોને દીક્ષા અપાવી દઉં,
૪૧