________________
૩૦
સંયમ કબ હી મિલે? એ પણ આ વાસ્તવિકતાને પુરવાર કરે છે. આપણો આખો ય ભૂતકાળ આવી તકલીફોથી ભરેલો હતો. એકવાર થોડું સત્ત્વ ફોરવીએ, તો કાયમ માટે આપણે તકલીફોથી મુક્ત થઈ જઈશું. નાળિzસંપળ - મોક્ષમાં અનિસંયોગ નથી. ન ગમતું ઘણું બધું સંસારમાં માથે આવી પડે છે. કેટલુંય નભાવવું પડે, ચલાવવું પડે...મન મનાવવું પડે. મોક્ષમાં આ મજબૂરી નથી. न खुहा न पिवासा न अन्नो कोइ दोसो । નથી ભૂખ..નથી તરસ નથી બીજો કોઈ દોષ નથી કોઈ જ જાતનું દુઃખ..આ મોક્ષની મજા છે. મમ્મી, ત્રાજવાના એક પલ્લામાં આખા ય સંસારનું બધું જ સુખ રાખી દઈએ, અને બીજા પલ્લામાં મોક્ષનું સુખ રાખી દઈએ, તો મોક્ષનું સુખ વધી જાય. આગમમાં કહ્યું છે – तं णत्थि मणुस्साणं सुक्खं, ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ સર્વ મનુષ્યોનું સુખ...રાજા-મહારાજા-ચક્રવર્તીઓનું સુખ... સર્વ દેવોનું સુખ... ઇન્દ્રો-અહમિન્દ્રોનું પણ સુખ મોક્ષના સુખની સામે પાણી ભરે. सुरगणसुहं समग्गं, सव्वद्धापिंडियं जइ हवेज्जा । ण वि पावइ मुत्तिसुहं, ऽणंताहिं वि वग्गवग्गेहिं ॥