Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 32
________________ ૩૨ સંયમ કબ હી મિલે ? શું તું મારું-તારું-આપણા બધાંનું સુખ નથી ઇચ્છતી ? ઇચ્છે છે ને ? સંસારમાં સુખ મળવું શક્ય જ નથી. विवरीओ अ संसारो इमीए अणवट्ठियसहावो સંસાર મોક્ષથી ઊંધો છે. બિલ્કુલ ઊંધો. અહીં કોઈ ઠેકાણું જ નથી. અહીં બધું જ દોડતું છે. પરિવર્તનશીલ છે. સતત બદલાતું છે. इत्थ खलु सुही वि असुही સંસારનો સ્વભાવ જ એવો છે, કે એમાં સુખી પણ ખરેખર સુખી નથી. મમ્મી, હમણા તે જોયું ને, નોટો ખોટી થઈ ગઈ એમાં શ્રીમંતો કેવા દુઃખી થઈ ગયા ? બિચારા, ગરીબોને ય દયા આવી જાય એવી એમની હાલત થઈ ગઈ. આખી જિંદગીનું એમનું ભેગું કરેલું હતું. ને એક જ ઝાટકે એના ભાગાકાર થઈ ગયા. હજી લોકો સમજી શકતા નથી, પણ આ તો એક સંકેત છે. આ એક અલ્પ-અનુભવ છે. એક જ ઝાટકે એક પણ પૈસો લીધા વિના પરલોક ભેગા થઈ જવાનું છે, એની આ ઝાંખી છે. કા...શ લોકો સમજી શકતા હોત. પણ પપ્પા, શું આપણે ય નહીં સમજી શકીએ ? સંતમસંત – સંસારમાં જે છે પણ એ ય નથી, કારણ કે ઘડીના છઠ્ઠા ભાગમાં એ બધું હતું ન હતું થઈ જાય છે. કારણ કે એ હોવા છતાં પણ આત્માને કંઈ જ કામમાં આવતું નથી.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84