Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 28
________________ ૨૮ ગટર જો ચોખ્ખી થઈ શકે, તો સંસાર સુખી થઈ શકે. સંસારની ગટરને ચોખ્ખી કરવાની મથામણ ખૂબ જ કષ્ટમય છે. આ મથામણ સાવ જ વ્યર્થ છે - ને આ બધો અશક્યનો પ્રયાસ છે. સંયમ કબ હી મિલે ? ગટરને ફક્ત છોડી શકાય છે, ચોક્ખી નથી કરી શકાતી. સંસારના દુઃખોથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય સંસારત્યાગ છે. ન મરણં – મોક્ષમાં મરણ નથી. મરણ એ બહુ જ મોટી મશ્કરી છે. જન્મથી માંડીને માણસ સતત નવા નવા સંબંધો બાંધતો ગયો હોય, નવી નવી વસ્તુઓને ભેગી કરતી ગયો હોય, સંઘર્ષ કરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય, એ બધું જ એક ઝાટકે મોત છિનવી લે છે. No doubt, મોતની પીડા અસહ્ય હોય છે. અકથ્ય હોય છે. ‘મોત’ આ શબ્દ પણ માણસને ધ્રુજાવી દેવા માટે સમર્થ છે. પણ મોતની આ મશ્કરી પર આપણું ધ્યાન જ જતું નથી, પરિણામે આપણે આખી જિંદગી મૂર્ખ બન્યા કરીએ છીએ. આખી જિંદગીનું ભેગું કરેલ બધું જ છોડીને જતા રહેવાનું. ફરી નવું જીવન, નવેસરથી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. આટ આટલું સમજ્યા પછી કેમ વિદ્રોહ ન પ્રગટે ? કેમ મોત સામે બળવો કરવાનું મન ન થાય ? That's Possible Mummy. If we wish. ગણતરીના સમયમાં આપણે મોતને ખતમ કરી શકીએ છીએ. If we wish. ન વિઓો – મોક્ષમાં ઇષ્ટવિયોગ નથી.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84