________________
સંયમ કબ હી મિલે ?
એનું શાશ્વત પણ નાશ પામે છે
ને નશ્વર તો નાશ પામેલું જ છે.
પપ્પા,
એક ફિલ્મ ત્રણ કલાકે પૂરી થાય છે
બીજી ફિલ્મ પચાસ / સો વર્ષે પૂરી થાય છે.
એક નાટકનો પડદો બે કલાકે પડે છે
બીજા નાટકનો પડદો પચાસ / સો વર્ષે પડે છે.
છે તો બંને નાટક જ.
આમાં કયાં મોહાવું ? ક્યાં મૂંઝાવું ?
શેના ખાતર આત્મહિતની ઉપેક્ષા કરવી ?
આપણે આપણી આજુ-બાજુ નથી જોતા ?
ઘડીના છઠ્ઠા ભાગમાં કેટકેટલાની આખી ય પરિસ્થિતિ બદલાઈ જાય છે.
દોડતા હતાં તે લકવાના ખાટલામાં પટકાય છે.
હસતા હતાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે.
આકાશમાં ઉડતા હતાં તે જમીન પર પછડાય છે.
માથું ઊંચું રાખીને ફરતા હતાં તે કોઈને મોઢું દેખાડી શકતાં નથી.
નિશ્ચિંત હતા એમની ચિંતાનો કોઈ પાર નથી.
મજેથી જીવતા હતા એ મરવાના વાંકે જીવે છે.
હજી હમણાં જ મળ્યા હતા એમના ‘ઓફ’ થઈ જવાનો ફોન આવે છે.
પપ્પા,
થોડા વર્ષ પહેલાની એક ઘટના.
૩૫
મુંબઈથી ભીવંડી જવા માટે એક પરિવાર બસની રાહ જોતો હતો.
પતિ, પત્ની, એક વર્ષની દીકરી અને પત્નીની એક સખી.