________________
૨૪
સંયમ કબ હી મિલે? રોકક્કળ કરીને એના વૈરાગ્યને હચમચાવી દે, અનાદિ કાળના રૂઢ થઈ ગયેલા મોહની ઉદીરણા કરે, ને સંતાનની ઊભી થયેલી સંયમપ્રાપ્તિની શક્યતાને સમાપ્ત કરી દે, એ બહારથી ભલે સ્નેહી-સ્વજન હોય, હકીકતમાં એ દુશ્મન છે, સૌથી મોટા દુમન. I trust Mummy-Papa, તમે આવું કરી જ ન શકો, કારણ કે તમે મારા સાચા હિતેચ્છુ છો. મારા સાચા માતા-પિતા છો. ખુદ બધું જ સમજેલા પણ છો અને સત્ત્વશાળી પણ છો. પ્લીઝ, આપના બાળની આટલી વિનંતીનો આપ સ્વીકાર કરો. હવે સંસારને છોડી દો. સપરિવાર સંયમપ્રાપ્તિની મારી ઝંખનાને સફળ કરો. खणे दुल्लहे सव्वकज्जोवमाईए सिद्धिसाहगधम्मसाहगत्तेण । ખૂબ જ દુર્લભ છે આ ચાન્સ, આ અવસર. દુનિયાની દુર્લભથી ય દુર્લભ વસ્તુની કલ્પના કરો. એથી ય દુર્લભ અતિ અતિ દુર્લભ વસ્તુની કલ્પના કરો, એનાથી ય વધુ દુર્લભ છે આ અવસર, આ છે ધર્મનો અવસર. એ અવસર જેને સાધી લઈએ તો મોક્ષ આપણા હાથમાં છે. ચાર ગતિથી મોક્ષ, સાત નરકથી મોક્ષ. ચોર્યાશી લાખ યોનિથી મોક્ષ. નિગોદની જેલથી મોક્ષ, રાગ અને દ્વેષથી મોક્ષ. વિષય અને કષાયોથી
મોક્ષ. ક્લેશ અને સંફ્લેશોથી મોક્ષ, હિંસાદિ પાપોથી મોક્ષ. બસ...છૂટકારો. મમ્મી, સુખ માટે આપણે ધર્મની ઉપેક્ષા કરતા હોઈએ છીએ.