________________
૩૬
બસ આવે તે પહેલા પતિને કોઈ વસ્તુ લેવાનું યાદ આવ્યું. પતિ દોડતા ઘરે ગયા.
સંયમ કબ હી મિલે ?
દરમિયાનમાં બસ આવી. એ લોકોએ બસ રોકી રાખી, બસ, હમણા આવે જ છે...હમણા આવ્યા...
વીશ મિનિટ સુધી એ પ્રાઇવેટ બસ ખોટી થઈ. પતિ આવ્યા. બધાં ચડ્યા. છેલ્લી સીટે જગ્યા મળી. ભીવંડી આવવાને દશ-પંદર મિનિટની વાર હતી પતિ-પત્નીને થયું કે આગળ જગ્યા ખાલી થઈ ગઈ છે. પહેલી સીટે આવી જઈએ, ત્યાંથી તરત ઉતરી જવાશે. પતિ-પત્ની આગળ આવી ગયા.
દીકરી સખીના ખોળામાં પાછળની સીટે રમતી રહી. ખાડી પરનો પુલ આવ્યો. ડ્રાઇવરનું સંતુલન ન રહ્યું. બસ પડી ખાડીમાં.
આગળનો ભાગ પાણી અને કાદવમાં.
પાછળનો ભાગ હવામાં અહ્વર.
આગળવાળા બધાં જ ગૂંગળાઈ ગૂંગળાઈને મરી ગયા,
અને પાછળવાળા બધાં જ બચી ગયા.
પતિના ભાઈ જાત્રા કરવા ગયેલ.
‘અકસ્મા’ના સમાચાર આપીને તેમને ‘સાચવી’ને બોલાવાયા.
બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં બે લાશ પડી હતી.
જોતાવેંત અવાચક થઈ ગયા.
એમના એકના એક દીકરાની દીક્ષાની ‘જય’ બોલાઈ ચૂકી હતી, એના દરમિયાન આ ઘટના બની હતી.